________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
ભર્યાં લાગતા આ તીર્થને મુખ્ય જિનપ્રાસાદને
કલ્યાણ ટૂંક ” એવું સુંદર નામ આપવામાં આવ્યું છે; અને મેરુપ્રભ જિનાલય ’’ની ઉપમા આપી છે. આ ઉપમા કેટલી સાર્થક છે તેની ખાતરી આ જિનાલયને જોતાં જ થઈ જાય છે—જાણે મેરુ પર્વતના એક મનેાહર ખંડ જ ન હાય એવા ભાસ થાય છે.
૨૧૦
જ
આ સ્થાનમાં જ્યાં નજર નાખીએ ત્યાં નરી શેાલા, શેાભા ને શાલા જનિહાળવા મળે છે ! અને આવી અદ્ભુત શાભા માનવીમાં રહેલી કલાસૂઝ અને સકશક્તિની જાણે કીર્તિગાથા સંભળાવ્યા કરે છે અને એના નિર્માતાની શ્રદ્ધા-ભક્તિ અને ઉદારતાની સાક્ષી પૂરે છે. ૯
એક જાણવા જેવી વાત—આ જિનાલય આટલું ઊંચુ ખની શકયું એ માટે એના નિર્માતાઓને કેવા ભાગ આપવા પડયો હતા એની, આજે રમૂજભરી લાગે એવી, વાત પણ જાણવા જેવી છે. એ વખતે કચ્છમાં મહારાએ શ્રી પ્રાગમલજીનુ શાસન ચાલતુ હતુ. અને કોઠારાના રાજવી જાડેજા શ્રી માકાજી હતા. જ્યારે આ મંદિરનેા પ્લાન બનાવીને શ્રી માકાજીની મજૂરી માટે રજૂ કરવામાં આવ્યેા ત્યારે એમણે એની સામે એમ કહીને વાંધા ઉઠાવ્યા કે, જે મદિર આટલું ઊંચુ' થાય તા, પ્રભુનાં દર્શન કરવા એટલે ઊ'ચે જનાર વ્યક્તિની નજર રાજમહેલના જનાનખાના (અંતઃપુર) ઉપર પડે; અને, એમ થાય તેા, જનાનખાનાની મર્યાદાને ભંગ થાય. રાજ્યના આ વાંધાના નિકાલ લાવવા માટે આ શ્રેષ્ઠીઓએ જનાનખાનામાં કાઈની નજર ન પડે એટલા ઊંચા ગઢ, રાજમહેલ ક્રૂરતા, પેાતાના ખરચે બંધાવી આપ્યા! અને એમ કરીને એમણે મૂળ પ્લાન મુજબ મંદિરની ઊંચાઈ ને ટકાવી રાખીને, પેાતાની ભાવનાની ઊંચાઈને પણ જાણે પુરવાર કરી બતાવી !
મુખ્ય શિલ્પી—આવા કળામય અને માનવીના ચિત્તને અહેાભાવની લાગણીથી છલકાવી મૂકે એવા જિનપ્રાસાદની રચના કરવાનુ` કૌશલ દર્શાવવાનું માન કચ્છના સાભરાઈ ગામના નિવાસી શિક્ષ્મી-સેામપુરા નથુ રાઘવજીને ઘટે છે.
૯. કચ્છના ઇતિહાસ અને સ્થાપત્યના અભ્યાસી સ્વ॰ શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ, “સ્વદેશના વિ॰ સં॰ ૧૯૮૦ના દીપેાત્સવી અંકમાં છપાયેલ એમના “ કચ્છની સ્થાપત્ય કળાના ચેાડા અવશેષો ’....નામે લેખ(પૃ૦ ૭૫)માં કોઠારાના જિનમંદિરની કળાની પ્રશંસા કરતાં કહ્યું છે કે—
“ કારીગરી અને કળાની દૃષ્ટિએ ઉચ્ચ કોટીમાં ગણી શકાય એવુ એ છે. મનુષ્યા અને પ્રાણીઓનાં તરેહવાર આકૃતિવાળાં ન્હાનાં મોટાં પુતળાઓ પરનુ` કોતરકામ છ કરી નાખે એવું છે. કોઈ સાર`ગી બજાવતી તા કોઈ તાઉસથી શોભતી, કોઈ ડમરૂથી તાલ દેતી તે। કોઈ કરતાળથી શાભી રહેતી, એવી અનેક તરેહની સ્ત્રી આકૃતિઓથી વિભૂષિત થયેલા વિભાગો એવા તો સરસ રીતે યેાજાયેલા છે કે, એક વખત । કચ્છી સલાટોની શિલ્પકળા માટે આફરીનના ઉદ્ગારો કહાડયા વિના રહેવાતું નથી, ત્રણ ત્રણ હાથીઓની ત્રિકડીના દંતશૂળાથી બન્ને બાજી આધાર પામતા તાકોના દૃશ્યથી હાથીઓના મજબૂત બાંધકામની પ્રશ"સા કરવી કે તાકો વાળવાનાં વિટ કામની વાહ વાહ ખેાલવી એના નિર્ણય થવા મુશ્કેલ થઈ પડે છે...... અને એવી અનેક ચિત્ર-વિચિત્ર આકૃતિથી સુંદર અને શેર્ભિત બે માળનું આ મંદિર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org