SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોનો અભ્યાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન તેમણે આગમોના રહસ્યને પામવાની કળા શીખી. પંથમુક્ત થઈને સત્યને શોધવા અને સ્વીકારવાની વિશિષ્ટ દૃષ્ટિ પણ કેળવી. અહીં જ તેમને પંડિત શ્રી. સુખલાલજીનો પરિચય પણ થયો. પરંતુ સને ૧૯૩૨માં પંડિત બેચરદાસજીને સત્યાગ્રહની લડતમાં જેલમાં જવાનું થયું અને દલસુખભાઈનો અમદાવાદનો અભ્યાસકાળ પૂરો થયો. વધુ અભ્યાસ માટે તેઓ શાંતિનિકેતન પહોંચ્યા. ત્યાં તેમણે મહામહોપાધ્યાય શ્રી વિધુશેખર ભટ્ટાચાર્ય નામના મહાન બૌદ્ધ વિદ્વાન પાસે પાલિ ભાષા અને બૌદ્ધ શાસ્ત્રોનો અભ્યાસકર્યો. તેમજ પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી પાસે પ્રાકૃતભાષા અને જૈન આગમોનું વિશેષ અધ્યયન કરવાનો અવસર પણ અહીં મળ્યો. બે વર્ષના શાંતિનિકેતનના અધ્યયન દ્વારા તુલનાત્મક અધ્યયન કરવાની, ઊંડું ચિંતન અને સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન પામવાની કળા શીખ્યા. સને ૧૯૩૨માં ૨૨ વર્ષની યુવાવસ્થામાં પ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબેન સાથે લગ્ન થયાં. ટ્રેનિંગ કૉલેજના નિયમ મુજબ મુંબઈમાં આવેલ જૈન પ્રકાશની ઑફિસમાં માસિક રૂપિયા ૪૦/- ના પગારથી નોકરીમાં જોડાયા. અને બીજા ટ્યૂશન કરી ૪૦/- રૂપિયા કમાઈ લેતા. પરંતુ જૈનપ્રકાશમાં તેમને વિદ્યાપ્રવૃત્તિ કરવાનો ખાસ અવસર મળતો ન હતો. સને ૧૯૩૪માં પંડિત સુખલાલજીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પોતાના વાચક તરીકે માસિક રૂપિયા ૩૫/-ના પગારે બનારસ આવવા આમંત્રણ મોકલ્યું. દલસુખભાઈનું મન ધન કરતાં જ્ઞાન તરફ વધુ ઝૂકેલું હતું. એટલે માસિક રૂપિયા ૮૦/-ની કમાણી છોડીને પંડિતજી પાસે પહોંચ્યા. આ એક મોટો નિર્ણય હતો. ધરતીમાં છૂપાયેલ બીજની જેમ વિકાસગામી ભવિતવ્યતાનો યોગ છૂપાયેલો હતો અને આર્થિક દૃષ્ટિએ તો દલસુખભાઈ માટે એક મોટું સાહસ જ હતું. પંડિત સુખલાલજીએ ભારતીય તત્ત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તો ઘરઆંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથે સાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા, તેમ જ પંડિતજીના વર્ગોનો લાભ પણ લેતા રહ્યા, પણ પછી તો, દલસુખભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પોતાના વર્ગો લેવાની કામગીરી સોંપતા ગયા તેમ જ પોતાના ગ્રંથ-સંશોધનના કામમાં પણ એમનો ઉપયોગ કરવા લાગ્યા. પંડિતજી પોતાની જાત પૂરતા તો ભારે કરકસરથી કામ લેવા ટેવાયા હતા; પણ પોતાના સાથીને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે તેઓ પૂરેપૂરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy