________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ (૫) વિસં. ૧૩૦૪ને પ્રતિમાલેખ
(જુઓ, ચિત્ર નં. ૪૧). [1] स. १३०४ वैशाख सुदि ७ गुरौ वस्ता नागेन्द्रपदमाभ्यां सुता च्छाद्र श्रेयार्थ श्रीमहावीर[2]रबिम्बं कारित प्रतिष्ठित श्रीसरवालगच्छीय श्रीवीरसूरिभिः॥
અર્થ—-વસ્તા નાગેન્દ્ર (અને એની પત્ની) પદ્માએ (એમની) પુત્રી છાક્રના કલ્યાણ માટે, વિ. સં. ૧૩૦૪માં વૈશાખ સુદિ ૭ને ગુરુવારે, શ્રી મહાવીરનું બિંબ કરાવ્યું અને એની પ્રતિષ્ઠા શ્રી સરવાલગચ્છના શ્રી વિરસૂરિએ કરી.
થોડીક વિચારણું–ભગવાન મહાવીરની પ્રતિમા વગરનું છતાં ઉપર મુજબ પ્રતિમાલેખ ધરાવતું આ પબાસણ અહીં કયા સ્થાનમાંથી લાવવામાં આવ્યું હશે એ નિશ્ચિત રૂપે કહી શકાય એમ નથી; તેમ જ એ લેખમાં સ્થાનનું નામ પણ આપેલું નથી. આમ છતાં એ ભદ્રેશ્વર તીર્થના જિનમંદિરના ઉપરના અવાવરુ ઓરડામાં, બીજાં કેટલાંક સ્થાપત્યો (જેમાંનાં કેટલાંક જૈન સિવાયનાં પણ છે એની) સાથે, સચવાયું છે, તેથી કદાચ એવું અનુમાન કરી શકાય કે એ ભદ્રેશ્વર તીર્થ માં કોઈ બીજા જિનમંદિરમાં પધરાવવામાં આવેલ ભગવાન મહાવીરની પ્રતિમાનું પણ હોઈ શકે. અને જો આવું અનુમાન કરીએ તે, એથી જરા આગળ વધીને, એક બીજું અનુમાન કરવાનું પણ મન થાય કે, “જગડૂચરિત”ના છઠ્ઠા સગના ૪૨-૪૩માં લેકમાં ભદ્રેશ્વરમાંના શ્રી વીરસૂરિજીએ કરાવેલ શ્રી મહાવીરસ્વામીના જે જિનમંદિરમાં (પ્રાણા વીનાથી શ્રી વિરજૂરિયાક્તિ) જગડૂશાએ મોટી ભમતી કરાવી હતી, તે જિનમંદિર આ પ્રતિમાવાળું તો નહીં હોય? ઉપર આપેલ પ્રતિમાલેખમાં ભગવાન મહાવીરનું અને શ્રી વીરસૂરિનું-એમ બને નામ આપેલાં છે, તે જોઈ શકાય છે. વળી, “જગડૂચરિત” ના ઉપર સૂચવેલ બે લોકમાં જગડુશાએ એ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાનું નથી લખ્યું, પણ મંદિરને ફરતી મોટી ભમતી કરાવ્યાનું અને સોનાનો કળશ " शिवालये चउ ग्रामान् द्विपंच च तृमंडने । पुन्यदानक्षता किर्ति मुन्यकान् ग्रामसप्तमै ॥४॥ દેવલમાં લખેલ છે.”(આ ગ્લૅકોમાં અશુદ્ધિઓ ઘણું જ છે, એ જોઈ શકાય છે.)
માંડવીની પ્રતિમાંના આ લેકની પહેલાંના લખાણમાં રાવળ જામે કરછ છેડીને હાલારમાં જતી વખતે જુદાં દાં દેવસ્થાનેને ૯૭ ગામ દાનમાં આપ્યાનું લખ્યું છે, અને એની વિગત ઉપર નોંધેલ ૪ લેકમાં આપી છે. પણ જે તે દેવસ્થાનને ભેટ આપવામાં આવેલ ગામોની જે સંખ્યા આ કેમાં જણાવવામાં આવી છે, તે (૫૨+૨૮+૧૨+૪+૧૦+૭ મળીને) ૧૧૩ જેટલી થાય છે. ૯૭ અને ૧૧૩ વચ્ચેને આ ફે૨ એક જ લખાણુમાં કેવી રીતે આવ્યું હશે અને તેનું સમાધાન કેવી રીતે કરવું તે સમજાતું નથી–સિવાય કે આ શ્લોકને અને એમાં આપેલ નામે તથા સંખ્યાને અર્થ સમજવામાં કઈ ભૂલ થતી હોય અને એને જુદો અર્થ થતો હેય.
આ લેકે આપ્યા પછી માંડવીની પ્રતમાં રાવળ જામે ભદ્રેશ્વર તીર્થને અર્પણ કરેલ બાર ગામોની યાદી આપી છે. આ યાદી આ પુસ્તકના ૧૩૬મા પાને આપી છે.
ભદ્રેશ્વરની પ્રતને ઉતારો આ પ્રકરણને અંતે આપવામાં આવ્યું છે, એટલે એમાં આ ૪ શ્લે કે જે રીતે નેધાયેલા છે, તે રીતે ત્યાં નેધી લેવામાં આવ્યા છે, તેથી અહીં આપ્યા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org