SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ “ સ. ૬૨૨ ના કળે” ” એવું સ્પષ્ટ અને અસંદિગ્ધ લખાણ કોતરેલું જોઈ ને આપણા પ્રાચીનતાપ્રેમી માનસને, પહેલી તકે જ, એમ માનવાનુ મન થઈ આવે કે આ પ્રતિમા વિક્રમના સાતમા સૈકાની પહેલી પચ્ચીશીમાં બની હાવી જોઈ એ, એ સ્વાભાવિક છે. વળી, જોગાનુજોગ, આ તીના છાઁદ્વારની નામાવલીમાં જેના ચેાથેા નખર છે તે કનકચાવડાનેા જીર્ણોદ્ધાર વિસ’૦ ૬૨૨ની સાલમાં જ થયાની વાત પ્રચલિત છે, એટલે એ પ્રસંગ સાથે આ વાત અ`ધ બેસી જતી હોય એવા આભાસ પણ થાય છે. પણ, પ્રચલિત કથા પ્રમાણે, કનક ચાવડાએ ઉદ્ધાર કરાવ્યેા ત્યારે, મૂળનાયક તરીકે મહાવીરસ્વામી નહી પણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન થયેલી હતી, એટલે આ વાતને અકસ્માત-અણધારી રીતે-થઈ ગયેલ એક જોગાનુજોગરૂપ જ માનવી જોઈ એ. નવા મૂળનાયક વર્તમાન ભગવાન મહાવીરની પ્રતિમાને એના ઉપરના સ૦ ૬૨૨ના અંકને કારણે, છેક વિક્રમના સાતમા સૈકા જેટલા પ્રાચીન સમયમાં અ‘જનશલાકા થયેલી માનવામાં એક મુશ્કેલી એ છે કે આ પ્રતિમા સાદા પથ્થરની નહીં પણ આરસપહાણ (સ‘ગેમરમર) માંથી બનાવવામાં આવી છે; અને જિનપ્રતિમા માટે સંગેમરમરના ઉપયાગ, બહુ માટે ભાગે, વિક્રમની અગિયારમી સદીથી-લગભગ દઉંડનાયક વિમળશ!ના સમયથી-શરૂ થયા એવુ જાણવા મળે છે. કદાચ આ પ્રતિમાને આ બાબતમાં અપવાદરૂપ લેખીએ તાપણુ ખીરુ વિચારવા જેવી વાત, છઠ્ઠી-સાતમી સદીની પ્રતિમાએની આકૃતિ કરતાં, બાહુઓની ગાઠવણીમાં આ પ્રતિમા જુદી પડે છે, એ છે. આવી પ્રાચીન પ્રતિમાઓમાં ખભા કરતાં કોણીના ભાગ પહેાળા હાય છે, જ્યારે છેલ્લા ૮-૧૦ સૈકાઓની પ્રતિમાએના ખભા અને કોણીના ભાગ એક જ સીધમાં (એટલે કે સીધા) બનાવવામાં આવે છે. આ ખીજી વાતને પણ ગૌણ ગણીએ તાપણુ એક ત્રીજોમુદ્દો એ છે કે જે, આ પ્રતિમાને વિક્રમના સાતમા સૈકા જેટલી પ્રાચીન માનવામાં, હલ ન થઈ શકે એવી મુશ્કેલી ઊભી કરે છે. આ મુદ્દો છે મૂર્તિ ઉપરના સ.... કરર ના વર્ષે” એ લખાણના અક્ષરાના મરોડને લગતા. આ અક્ષરાના મરાડ તા અત્યારના ચાલુ અક્ષરાના મરાડને બિલકુલ મળતા અને ગમે તે વ્યક્તિ વાંચી શકે એટલે આધુનિક છે; જ્યારે સાતમી સદીની લિપિ દેવનાગરી નહીં પણ બ્રાહ્મી નામે જાણીતી પ્રાચીન લિપિ હતી અને એ લિપિના વિશેષ અભ્યાસી જ એને ઉકેલી શકે છે. આ મૂર્તિ ઉપરના આ લખાણની લિપિ આટલી પ્રાચીન છે નહીં. વળી, આ “ સં. ૬૨૨ ના વર્ષે ’’ એ લખાણમાંના છઠ્ઠી વિભક્તિના ના’ પ્રત્યય પણ પ્રાચીન નહીં પણ અર્વાચીન જ છે. એટલે એને સાતમી સદી જેટલી પ્રાચીન માનવાની આડે આ બધી એવી મુશ્કેલીએ છે કે જેના ઉકેલ મળી શકતા નથી. ડાઁ. ખજે સે એમના “રિપોટ એન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં(પૃ૦૨૦૮)આ અંક ૬૨૨ના બદલે ૧૬૨૨ હાવાની૨૬શકથતા જણાવી છે તે ધ્યાનમાં લેવા જેવી લાગે છે. અને જો ૬૨૨ની સાલના આ અંકને ૧૬૨૨ના ગણીએ તેા તે વિસ′૦ ૧૬૨૨માં શ્રીસ`ઘે કરાવેલ જીર્ણોદ્વારની સાલ સાથે એ બરાબર મળતા આવે છે, એ દેખીતુ છે. શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ઉપરના લખાણની બાબતમાં “જૈન તીથ સ` સ`ગ્રહ ''માં ૨૬. ......and has carved upon it the figures 622 probab1y for S. 1622 = (A.D. 1565). ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy