________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (૬) શેઠશ્રી ઝુમખલાલભાઈ લક્ષ્મીચંદ મહેતા,
સભ્ય
માંડવી : (૭) , સંઘવી વલભજીભાઈ ઓતમચંદ સંઘવી,
માંડવી (૮) છ કલ્યાણજીભાઈ માવજી શાહ,
બીદડા ) » કુલીનકાન્તભાઈ નારાણજી શાહ,
વરાડીઆ (૧૦) , મૂલચંદભાઈ કરમસી શાહ,
માંડવી (૧૧) ) નાનાલાલભાઈ મોતીચંદ સંઘવી,
* મુંદ્રા (૧૨) , ખીમજીભાઈ ચત્રભુજ શાહ,
કોઠારા શરૂઆતનાં મકાન–વિ. સં. ૨૦૦૧ની સાલમાં ભેજનાલય શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તે વખતે તે, એ માટેનું કેઈ સ્વતંત્ર મકાન તૈયાર ન હતું એટલે, એની શરૂઆત બેંતાલીવાલી ધર્મશાળામાં કરવામાં આવી હતી. ત્યાં દેઢેક વર્ષ સુધી ભોજનાલય ચાલુ રાખ્યા પછી એ માંડવીવાલી ધર્મશાળામાં ફેરવવામાં આવ્યું. ત્યાં એ સાડાસાત વર્ષ સુધી ચાલુ રહ્યું. આ રીતે ૯ વર્ષ (વિ. સં. ૨૦૦૧ થી ૨૦૦૯ની સાલ) સુધી તે, જેમ તેમ કરીને, આ બે ધર્મશાળાઓમાં ભેજનાલય ચાલુ રાખવામાં આવ્યું, પણ જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ ભોજનાલયને લાભ લેનારાઓની સંખ્યામાં વધારો થતો ગયો, એટલે સંસ્થાના સંચાલકોને લાગ્યું કે ભેજનાલયને માટે બધી સગવડવાળું, વિશાળ અને સ્વતંત્ર મકાન હેય એ જરૂરી છે.
ભેજનાલયનું સ્વતંત્ર અને સુંદર મકાન–-ભોજનાલયની શરૂઆત કરવામાં આવી તે અરસામાં જ સંસ્થાનું મકાન બાંધવા માટે, ભુજપુર નિવાસી શ્રી રવજીભાઈ ગોશર ભેદા તરફથી શ્રી દેવજીભાઈ ટોકરશીએ, એકત્રીસ હજાર કેરી (આશરે દસ હજાર રૂપિયા) આપવાનું વચન આપ્યું હતું. પણ આટલી રકમથી ભોજનાલયની જરૂરિયાતને પહોંચી વળે એવું મકાન, એ વખતમાં પ્રવર્તતી મોંઘવારી પ્રમાણે, બની શકે એમ ન લાગ્યું. સમય જતાં આ દાતાએ આ રકમ પંદર હજાર કરી આપી; પણ સરખું મકાન બનાવવાના ખર્ચનો અંદાજ પિસ્તાલીસ હજાર જેટલો આવ્ય; એટલે સંસ્થાના સંચાલકોએ આ માટે મુંબઈ જઈને ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. આ નિર્ણય મુજબ, તે વખતની કાર્યવાહક કમીટીના બને વગદાર અને ભાવનાશીલ મંત્રીઓ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજીભાઈદેવશી ભુજપુરવાળા અને શ્રી મૂળચંદ રાયશી વોરા અંજારવાળાએ, મુંબઈ પહોંચીને અને ખૂબ પ્રયત્ન કરીને, ભેજનાલય મ ટે (વિ. સં. ૨૦૦૯ની સાલના અરસામાં) સાઠ હજાર રૂપિયા જેવું માતબર ફંડ એકત્ર કર્યું. એમાંથી અરધી એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ અત્યાર સુધી ભોજનશાળા ચલાવવામાં થયેલ નુકસાનીને ભરપાઈ કરવા માટે આપવાનું અને બાકીના ત્રીસ હજાર રૂપિયા મકાનમાં ખર્ચવાનું નક્કી કરવામાં આવ્યું. દાતાએ આપેલ પંદર હજાર અને આ ત્રીસ હજાર રૂપિયા મળીને મકાન માટે પિસ્તાલીસ હજાર રૂપિયાની પૂરેપૂરી જેગવાઈ થઈ ગઈ હતી. અને આ દરમ્યાન શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીએ આ મકાન માટે કાસરની ૧૦૦' x ૧૦૦ ફૂટ લાંબી પહેળી (અર્થાત્ દસ હજાર ચોરસ ફૂટ જેટલી) વિશાળ જમીન પણ ભેટ આપી હતી. એટલે પછી ભેજનાલયનું સતંત્ર, વિશાળ અને બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org