SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ વસહી” શબ્દનો પ્રયોગ થયે હેય તે તે ભદ્રેશ્વરના જૈન દેરાસર માટે જ થયેલો જોવા મળે છે આ ઉપરથી કંઈક એવી કલપના થઈ આવે છે કે કદાચ, કેઈક કાળે, અમુક વ્યક્તિના નામ સાથે “વસઈ” શબ્દ જોડીને (દાખલા તરીકે “જગÇવસઈ”) આ તીર્થની ઓળખ આપવામાં આવતી હશે અને સમય જતાં, સક્ષેપ માટે કે બીજા કોઈ કારણે, વિશેષનામ વગરનો “વસઈ” શબ્દ ભદ્રેશ્વરના જિનમંદિર માટે વપરાવા લાગ્યો હશે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે ઓખા મંડળમાં દ્વારકાની નજીકમાં આવેલ એક ગામ “વસઈ” કે “વસી”ના નામથી ઓળખાય છે; અને ત્યાંનાં દેરાં “વસીનાં દેરા” તરીકે ઓળખાય છે. પણ અહીં આ પ્રયોગ વસઈ નામના ગામને કારણે થયેલો છે, એ સ્પષ્ટ છે.૧૯ તીર્થના ઉપદેશક-પ્રતિષ્ઠાપક કેણ–આ તીર્થની સ્થાપના માટે ઉપદેશ આપનાર અને આ તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર તરીકે જુદા જુદા ગુરુઓનાં નામ આપવામાં આવ્યાં છે. માંડવીની પ્રતમાં (પૃ. ૧) આચાર્ય ધર્મઘોષસૂરિનું નામ મળે છે. ભદ્રેશ્વરની પ્રતમાં (પૃ. ૨૧) વિમલ કેવલીનું નામ લખ્યું છે. ૧૯“શ્રી કચ્છ-ભદ્રેશ્વરવસહી તીર્થને સંક્ષિપ્ત પરિચયમાં(પૃ૦૧, ૫) કપિલ કેવલીનું નામ મળે છે. અને “કચ્છ ગિરનારની મહાયાત્રા”માં (પૃ. ૧૧૯) તથા “ભારતનાં જૈન તીર્થો ”માં (પૃ૦ ૪૮) સુધર્માસ્વામીનું નામ આપ્યું છે. ૧૮. “બસ્તિ” શબ્દને ભાવ સમજાવતાં ડૉ. એફ. બુશનને (Buchanan) કહ્યું છે કે – “ There are two kinds of temples among the Jains; one covered with a roof and called BASTI; and the other an open area surrounded by a wall and called BETTU, whieh signifies a hill." (જેમાં બે પ્રકારનાં મંદિરે હોય છે; એક પ્રકારનાં મંદિરે છાપરાંથી ઢંકાયેલાં હોય છે અને એ “વરિત” તરીકે ઓળખાય છે; અને બીજા પ્રકારનાં મંદિરે ઉઘાડાં અને ચારેકોર દીવાલોથી વીંટળાયેલાં હોય છે; એને “વૈદ્ર” કહે છે, અને એ ટેકરીનું સૂચન કરે છે.) –એશિયાટિક રિસર્ચ, વો૦ ૯, પૃ. ૨૮૫, સને ૧૮૦૯. ડો. બુશનને આ ખુલાસે દક્ષિણનાં જિનમંદિરને અનુલક્ષીને આપ્યો છે. દક્ષિણની કઈક ભાષામાં વેટ્ટા શબ્દને અર્થ “ટેકરી ” થાય છે. જ્યાં બાહુબળીજીની સૌથી મોટી મૂર્તિ બિરાજે છે, તે શ્રમણ બળગોળા ગામની મોટી ટેકરીને “ોટ વેટ્ટા” અને એની સામેની નાની ટેકરીને “વિ વેટ્ટા” કહેવામાં આવે છે. શ્રી ભદ્રેશ્વરના જિનમંદિર માટે આપણે અહીં એ વાત ધ્યાનમાં લેવાની છે કે દક્ષિણમાં ધરતી ઉપરના જૈન મંદિરને “afeત” કહેવામાં આવે છે. અને વસ્તિ-વસતિ- ટ્ટ--1લી એ રીતે આ શબ્દનું રૂપાંતર થતું રહ્યું છે. ૧૯. ભદ્રેશ્વરની જર્ણ પ્રતને ઉતારો જે બુકનાં પાછળનાં પાનાંઓમાં પંડિત શ્રી આણંદજીભાઈએ લખાવી રાખ્યો છે, તેમાં શરૂઆતનાં પાનાં માં ભદ્રેશ્વર તીર્થનું વર્ણન તથા એ તીર્થ ધામ સંબંધી કેટલીક માહિતી પણ એમણે લખાવેલી છે. એમાં (પૃ. ૧૧) આ તીર્થની સ્થાપના સંબંધમાં તથા મૂળનાયકની પ્રતિમાની ફેરબદલીની બાબતમાં, વધારામાં, એમ પણ લખાવ્યું છે કે આ તીર્થમાં વર્તમાન તીર્થપતિ ભગવાન મહાવીર દેવ મુખ્ય મંદિરે બિરાજે છે.અને અસલ-જના તીર્થપતિ, અસલ મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ દેવ આ તીર્થમંદિરને ફરતાં બાવન જિનાલયો પૈકી ૨૫મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy