________________
આપત્તિઓ અને જીર્ણોદ્ધારે
અન્ય સ્થાને અને તીર્થોની જેમ, ભદ્રાવતી નગરી અને ત્યાંનું ભગવાન પાર્શ્વનાથનું તીર્થ પણ, ક્યારેક કુદરતના તે ક્યારેક માનવીના, તો ક્યારેક વળી એ બન્નેના કેપનો ભંગ બનીને વેરવિખેર અને વિસ્ત થતાં રહ્યાં છે; પણ ભાગ્યે એને ઉદ્ધાર કરનારાં નરરત્નો પણ સમયે સમયે મળતાં રહ્યાં છે. આમ છતાં ભદ્રાવતી નગરીનું સમુચિત રક્ષણ કરનારા પૂરતા પ્રમાણમાં નથી જાગ્યા, એ વાતની સાક્ષી તે એક કાળની વિરાટ ભદ્રાવતી નગરી આજે નિસ્તેજ બની ગયેલા નાના સરખા ભદ્રેશ્વર ગામરૂપે હસ્તી ધરાવે છે, એ બીના જ પૂરે છે. આની સામે ભદ્રેશ્વર તીર્થ કંઈક જુદી જ વાત કહી જાય છે. છેક પ્રાચીન સમયથી અનેક આસમાની-સુલતાનીઓ વરસી જવા છતાં, આ તીર્થ અત્યાર સુધી ટકી રહ્યું છે, એટલું જ નહીં, વચ્ચે વચ્ચેના શાંતિના સમયમાં તેમ જ વિશેષ કરીને છેલ્લી અડધી સદી દરમ્યાન એ ઉત્તરોત્તર વધારે જાહોજલાલ, લોકપ્રિય અને પ્રભાવશાળી બન્યું છે, એ પણ એક હકીક્ત છે. અને તે એ તીર્થના સમયે સમયે થતા રહેલા જીર્ણોદ્ધારને, તીર્થસ્થાનના કે પ્રાચીન દેવમંદિરોના જીર્ણોદ્ધાર કરાવવામાં નવીન જિનમંદિર ચણાવવા જેટલા કે તેથી પણ વિશેષ ધર્મને લાભ થતો હોવાનું કથન કરતાં ધર્મશાસ્ત્રોને તથા શ્રીસંઘના . અંતરમાં વસેલી ધર્મરક્ષા, સંઘરક્ષા અને તીર્થરક્ષાની ભાવનાને આભારી છે. આ ભાવનાનો લાભ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થને કેટલા મોટા પ્રમાણમાં મળે છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે.
લગભગ અઢી હજાર વર્ષ પહેલાં આ તીર્થની સ્થાપના થઈ, તે પછી એના ઉપર ક્યારે ક્યારે, કેવાં કેવાં સંકટો આવતાં રહ્યાં એની સળંગ કડીબદ્ધ માહિતી તો મળતી નથી, છતાં આ તીર્થ ઉપર જેનાથી થોડીઘણી પણ માઠી અસર થઈ હોવાનો સંભવ છે, એવી કચ્છમાં અને ક્યારેક કક્યારેક તે ખુદ ભદ્રેશ્વરમાં જ બનેલી ઘટનાઓની જે કઈ માહિતી મળે છે, તે આ પ્રમાણે છે –
(૧) વિ. સં. ૭૪૧ પહેલાં કચ્છમાં ચવનધર્મને પ્રવેશ થઈ ગયો હતો, એની માઠી અસર બીજા ધર્મો અને એનાં ધર્મ સ્થાને તથા તીર્થધામોને પહોંચી હોય એ સ્વાભાવિક છે. આ યવનધર્મના પ્રસારને અટકાવવા માટે અજપાળે વિ. સં. ૭૪૧માં પોતાનું બલિદાન આપ્યું હતું (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૧૭૦).
૨) ભૂઅડ ચાવડાએ વિ. સં. ૯૭૧-૯૦ વચ્ચે ભદ્રેશ્વર ઉપર ચડાઈ કરી હતી. એના નામથી ભૂઅડ ગામ વસ્યું, જે ભદ્રેશ્વરથી છ માઈલ થાય છે (કરછનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૪૦).
(૩) વિ. સં. ૧૦૦૬ (સને ૯૫૦) પછી કચ્છમાં એ માટે ધરતીકંપ થયો હતો કે જે મહાધરતીકંપ કહેવાય હતો (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૨૩૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org