________________
૨૧૨
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીર્થ
માહિતી પૂર્ણ શિલાલેખ-આ જિનાલયમાં મૂળ નાયકની જમણી.ડાબી બન્ને બાજુ મોટા શિલાલેખે ચેડવામાં આવ્યા છે. જમણી બાજુના શિલાલેખમાં અંચળગચ્છની પટ્ટાવલી આપવામાં આવી છે. અને ડાબી બાજુનો શિલાલેખ દેરાસરની પ્રતિષ્ઠાને લગતે છે. આ લેખ દેરાસરની પ્રતિષ્ઠા સંબંધી હોવા છતાં એમાં, પ્રતિષ્ઠાની સંવત તથા તિથિ, પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યશ્રીનું તથા આ જિનપ્રાસાદ બનાવનાર ત્રણે શ્રેષ્ઠીઓનાં નામ ઉપરાંત એમની વંશાવલી, મુખ્ય જિનાલયની આસપાસ બીજાં મંદિરો બનાવનારનાં નામ તથા તે તે મંદિરની વિગત,ઉત્સવની વિગત, કુલ ખર્ચ તથા એની વહેચણીની વિગત તથા મુખ્ય શિલ્પીનું નામ વગેરે અનેક પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. તેમાંય મુખ્ય મંદિરની આસપાસ જુદા જુદા ખૂણાઓ
now living in Bombay. This temple, dedicated to Shantinath the sixteenth of the Jaia saints, was, after the style of one in Ahmedabad.
" (કરછનાં વર્તમાન મંદિરમાં સૌથી સમુદ્ધ મંદિરનું બાંધકામ આ ગામમાં સને ૧૮૬૧ (વિ. સં. ૧૯૧૮) માં પૂરું થયું હતું. એ ઈમારતના ચાલીસ હજાર પાઉન્ડ જેટલા કુલ ખર્યને અરધે ભાગ : વેલજી માલએ આપ્યો હતો, અને બાકીને અરધે ભાગ શાહ કેશવજી નાયક અને શિવજી નેણશીએ સરખે ભાગે ચકવ્યો હતો. આ બધા કોઠારાના વતની એ સવાલ વાણી આ છે અને અત્યારે મુંબઈમાં રહે છે. જૈન સંતો (તીર્થકર) માંના સેળમા તીર્થકર શ્રી શાંતિનાથને અર્પણ કરવામાં આવેલ આ મંદિર અમદાવાદના એક મંદિરની પદ્ધતિથી બાંધવામાં આવ્યું હતું).
કોઠારાના આ મંદિરનું આ બન્ને ગ્રંથમાં આપવામાં આવેલ (અને ઉપર રજૂ કરેલ) વર્ણન ઘણુંખર એકસરખું છે. એક ફરક પહેલા વર્ણનમાં જ્યાં સોળ લાખ કરી લખ્યું છે, ત્યાં બીજા વર્ણનમ હજાર પાઉન્ડ લખેલ છે, એ છે, પણ એ મહત્વનો નથી.
આ દેરાસરના કુલ ખર્ચની વહેંચણીની જે વિગતે એના શિલાલેખમાં આપવામાં આવી છે, તેમાં અને ઉપર આપેલ વાનમાં આપવામાં આવેલી માહિતી વયે દેખીતો ફરક એ છે કે, શિલાલેખના ઉલ્લેખ પ્રમાણે, કુલ ખર્ચનું અડધું ખર્ચ (આઠ લાખ કેરી) શાહ વેલજી મલુએ, છ લાખ કરી શાહ શિવજી નેણશીએ અને બે લાખ કેરી શાહ કેશવજી નાયકે આપી હતી એટલે આ બને પુસ્તકે માં બાકીનું કરવું ખર્ચ શ્રી શિવજી નેણશી અને શ્રી કેશવજી નાયકે સરખે ભાગે (ચાર-ચાર લાખ કેરી) આપ્યાનું લખ્યું છે તે, હકીકતફેર છે, જે સામાન્ય કહી શકાય એ છે; કેમ કે આ બંને પુસ્તકોના કર્તાઓને સંબંધી માહિતી આપનારે આવી માહિતી આપી હશે, તેથી એમણે આ પ્રમાણે નેધ કરી હશે. એટલે આ હકીકતફેરને વિશેષ મહત્વ આપવાની જરૂર નથી.
આ બનને વર્ણનમાં કોઠારાનું આ દેરાસર અમદાવાદના એક મંદિરની પદ્ધતિએ બન્યું હોવાનું લખ્યું છે. આ અંગે વિચારવા જેવી વાત એ છે કે, કોઠારાના આ દેરાસરની સાથે સરખાવી શકાય એવું કોઈ દેરાસર અમદાવાદમાં નથી. વિશાળતાની દષ્ટિએ અમદાવાદના સુપ્રસિદ્ધ હઠીસિંહ શેઠના દેરાસરને ઉલ્લેખ થઈ શકે. પણ, વિશાળતાને બાદ કરતાં, અમદાવાદ શહેરના આ દેરાસર અને કોઠારાના દેરાસર વચ્ચે સરખાપણું બહુ શાઈ છે. એ સ્પષ્ટ છે. છતાં આ બને સંથકારોએ આમ લખ્યું છે. એને ભાવ કદાચ એ હોઈ શકે છે, કોઠારાનું દેરાસર અમદાવાદના હઠીસિંહ શેઠના દેરાસર જેવું આલીશાન બનાવવામાં આવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org