SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિઓ અને દ્વારે (પૃ. ૧૪૦) જે એમ લખ્યું છે કે “મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ નીચે સં. ૧૯૨૨ને લેખ હેય એમ જણાય છે.” તે બરાબર નથી; પ્રતિમા ઉપર ૬૨ રને અંક એકદમ સ્પષ્ટ છે. બીજે મુદ્દા વિચારવાનો એ છે કે વિસં. ૧૯૨૨ના જીર્ણોદ્ધાર પછી જ્યારે બાવાએ જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શ્રીસંઘને પાછી આપી ત્યારે એને ક્યાં પધરાવવામાં આવી હતી? અને તે પછી દેરાસરની ભમતીના બરાબર મધ્ય ભાગમાં (અર્થાત્ મૂળ મંદિરના પાછળના ભાગના મધ્ય ભાગમાં) આવેલી (૨૫મા નંબરની) મેટી અને મેટા શિખરવાળી દેરીમાં ક્યારે પધરાવવામાં આવી હતી ? આ બે પ્રશ્નમાંના પહેલા પ્રશ્નને ખુલાસે ડે. બજેસના “રિપેટ ઓન ધી એન્ટીવીટીઝ એફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાંના (પૃ૦ ૨૦૮) લખાણ ઉપરથી મળી રહે છે. ડૉ. બજેસે એકસો વર્ષ પહેલાં સને ૧૮૭૪-૭૫ની સાલમાં–આ તીર્થની મુલાકાત લીધી ત્યારે ગભારામાંની મૂળનાયક વગેરેની ત્રણ મૂર્તિઓનું વર્ણન આપ્યા પછી તેઓએ લખ્યું છે કે “ગભારામાં જમણી બાજુ છેક છેડા ઉપર કાળા અથવા શામળા પાર્શ્વનાથની પ્રતિમા છે.”૨૭ આનો અર્થ એ થયે કે ભદ્રેશ્વરનો છેલ્લે જીર્ણોદ્ધાર વિ.સં. ૧૯૩૪-૩૯ વચ્ચે (ઈ. સ. ૧૮૭૮-૧૮૮૩ વચ્ચે) થયો તે પહેલાં, જ્યારે ડે. બજેસે આ તીર્થની મૂલાકાત લીધી ત્યારે, બાવાએ પાછી આપેલી જૂના મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને દેરાસરના ગભારામાં જમણી બાજુ પધરાવવામાં આવેલી હતી. તો પછી એ પ્રતિમાને દેરાસરની ભમતીની વચ્ચોવચ્ચ આવેલી (૨૫ નંબરની) માટી દેરીમાં ક્યારે પધરાવવામાં આવી હશે એનો ખુલાસો વિસં. ૧૯૩૯ના છેલા જીર્ણોદ્ધાર પછી જે માટે સંસ્કૃત શિલાલેખ દેરાસરના રંગમંડપમાં જમણી બાજુ ચાડવામાં આવ્યો છે, તેમાંથી મળી રહે છે. આ અંગે એશિલાલેખમાં લખવામાં આવ્યું છે કે “પૂર્વ શ્રોજાશ્વનાથ_તિમા મૂતનાથत्वेनाभूत्. तां च पाश्वे सस्थाप्य मूलनायकपदे श्रीमहावीरजिनप्रतिमा रक्षते, इत्थं इतःपरमिद ધં થીજાવોગામ સનાતનું 1 (અર્થાત્ પહેલાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા મૂળનાયક તરીકે હતી. તેને પાછળ સ્થાપન કરીને મૂળનાયક પદે શ્રી મહાવીર જિનની પ્રતિમા રક્ષા કરે છે, એ રીતે આ પછી આ ચત્ય શ્રી મહાવીર જિનનું થયું.) આ ઉપરથી એ સ્પષ્ટ રૂપે જાણી શકાય છે કે વિસં. ૧૯૩૯ના છેલ્લા જીર્ણોદ્ધાર વખતે શામળા પાર્શ્વનાથની પ્રતિમાને પાછળ (ભમતીમાં) સ્થાપન કરવામાં આવી હતી. ઉપર આપેલ શિલાલેખમાં જે એમ કહેવામાં આવ્યું છે કે “આ પછી આ ચૈત્ય શ્રી મહાવીર જિનનું થયું” એનો અર્થ સામાન્ય રીતે એવો થાય કે નવા મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ પહેલવહેલી આ વખતે જ થઈ હશે. પણ આનો અર્થ એમ ન કરતાં એ કર સમુચિત છે કે આ છેલા જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વખતે ભગવાન મહાવીરની પ્રતિમાની મૂળનાયક તરીકે ફરી 29. On the extreme right is an image of the black or samla Parsvanatha. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy