SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ માથુરી જ્ઞાન જ કરી શકે છે. એટલે ભગવાને કહ્યું કે પહેલા જ્ઞાન સંપાદન કરો અને પછી માર્ગ પર ચાલવાની પ્રવૃત્તિ કરો. આનો અર્થ એમ ન કરવો જોઈએ કે જ્ઞાનસંપૂર્ણ જ્ઞાન થયા પછી જ સત્યમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને એ ન થાય ત્યાં સુધી તો ગમે તેવું વર્તન ચલાવ્યે રાખવું. એથી તો સિદ્ધ થાય કે જે કાંઈ જ્ઞાન થયું છે તે વાસ્તવિક જ્ઞાન થયું જ નથી. કારણ કે ખરું જ્ઞાન તો તે જ કહેવાય જે આત્મ પ્રવૃત્તિમાં પરિણમે. વળી તેવી જ રીતે ઊંધું ઘાલીને સારાસારનો વિચાર કર્યા વગર સફલ કે નિષ્ફલ, બસ પ્રવૃત્તિ જ કર્યા કરવી અને તેના પાછળ જરા પણ વિચાર, વિવેક ન હોય તો તે પણ નિરર્થક છે એટલે જ એ બન્ને પલડા સરખા કરવા માટે વળી કહ્યું કે મોક્ષ તો જ્ઞાન અને ક્રિયાથી જ મળે છે “જ્ઞાન क्रियाभ्यां मोक्षः " આપણા પ્રાચીન ઇતિહાસ પર નજર નાખીએ તો જણાશે કે જ્યારે માત્ર જ્ઞાનની જ ઉપાસના વધી પડી હતી અને સન્ક્રિયા તરફ (બીજી સાચી ખોટી તો અનેક પ્રવૃત્તિઓ હતી પરંતુ સક્રિયા-સંયમ સાધક સન્ક્રિયાનો અભાવ હતો) સાધુ કે શ્રાવકનું ધ્યાન નહીંવત્ જ હતું ત્યારે એક વર્ગથી એ સહન ન થયું. તેણે એ કહેવાતા જ્ઞાનીઓ સામે બંડ ઉઠાવ્યું. અને ક્રિયાસન્ક્રિયા તરફ લોકરુચિ જાગ્રત કરી અને એ રીતે જૈન સમાજમાં જ્ઞાન અને ક્રિયાનો સુયોગ આણવાનો શુભ પ્રયાસ કર્યો. પરંતુ મનુષ્ય સ્વભાવ કાંઈક વિચિત્ર છે. એ મોટે ભાગે જ્ઞાન અને ક્રિયાનો સુયોગ કાયમ ટકાવી શકતો નથી. એમ માનવ ઇતિહાસ બતાવી આપે છે. મૂર્તિપૂજકોમાં ક્રિયાશૈથિલ્ય હતું તો આપણામાં જ્ઞાનશૈથિલ્ય આવ્યું. એ શૈથિલ્યને પણ તોડવાના અજરામરજી જેવાઓએ પ્રયત્ન કર્યા પરંતુ તેની અસર આજે પરિણામ જોતાં નહિવત્ જ લેખાય. ચારસો વર્ષનો આપણો ઇતિહાસ તપાસો જ્ઞાનોપાસનાને નામે મોટું મીંડું જણાશે. હજુ ગઈ સદીના અંત સુધી મૂર્તિપૂજક સાધુઓએ જૈન સાહિત્ય ભંડારને અમૂલ્ય ગ્રંથરત્નો વડે વિભૂષિત કર્યો છે અને આજે પણ એ સમાજમાં જેવા વિદ્વાનો અને જ્ઞાનોપાસક મળી આવે છે તેવા આપણે ત્યાં એકાદ અપવાદ બાદ કરીએ તો શોધ્યા પણ નહીં જડે. એ સમાજની એક એક પુસ્તક પ્રકાશક સંસ્થા જુઓ. આગમોદ્ધાર સમિતિનું કાર્ય કયો જૈન ભૂલી શકે ? ભાવનગરની પ્રસિદ્ધ બે સંસ્થા જેવી સંસ્થા ઊભી કરતા આપણને હજુ કેટલાં વર્ષ જોઈશે તેનો ખ્યાલ કરવો પણ મુશ્કેલ છે. તે સિવાય નાની મોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy