SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વહીવટ અને સગવડ તરીકે, આ તીર્થની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. આવકનો આ વધારો પણ આ તીર્થ તરફની શ્રીસંઘની વધતી જતી ભક્તિ અને ચાહનાની ગૌરવકથા બની રહે એવો છે. આ તીર્થના છેલા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વિસં. ૧૯૪હ્માં થઈ તે પછી દસેક વર્ષ બાદ કચ્છના સમસ્ત સંઘના આગેવાન કે પ્રતિનિધિઓએ, ભદ્રેશ્વર તીર્થની પવિત્ર છાયામાં એકત્ર થઈને વિ. સં. ૧૯૫૦ના વેશાખ સુદિ બીજ ને સોમવારના રોજ–અક્ષય તૃતીયાના મહાપર્વની આગલી સંધ્યાએશ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થના વહીવટ માટે શેઠ વર્ધમાન કલ્યાણજી નામે એક સ્વતંત્ર સંસ્થા કે પેઢી સ્થાપવાનું અને એને અમલ પણ એ જ તિથિથી શરૂ કરવાનું નકકી કર્યું હતું. અને, આ નિર્ણય થયા પછી વધુ કાળક્ષેપ કર્યા વગર, એ વર્ષમાં (વિ. સં. ૧૯૫૦ ની સાલમાં) જ એ સંસ્થાનું બંધારણ ઘડી કાઢીને કચ્છના શ્રીસંઘે પાસે એ મંજૂર પણ કરાવી લેવામાં આવ્યું હતું. આ ઉપરથી જોઈ શકાય છે કે કચ્છના જૈન મોવડીઓ પિતાના આ પ્રાણપ્યારા તીર્થનાં વહીવટ અને સંચાલન સુચારુ રીતે થતાં રહે એવું કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર ઊભું કરવા માટે કેટલા ઉત્સુક હતા. આવું વિશ્વાસપાત્ર અને શક્તિશાળી વ્યવસ્થાતંત્ર તૈયાર કરવામાં મુંબઈમાં વસેલા કચ્છના જૈન અગ્રણીઓના માર્ગદર્શને પણ ઘણું મહત્વ અને ઉપયોગી ફાળો આપ્યો હશે એમ કહેવું જોઈએ. અને, જાણે શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના કરવા પાછળની કચ્છના મોવડીઓની ભાવના, શતદળ કમળની જેમ, વિશાળ રૂપમાં સફળ થઈ હોય એમ, આ તીર્થ છેલ્લા કેટલાક દાયકાઓમાં ખૂબ જાહોજલાલ અને લોકપ્રિય બન્યું છે–તે એટલે સુધી કે જેનધર્મની અનુયાયી ન હોય એવી વ્યક્તિએ પણ ધર્મભાવના અને કળાના સંગમ સમાં આ તીર્થના દર્શને ઠીક ઠીક સંખ્યામાં આવવા લાગી છે; અને તીર્થની ભવ્યતા અને વ્યવસ્થા જેઈને ખૂબ પ્રભાવિત થઈને જાય છે. શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના કરવામાં આવી તે પહેલાં પણ આ તીર્થની વ્યવસ્થા કચ્છનો સંઘ જ સંભાળતો હતો. એમ લાગે છે કે એ વખતે કચ્છનાં જુદાં જુદાં શહેર, ગામો અને ગચ્છોના વગદાર અને ધર્મભાવનાશીલ મોવડીઓના બનેલ મંડળ દ્વારા, મહાજનના ધોરણે અથવા જૈન સંઘની પરંપરાગત સંઘવ્યવસ્થાને ધોરણે, આ તીર્થને વહીવટ ચલાવવામાં આવતો હશે; પણ એની વિગતો મળી શકી નથી એટલે અહીં એ અંગેની માહિતીની નોંધ કરી શકાઈ નથી. પણ અંગ્રેજી રાજ્યવ્યવસ્થાની અસર જેમ આપણે દેશનાં અનેક ક્ષેત્રો ઉપર પડી હતી, તેમ ધર્મક્ષેત્રો અને ધર્મતીર્થોને વ્યવસ્થાતંત્ર ઉપર પણ પડી હતી; અને એથી ધર્મતીર્થોના વહીવટ માટે પણ બંધારણે ઘડી કાઢવાની આવકારદાયક પ્રથા શરૂ થઈ હતી. તેથી, સમયની - ૧. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે આપણા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પ્રતિનિધિ-સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની શરૂઆત તે અઢીસો વર્ષ કરતાં પણ પહેલાં થયેલી હતી; છતાં, એ વખતે એને કારેબાર જૈન સંઘની પરંપરાગત સંઘવ્યવસ્થા અથવા પ્રણાલિકાના ધોરણે જ ચાલતો હતો; અને એનું કાયદેસરનું બંધારણ તે, શ્રી ભદ્રેસરની શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપનાને કચ્છના શ્રીસંઘે વિસં. ૧૯૫વ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy