SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ કચછની મેટી તથા નાની પંચતીથી ૨૦૯ આગળ સૂચવ્યું તેમ, આ તીર્થધામના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે. મુખ્ય મંદિ૨ના ઉપલે માળે ત્રણ મુખજી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. એમાં વચ્ચેના ચામુખજીમાં ધર્મનાથ ભગવાનનાં, વિ. સં. ૧૯૦૩માં પ્રતિષ્ઠિત કરેલ, મેટાં બિ બને છે. અન્ય બે મુખજીમાં વિ. સં. ૧૮૭૫ તથા ૧૮૯૩માં અંજનશલાકા કરેલ શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી સુપાર્શ્વનાથ, શાશ્વત જિન વગેરેની પ્રતિમાઓ પધરાવી છે. ભોંયરામાં પધરાવેલ શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમાની મુખાકૃતિ, બીજી જિનપ્રતિમાઓની મુખાકૃતિ કરતાં જુદા પ્રકારની હેઈ, દર્શકનું વિશેષ ધ્યાન ખેંચે છે. - જિનાલયના ઘુમ્મટમાં નાનું લેલક, મેર પૂતળીઓ (શાલભંજિકાઓ) અને ફરતી સામાન્ય કેરણી કરવામાં આવેલ છે. અને છતમાં પણ કાલિયનાગદમન જેવા કેટલાક કથાપ્રસંગો, સૂર્ય અને ચંદ્રની આકર્ષક આકૃતિઓ તથા જુદાં જુદાં સુશોભને કેતરવામાં આવ્યાં છે. આ બધું કોતરકામ સાદા પથ્થરમાં કરેલું છે. મુખ્ય જિનાલયની આસપાસ બનેલ મંદિરમાં જુદા જુદા તીર્થ કરીને મૂળનાયક તરીકે બિરાજમાન કર્યા છે. આમાં કયાંક ગણધર ભગવંતને તે ક્યાંક ચોમુખજીને પણ પધરાવવામાં આવેલ છે. એક દેરીમાં ભગવાન ઋષભદેવનાં પગલાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. મુખ્ય મંદિરની ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનનું નાનું મંદિર છે, તે આ બધાં મંદિરે કરતાં વધારે પ્રાચીન હોય એમ લાગે છે. સંભવ છે કે, તે આ વિશાળ જિનાલય બન્યા પહેલાંનું કંઠારા ગામનું દેરાસર હાય, અને એ દેરાસરને સમાવી લઈ શકાય એ રીતે નવા મંદિરને નકશો બનાવવામાં આવ્યો હેય. પણ આ તો કેવળ અનુમાન જ છે. - નાનાં-મોટાં અનેક જિનાલયોથી શોભતા આ તીર્થસ્થાનની આસપાસ પાંચ કોઠાવાળે ઊ‘ચો ગઢ રચીને એને સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. આ ગઢનું પ્રવેશદ્વાર બાર ફૂટ જેટલું ઊંચું અને છ ફૂટ પહોળું છે. એ પ્રવેશદ્વારના થાંભલા તથા તેરણ ઉપર સારા પ્રમાણમાં કરણી કરવામાં આવી છે, અને એની બન્ને બાજુ, આબૂના દેરાસરમાંના દેરાણી-જેઠાણીના ગોખલાની યાદ આપે એવા, સુંદર કોતરણીવાળા ગોખલાઓ રચવામાં આવ્યા છે. આવું સોહામણું પ્રવેશદ્વાર જોઈને જ ભાવિક યાત્રિકને જાણે એ વાતને અણસાર મળી જાય છે કે, ભગવાન તીર્થકરની પ્રતિમાઓની સાથે સાથે એને શિલ્પકલાની સમૃદ્ધિનાં દર્શનને પણ કેવો લહા મળવાને છે ! ૭૮ ફૂટની લંબાઈ ૬૯ ફૂટની પહોળાઈ અને ૭૩ ફૂટની ઊંચાઈ જેવી વિશાળતા ધરાવતા અને નાનાં-મોટાં બાર જેટલાં શિખરે, ઘુમ્મટે, સામરણથી દૂર દૂરથી ભાવિક જનનું તથા કળાના ઉપાસકનું ધ્યાન ખેંચતા, આ ઉન્નત જિનપ્રાસાદને જોઈને તો એમ જ લાગે છે કે, કઈ મને હર ગિરિવરને સુંદરતાથી શોભતે નાનું સરખે ભાગ, પિતાનાં અનેક રળિયામણું શિખરો સાથે, કોઠારાની ધરતી ઉપર આવીને ગેહવાઈ ગયે ન હોય! નવ જિનાલયના સમૂહથી ભર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy