________________
તોની સ્થાપના
જોવા મળે છે અને સૌથી વિશેષ નેધપાત્ર બાબત તે, આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ પછી થોડાક વખતમાં જ થઈ હતી, એ પરંપરાગત કથા કે અનુકૃતિની બાબતમાં એમાં એકમતિ પ્રત છે, એ છે. આ ઉપરથી તો એમ પણ લાગે છે કે, જે ઝીણવટથી તપાસ કરવામાં આવે તે, આ તીર્થની માહિતી ધરાવતી, માંડવીની પ્રત જેવી, ૨-૪ પાનાંની બીજી પ્રતે કે એવાં છૂટક પાનાં પણ કદાચ આપણા ભંડારોમાંથી મળી આવે.
સંપ્રતિ રાજાએ તીર્થ સ્થાપ્યાની નવી વાત–આ તીર્થની સ્થાપનાને લગતી જે વિગત ઉપર નેધવામાં આવી છે, તેનાથી જુદી વાત અંચળગચ્છના આચાર્ય શ્રી અમરસાગરસૂરિએ રચેલ “વર્ધમાનપદ્મસિંહ શ્રેણિચરિત્ર”માં મળે છે. આ ચરિત્રમાં (સગ ૮, શ્લોક૧૧) ભદ્રાવતી નગરીનું બીજું નામ “કૌશાંબી” હોવાની વાત, એ મૂળ શ્લોકના અવતરણ સાથે, “ભદ્રાવતી નગરી” નામના આ પુસ્તકના પાંચમા પ્રકરણમાં (પૃ. ૮૬) નોંધવામાં આવી છે. આ પછી આ જ સર્ગના ૧૨મા લોકમાં આ તીર્થની સ્થાપના સુપ્રસિદ્ધ સંપ્રતિ રાજાએ કરી હોવાની સાવ નવી કહી શકાય એવી વાત આ પ્રમાણે લખી છે –
पुरा संप्रतिभूपेन कारितं तत्र मंदिरम् ।
श्रीमत्पार्श्वजिनेशस्य भव्यं भव्योकारकम् ॥ (પહેલાં ત્યાં (ભદ્રાવતી નગરીમાં) સંપ્રતિ રાજાએ ભવ્ય છે ઉપર ઉપકાર કરનારું શ્રી પાર્શ્વ જિનેશ્વરનું ભવ્ય મંદિર કરાવ્યું હતું.)
આ લોકમાં સંપતિ રાજાએ ભદ્રેશ્વરના જિન મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યાનું નહીં પણ શ્રી પાશ્વનાથનું જિનમંદિર કરાવ્યાનું અસંદિગ્ધ ભાષામાં લખ્યું છે. આનો અર્થ એ કે, આ તીર્થની
સ્થાપના આર્ય હસ્તિગિરિથી ધમધ પામેલ રાજા સંપ્રતિએ, વીર નિર્વાણની ત્રીજી શતાબ્દી દરમ્યાન, કરી હતી.
આ ગ્રંથમાંનો આ ઉલેખ વળી આ તીર્થની સ્થાપનાને લગતી નવી જ વિચારસામગ્રી રજૂ કરે છે.
આ તીર્થ વસઈ ક્યારથી કહેવાયું–ભદ્રેશ્વર જવા માટે આપણે બસના કન્ડકટર પાસે ભવરની ટિકિટ માગીએ તો એ આપણને યાત્રિક સમજીને પૂછે છે કે તમારે ગામમાં જવું છે કે તીર્થમાં ? આપણે તીર્થમાં જવાનું કહીએ એટલે કન્ડકટર આપણને વસઈ તીર્થની ટિકિટ આપે છે.તીર્થ અને ગામની ટિકિટ વચ્ચે અમુક પિસાનો ફેર હોય છે. આ જાણ્યું ત્યારે સહજપણે સવાલ થયો કે આ તીર્થ વસઈ (વસહી) તરીકે ક્યારથી પ્રસિદ્ધ થયું હશે? પણ આ સવાલને ખુલાસે મળી શકે નથી. સામાન્ય રીતે “વસઈ-વસહી–વસતિ ”નો અર્થ મંદિર થાય છે અને જૈન મંદિર સિવાય એને પ્રયોગ ભાગ્યે જ કરવામાં આવે છે. પણ આ શબ્દ, “પ્રાસાદ” અને “વિહાર” શબ્દની જેમ, કેઈ પણ વિશેષનામની સાથે જોડાયેલે મળે છે, જેમ કે વિમલવસહી, લુણિગવસહી, ખરતરવસહી; અને એ જે તે વ્યક્તિના સ્મરણમાં બનાવવામાં આવેલ જિનમંદિરનું સૂચન કરે છે. પણ કઈ પણ વિશેષનામ વગર, માત્ર જિનમંદિરનું સૂચન કરવા માટે, “વસઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org