SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સૌજન્યશીલ સારસ્વત દલસુખભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ જિલ્લામાં આવેલ સાયલા ગામ. તેઓના વડવાઓ મૂળ માલવણ ગામમાં રહેતા. એટલે તેમનું કુટુંબ માલવણિયા કહેવાયું. તા. ૨૨-૭-૧૯૧૦ના રોજ તેમનો જન્મ. તેમના પિતાશ્રીનું નામ ડાહ્યાભાઈ તથા માતુશ્રીનું નામ પાર્વતીબહેન. જ્ઞાતિએ ભાવસાર. ધર્મે સ્થાનકવાસી જૈન. ડાહ્યાભાઈને સંતાનમાં ચાર દીકરા અને એક દીકરી. ચાર ભાઈઓમાં દલસુખભાઈ સૌથી મોટા કુટુંબની સ્થિતિ આજનું રળેલું કાલે ખાય એવી સાવ સામાન્ય. સાયલાની નિશાળમાં દલસુખભાઈએ ગુજરાતી બે ધોરણ પૂરા કર્યા. દસેક વર્ષની ઉંમરે કુટુંબના આધાર સમા પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. દુ:ખના કારમા દિવસોમાં માતાએ જબરી હિંમત રાખી કુટુંબનો નિર્વાહ કર્યો. દુઃખ અને ગરીબીના દિવસોમાં દલસુખભાઈ સુરેન્દ્રનગરના અનાથ આશ્રમમાં રહી અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણે અભ્યાસ ઉપરાંત આશ્રમની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચવા માંડ્યાં અને તેમણે પોતાના મનને ગોખણપટ્ટીને બદલે વાંચવા વિચારવા તરફ વાળ્યું. સને ૧૯૨૭માં બિકાનેરમાં શ્રી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ દ્વારા સ્થાપવામાં આવેલ સ્થાનકવાસી જૈન ટ્રેનિંગ કૉલેજમાં પ્રવેશ મળ્યો. પણ ત્યાં પહોંચવા માટે પૈસા ન હતા. છેવટે બાવન ગામ ભાવસાર કેળવણી મંડળની આર્થિક સગવડથી બીકાનેર પહોંચ્યા. અને ત્યાં અભ્યાસનો પ્રારંભ કર્યો. અને સાથે સાથે બીકાનેરમાં જ ચાલતી જૈન પાઠશાળામાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો. સને ૧૯૩૧માં દલસુખભાઈ ન્યાયતીર્થ થયા. ઉપરાંત સંસ્થા તરફથી એમને જૈન વિશારદની પદવી મળી. ત્યારબાદ વધુ અભ્યાસ માટે અમદાવાદમાં પંડિત શ્રી. બેચરદાસ દોશી પાસે આવ્યા. અહીં તેમણે તથા સહપાઠી શાંતિભાઈ વનમાળીદાસ શેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy