SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 'આપત્તિઓ અને કર્ણોદ્ધારે (૪) મહમૂહગઝનવીએ સને ૧૯૨૪માં સોમનાથ ઉપર ચડાઈ કરી ત્યારે સોલંકી વંશનો રાજા ભીમદેવ પહેલો અણહિલવાડથી નાસીને કરછના કંથકોટના પહાડી કિલ્લામાં ભરાઈ ગયો હતો. મહમૂદે એ ગઢ ખાલી કરવાની દુશ્મનોને ફરજ પાડી; અને બે વર્ષ બાદ એ ગઝની પાછો ફર્યો. આ અરસામાં ભીમદેવે ભદ્રેશ્વરનો કિલે બંધાવી આપ્યું હતું. આ પછી, બેએક સિકા બાદ, જ્યારે શાહ સોદાગર જગડુને સમય આવ્યો ત્યારે, તેરમા સૈકાના પાછલા ભાગમાં, ભદ્રેશ્વર કચ્છની રાજધાની બન્યું હતું અને એના ઉપર પ્રતિહાર વંશના ભીમસિંહનું રાજ્ય ચાલતું હતું.ગૂર્જરપતિ વિરધવલે એને જીતીને ત્યાં પોતાનો પ્રતિનિધિ મૂક્યો; એનું નામ ભાડલ (કે ભાડલ ભૂપ)હતું. એ ભદ્રેશ્વર ઉપર ગૂજરપતિની વતી શાસન ચલાવતો હતો. વિરધવલ પછી, વિક્રમના તેરમા સૈકાના અંતમાં (વિ. સં. ૧૨૯૯માં), એને પુત્ર વિસલદેવ ગુજરાતના સિંહાસને બેઠો અને એણે ગુજરાતની રાજધાની ધોળકામાંથી અણહિલવાડ પાટણમાં ફેરવી. આ વખતે પણ ભદ્રેશ્વરનો કારોબાર ભાડલ ભૂપ સંભાળતે હતો.આ અરસામાં પારકરના રાજા પીઠદેવે ભદ્રેશ્વર ઉપર ચડાઈ કરીને એનો કિલ્લો તોડી પાડ્યો. પછી જ્યારે જગડુ શાહે એ કિલો ફરી ચણાવવાની પેરવી કરવા માંડી તે પીઠદેવે પોતાના દૂતને મેકલીને એને એમ કરતાં રોકવાનો પ્રયત્ન કર્યો. તે કહ્યું કે જે ગધેડાના માથા ઉપર સીંગડાં ઊગે તે તારા હાથે આ કિલ્લો બની શકે. જગડુ શાહે એ પડકાર ઝીલી લીધે; અણહિલવાડના રાજા લવણુપ્રસાદના સિન્યની સહાયથી ભદ્રેશ્વરમાં નવે કિલ્લો ઊભો કર્યો અને એમાં સોનાનાં શીંગડાંવાળો પથ્થરને એક ગધેડે પણ બનાવ્યો. પછી પીઠદેવ તે કિલો તોડી પાડવા ફરી ચડી આવ્યો, પણ જગડ઼ શાહ, ગૂર્જરપતિના સિન્યથી, એને પરાજિત કર્યો. બાપડા પીઠદેવને મજબૂત કિલ્લે અને સોનાનાં શીંગડાંવાળે ગધેડો જોઈને એ કારમે આઘાત લાગ્યો કે એ ત્યાં જ મરણ પામ્યો ! જ્યારે પીઠદેવે આ પ્રમાણે ભદ્રેશ્વર ઉપર બે-બેવાર ચડાઈ કરી હશે, ત્યારે એ તીર્થ પણ એની નુકસાનકારક અસરથી નહીં બચી શકયું હોય, એ સહેજે સમજી શકાય છે ( કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૪૫ શ્રી જગડૂચરિત, સર્ગ ૫, શ્લોક ૪-૪૦; પ્રબંધકોશ, પૃ૦ ૧૦૪, ૧૦૬; પ્રબંધપંચશતી, જગડૂસાધુપ્રબંધ, પૃ. ૬). ' () “કચ્છની લોકકથાઓ” ભાગ ૧, પૃ. ૫૪-૫૫ ઉપરની નંધમાં, એના લેખક શ્રી લાલજી મૂળજી જોષી લખે છે કે “પઢિયાર રજપૂતની હકૂમત જતાં શહેરની (ભદ્રેશ્વરની) ઉન્નતિસમૃદ્ધિ પણ હટવા લાગ્યાં. ધરતીકંપથી થયેલ ફેરફારો અને ઉપરાઉપરી પડેલ દુષ્કાળના સબબસર તથા રાજના પરિવર્તનના લીધે આ સમૃદ્ધિશાળી શહેર દિન-પ્રતિદિન પતન તરફ ઘસડાવા લાગ્યું.” (૬) કચ્છમાં વિક્રમની ૧૧ કે ૧૨મી સદીમાં એ માટે કુદરતી ફેરફાર થયો કે એને લીધે જળ-થળમાં જબરા ફેરફાર થયા અને ઊંડા જળવાળા પ્રદેશ રણમાં ફેરવાઈ ગયા હતા.(કારા ડુંગર કચ્છજા, પૃ. ૯૬). (૭) જગદ્ગશાના સમયમાં વિ. સં. ૧૩૧૩-૧૪-૧૫ એ ત્રણ વર્ષ માટે કચ્છ સહિત, ગુંજરાત, સૌરાષ્ટ્ર વગેરે દેશના ઘણા ભાગમાં વ્યાપક દુષ્કાળ પડ્યો હતો, એ વાત જાણીતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy