________________
૧૫૩
શિલાલે
બાવીને [41] સધાજના) (5)ટfમરમણિ: સંતપ્ત પ્રમઃ
સંપાવતુ તિરાડમા પુષમા [42] ઝનો (ઘ) I શ્રી મુનgવાતā(%) મુળ મુમતા(ત્તિ)તાર (વિના)તારની લા(સત્તા શ્રી પુરુ) છે
આ શિલાલેખને ભાવાથ–શિલાલેખની પહેલી પાંચ લીટીઓમાં ભગવાન મહાવીર અને ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કરવામાં આવી છે. પછી એમાં જણાવ્યું છે કે કચ્છ દેશમાં ભદ્રાવતી નામની નગરી હતી. એમાં મહાન ઋદ્ધિવાન દેવચંદ્ર નામના શ્રાવકે, લાખના લેખે દ્રવ્ય ખરચીને, વીર નિર્વાણ સંવત ૨૩માં, એક દેરાસર બંધાવ્યું હતું અને એમાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી હતી. અને અત્યારના વખતમાં, જીર્ણોદ્ધાર માટે, ગભારામાં મૂળ નાયકની પાછળની ભીંતનું ખોદકામ કરાવવામાં આવતાં, એક બહુ જ નાનું તામ્રપત્ર મળી આવ્યું હતું. એમાં ૪ દેવચંદ્રાચાર્શ્વનાથવાતો...... ૨૩ તિા એ પ્રમાણે અક્ષર (કતરેલા) છે. આ ઉપરથી એમ લાગે છે કે, વીર નિર્વાણ પછી ૨૩ વર્ષે, દેવચંદ્ર નામના શ્રેષ્ઠીઓ આ ચૈત્ય કરાવ્યું હતું. તે પછી વિ૦ સ ૦ ૧૩૧૫ના મહાદુકાળમાં દેશ-વિદેશના લાખો માનવીઓને અન્નવસ્ત્રની વહેંચણી કરીને અમર કીતિને વરનાર શ્રેષ્ઠીવર્ય જગડૂશાએ વિસં. ૧૩૨૩માં પુષ્કળ ધન વાપરીને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પછી ભદ્રાવતી નગરી કાળક્રમે ઘસાતી ભૂ સાતી સાવ નાશ પામી. એની નજીકમાં જ અત્યારે ભદ્રેશ્વર નામનું ગામ વસ્યું છે. આ આને પ્રાચીન ઈતિહાસ છે. અહીં વિક્રમની ઓગણીસમી સદી પછી (વીસમી સદીના ) પહેલા-બીજા દાયકામાં -વિસં. ૧૯૦૧ થી ૧૯૧૭ સુધી દેશળજી(બીજા)ના રાજ્યકાળમાં, એમણે આપેલમેટી મદદથી, શ્રી શાંતિવિજયજીએ આ છ દેરાસરનું કેટલુંક સમારકામ કરાવ્યું અને પહેલાં મૂળનાયકપદે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા હતી એને પાછળના ભાગમાં પધરાવીને મૂળનાયક તરીકે શ્રી મહાવીર જિનની પ્રતિમા પધરાવી હતી. આ આનો સાંપ્રતકાલીન ઈતિહાસ છે. આ પછી, સમય જતાં, ભદ્રાવતી નગરીનો નાશ થવા છતાં, શ્રીસંઘના ઘણા પુર્યોદયને લીધે, આ મંદિરને હજી સુધી ટકી રહેલું જેઈને શ્રીસંઘ, વિ. સં. ૧૯૩૪ થી, અહીં દર વરસે ફાગણ સુદિ આઠમને યાત્રા-મેળે શરૂ કર્યો. આ અતિ પ્રાચીન ચિત્યને ખૂબ જીર્ણ થયેલું જોઈને, માંડવીના રહેવાસી ઓસવાલ વંશના, વૃદ્ધશાખાના (ખરતર ગ૭ના) . શા મેણસી તેજસીનાં ભાર્યા મીઠીબાઈ નામનાં શ્રાવિકાએ, પિતાના પતિની સૂચના પ્રમાણે, પચાસ હજાર કોરીનું ખર્ચ કરીને, વિ. સં. ૧૯૩૯માં, ભુજપુરના મુનિ શ્રી સુમતિસાગરજી તથા વિનયસાગરજીના ઉપદેશથી, શ્રી ખેંગારજી મહારાજના રાજ્યમાં, આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યું. આ આનો વર્તમાનકાળને ઇતિહાસ છે.
(૨) વિસં. ૧૯ત્રે ગુજરાતી શિલાલેખ
(જુએ, ચિત્ર નં. ૨૦) “ શ્રી માંડવીના રેવાશી શા પીતાંબર શાંતીદાસ હા૦ શા મણશી તેજશી ભારજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org