SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની મેટી તથા નાની પંચતીથી અને જુદી જુદી દિશાઓમાં બનેલ મંદિરોની વિગતો તો એવી એકસાઈથી આપવામાં આવી છે કે, એ જોઈને એમ જ લાગે કે, આ કોઈ સામાન્ય શિલાલેખ નથી પણ વેચ ણ થયેલ મકાન કે જમીનના દિશાના ખૂટ દર્શાવતે દસ્તાવેજ જ છે ! ગુજરાતી ભાષામાં લખાયેલો અને લાંબી લાંબી ૪૨ લીટીઓમાં કોતરાયેલે આ શિલાલેખ ખાસ વાંચવા જેવો અને બીજાઓને માટે નમૂનારૂપ બની રહે એ છે.૧૧ ( વિશાળ ઘંટ–આ તીર્થમાં લેવાનું ઘણું હતું અને વખત ઓછા હતા, એટલે ઉતાવળમાં જે કંઈ જવાનું બાકી રહી ગયું, એમાં ત્યાંને ખૂબ મોટે ઘંટ પણ જોવાનો બાકી રહી ગયે. પાછળથી જાણવા મળ્યું કે, આ ઘંટ ખાસ જોવા જેવો છે, અને એને ઘંટારવ ચાર-ચાર માઈલ જેટલે દૂર સુધી સંભળાય છે—જાણે એ ભગવાન તીર્થંકરના ધર્મસંદેશને જ દૂર દૂર સુધી ગાજતે કરે છે! કોઠારામાં ધર્મશાળા, ઉપાશ્રય, મહાજનવાડી, પાંજરા પિળ તથા ફૂલવાડી છે. શેઠશ્રી જીવરાજ ચાંપશી ખીંઅશીએ અમને ભાવપૂર્વક જમાડીને અબડાસા તાલુકાની જાણીતી મહેમાનગતિને અમને જે અનુભવ કરાવે, તે અમે આજે પણ ભૂલ્યા નથી. કોઠારાથી વીસ માઈલને પ્રવાસ કરીને અમે જખૌ પહોંચ્યાં. જખી જખૌ કચ્છનું બંદરી ગામ છે, અને અબડાસા તાલુકામાં આવેલી કચ્છની માટી પંચતીથીનું એ ત્રીજું તીર્થસ્થાન છે. આ સ્થાન તીર્થ સ્વરૂપ બનવા લાગ્યું તેની શરૂઆત વિ. સં. ૧૯૦૫ ની સાલથી થઈ અને ધીમે ધીમે એને વિકાસ થતાં થતાં આજે એ તીર્થ નાનાં-મોટાં નવર ૧૧. આ શિલાલેખ શ્રી “પાર્થ” સંપાદિત “શ્રી અચલગરછીય પ્રતિષ્ઠા લેખે ”માં ૩૩૬મા (પૃ.૭૬) લેખ તરીકે છાપવામાં આવેલ છે. આ પુસ્તકમાંને ૮૮૮ નંબરને શિલાલેખ, આ જ દેરાસરની પ્રતિષ્ઠા વખતને, શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકા ઉપર કોતરેલો છે. અને એમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યશ્રીનું અને મંદિર બંધાવનાર ત્રણે શ્રેષ્ઠીઓનાં નામ આપવામાં આવ્યાં છે. એ નાના શિલાલેખમાં આવી ઉપયોગી માહિતી સચવાયેલી છે, એ વાત અહીં ઉદ્ધત કરવામાં આવેલ એ લેખ ઉપરથી જાણી શકાશે– ॥ संवत् १९१८ वर्षे शाके १७८३ प्रवर्तमाने माघ सुदि १३ बुधे श्री कोठारानगरे श्री अंबलगच्छे पूज्य भट्टारक श्री रत्नसागरसूरीश्वराणामुपदेशात् । श्री लोडाइयागोत्रे सा० श्री शिवजी नेणसी तथा सा० श्री वेलजी मालु तथा, गांवीमोतागोत्रे सा० श्री केशवजी नायकेन श्री आदिनाथपादुका wifરતા પુog ગુમ l . ૧૨. “અંચળગ૭ દિગ્દર્શન,” ફકર ૨૩૪૯ (પૃ. ૫૩૬)માં આ પ્રમાણે ઉલ્લેખ છે; જયારે મારી સેંધમાં અહીં નાનાં-મોટાં બાર દેરાસરનું ઝૂમખું હેવાનું અને આ તીર્થ “નવ ટૂક" તરીકે ઓળખાતું હોવાનું પણ બધું છે. આમાં અહીં બાર દેરાસર હોવાની વાત અને આ તીર્થ “નવ ટ્રક” તરીકે ઓળખાતું હોવાની વાત-એ બે વાતે વચ્ચે મેળ બેસતો નથી, તેથી, સંભવ છે કે, નેધ કરવામાં મારી કંઈક સરતચૂક થઈ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy