SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. આગમ ગ્રંથોના વિચ્છેદ વિશેની વિચારણા જૈન સંપ્રદાયોમાં અત્યારે શ્વેતાંબર અને દિગંબર એ બે પ્રધાન સંપ્રદાયો વિદ્યમાન છે. એ બન્ને સંપ્રદાયોને મતે મૂળ બારમા અંગનો–દષ્ટિવાદનો લોપ થઈ ગયો છે. પણ એ બન્નેને મતે બારમા અંગ દષ્ટિવાદને આધારે અન્ય શાસ્ત્રો રચાયાં છે, આવાં શાસ્ત્રોમાં દિગંબરમતે પખંડાગમ અને કષાય પ્રાભૂત એ મુખ્ય ગ્રંથો છે, જ્યારે શ્વેતાંબરમતે કર્મપ્રકૃતિ જેવા કર્મસિદ્ધાંતના ગ્રંથો છે. અહીં એ ધ્યાનમાં લેવું જોઈએ પખંડાગમ અને કર્મપ્રકૃતિ એ બન્નેનો વિષય કર્મસિદ્ધાંતનું વિવરણ જ છે. ઉપરાંત શ્વેતાંબરોમાં એક મત એવો પણ છે જે માને છે કે સમગ્ર અંગગ્રંથોની રચનાનો આધાર બારમા અંગમાં અંતર્ગત જે ૧૪ પૂર્વ છે તે છે. કારણ તેમને મતે ભગવાન મહાવીરે પૂર્વનો ઉપદેશ સર્વ પ્રથમ આપ્યો હતો. આ મતનો અર્થ એટલો જ હોઈ શકે કે ભગવાન મહાવીરને જે વારસો ભગવાન પાર્શ્વનાથ પાસેથી મળ્યો તે પૂર્વનો હતો. અને તેને જ આધારે તેમના ઉપદેશોનો સંગ્રહ અંગગ્રંથોમાં કરવામાં આવ્યો. આ વસ્તુની પુષ્ટિ નિયુક્તિ કરે છે. આચારાંગ અને બીજા અંગગ્રંથોની ટીકા પ્રસંગે નિર્યુક્તિકાર સ્પષ્ટપણે નિર્દેશ છે કે તેના અમુક અધ્યયનની રચના અમુક “પૂર્વને આધારે થઈ છે. એટલે એ મતમાં તથ્ય છે જ. વળી અંગબાહ્ય ગ્રંથોમાં પણ “પૂર્વનો આધાર લઈને ગ્રંથો અને અધ્યયનો જ છે. આ ચર્ચાનો સાર એટલો જ છે કે બારમું અંગ લુપ્ત છતાં તેના આધારે ગ્રથિત પ્રકરણો જૈન શાસ્ત્રમાં સુરક્ષિત છે. અને તે સંપૂર્ણભાવે પૂર્વનો પરિચય કરાવવામાં નહિ પણ આંશિક પરિચય આપવા સમર્થ છે. દિગંબરોમાં પખંડાગમ અને કસાય-પાહુડવી ધવલા અને જયધવલા ટીકામાં એમ કહેવામાં આવ્યું છે કે ક્રમશઃ મહાવીર પછી શ્રુતધર આચાર્યોની શ્રુતધારણામાં હાનિ થઈ અને એ હાનિ એટલે સુધી પહોંચી કે કેવલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy