________________
વહીવટ અને સગવડો
૧૭૭
પિતાની આટલી લાંબી કાર્યવાહી દરમ્યાન શરૂઆતનાં ૬ વર્ષ લગી તેઓએ સ્ટોરકીપર તરીકે અને વિ. સં. ૨૦૧૦ ની સાલથી પેઢીના મુખ્ય મહેતાજી તરીકે કામગીરી બજાવી રહ્યા છે.
શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી તથા તીર્થમાં પેઢી હસ્તકની ધર્મશાળાઓ તથા અન્ય સગવડો વગેરેની વાત પૂરી થઈ હવે, ઘરમાં હાઈ એ કે બહાર હોઈએ, જેના વગર કેઈને ક્યારેય ચાલતું નથી તે, ભેજન માટે આ તીર્થમાં કરવામાં આવેલી વ્યવસ્થાની વાત કરીએ.
- શ્રી વર્ધમાન જૈન ભેજનાલય આહાર એ જીવમાત્રની પહેલાંમાં પહેલી અને અનિવાર્ય જરૂરિયાત ગણાય છે. સંસારવ્યવહારનું કામ કરવું હોય કે ધર્મનું આરાધન કરવું હોય, એમાં જે ખાન-પાનની સરખીસંતોષકારક સગવડ હોય તે કામ સારી રીતે થાય છે. તેમાંય તીર્થસ્થાનમાં જે આ માટે ઉત્તમ સગવડ કરવામાં આવી હોય તે તો એ યાત્રિકોને માટે મોટા આશીર્વાદરૂપ જ થઈ પડે છે. છેલ્લાં ૩૦ વર્ષથી (વિ.સં. ૨૦૦૧ની સાલથી), ઉત્તમ અને ચેખી ખાદ્ય વસ્તુઓની ભોજન સામગ્રી દ્વારા, ચતુર્વિધ શ્રીસંઘની ઉલાસપૂર્વક ભક્તિ કરી રહેલ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થમાનું શ્રી વર્ધમાન જૈન ભોજનાલય જૈન સંઘની આવી જ એક આદર્શ અને યશનામી સંસ્થા છે.
આ ભેજનાલયના પાયામાં એક સેવાપરાયણ, પપકારી અને ભૂખ્યાને ભોજન અપાવવામાં પિતાના જીવનની ધન્યતા માનનાર અલગારી મુનિવરની ભાવના અને સેવા રહેલી છે. મૂળ અમદાવાદના વતની અને સમય જતાં કચ્છના જૈન સંઘ સાથે ગાઢ રીતે સંકળાઈ ગયેલા મુનિવર્ય શ્રી શુભવિજયજી મહારાજ દુખિયાનું દુઃખ અને ભૂખ્યાની ભૂખ દૂર કરવામાં ધર્મ માનનાર એક પરગજુ સાધુ-મુનિરાજ હતા. અને કોઈનું પણ ભલું કરવા માટે સતત ઉદ્યમ કરતાં રહેવું એ એમનો જીવનરસ હતો. આવા મુનિવર ભદ્રેશ્વર તીર્થના યાત્રિકોને તીર્થમાં ખાવા-પીવાની તકલીફ પડે એ વાતને કેવી રીતે સહન કરી શકે ? અને એક વિચાર આવ્યો એટલે એને તરત જ અમલ કરવાને પુરુષાર્થ કરે એ એમનો સ્વભાવ હતો. એટલે, મુખ્યત્વે એમના નિષ્ઠાભર્યા પ્રયત્નથી, અને કચ્છના જૈન આગેવાનોના સહકારથી, વિ. સં. ૨૦૦૧ની સાલના માગસર સુદિ ૬ ના રેજ, ભદ્રેશ્વરમાં શ્રી વર્ધમાન જૈન ભોજનાલય શરૂ કરવાને સ્તુત્યનિર્ણય કરવામાં આવ્યો અને બીજા જ દિવસથી-માગસર સુદિ ૭થી–તે ભોજનાલય ચાલુ પણ કરી દેવામાં આવ્યું. આ ભેજનાલયનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને સર્વત્ર એની ખ્યાતિ એક નમૂનેદાર ભોજનાલય તરીકે વિસ્તરતી રહી, એમાં, એના સંચાલકોની ચીવટ અને સાધર્મિક-ભક્તિની ભાવનાની જેમ, આ મુનિવરની શુભ ભાવનાને પણ માટે હિસ્સો છે. મુનિરાજ શ્રી શુભવિજયજી તો શુભવિજયજી જ હતા–કેઈનું પણ શુભ કરવાને એમનો સ્વભાવ હતો. શ્રીસંઘ સદા કૃતજ્ઞતાપૂર્વક એમનું સ્મરણ કરતો રહશે. [ ચિત્ર નં ૫૭]
ભોજનાલયના વિ. સં. ૨૦૦૧ થી ૨૦૧૦ સુધીના દસ વર્ષના હિસાબે જેમાં આપવામાં આવ્યા છે, એ પહેલા રિપોર્ટમાં મુનિરાજ શ્રી શુભવિજયજીની સેવાઓને અંજલિ આપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org