SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. તીર્થ શબ્દનો ભાવાર્થ તીર્થ શબ્દનો અર્થ છે તરી જવા માટેનું સુગમ સ્થાન. એટલે કે જેનાથી તરાય તે તીર્થ. આ ઉપરથી પ્રશ્ન થશે કે તરવાનું, પાર કરી જવાનું એટલે શું? અને તેનાં સાધનો કયાં કયાં? સ્કૂલ બુદ્ધિથી એમ ઉત્તર આપી શકાય કે તરવાનું છે એટલે નદી, નાળાં કે સમુદ્રને તરવાની વાત હશે. અને વસ્તુતઃ હતું પણ એમ જ કે નદી, નાળાં કે સમુદ્રનો એવો ભાગ જયાંથી તરવાનું સુગમ બનતું તે જ તીર્થ કહેવાતું. પણ આપણા દેશમાં તીર્થનો આ મૂળ અર્થ હવે ભુલાઈ ગયો છે અને તીર્થનો આધ્યાત્મિક અર્થ જ લોકો જાણે છે કે એવું સ્થાન જે સંસારસમુદ્રને તરવા માટે ઉપયોગી છે તે તીર્થ છે. પ્રારંભમાં દેવાલયો કે મંદિરો, ચૈત્યો આદિ નદીકિનારે સ્થાપવામાં આવતાં, આથી તે સહજ ભાવે તીર્થ નામને પામ્યાં. પણ પછી તે તીર્થ શબ્દનો પ્રયોગ ગમે તે ધાર્મિક સ્થાન માટે થવા લાગ્યો, ભલે ને તે સ્થાન નદીકિનારે હોય કે ન હોય. આથી આપણે જોઈએ છીએ કે પહાડ ઉપરનાં ધાર્મિક સ્થાનો, તથા જયાં નદી, નાળાં કે સમુદ્રનો કાંઈ સંબંધ નથી એવી જગ્યાએ બંધાયેલ ધાર્મિક સ્થાનને પણ તીર્થ શબ્દથી ઓળખવામાં આવે છે. આવાં તીર્થોમાં લોકો યાત્રાએ જઈને આત્મસાધના કરી સંસારસમુદ્રને તરવા–પાર કરવા પ્રયત્ન કરતા. આથી તેવાં સ્થાનો તીર્થ નામે ઓળખાય તે સ્વાભાવિક છે. ધાર્મિક કોઈ પણ પ્રવૃત્તિમાં આંતર-બાહ્ય બન્ને રૂપો હોય છે. તેમાંથી વિવેકી પુરુષ તે આંતરપ્રવૃત્તિ ઉપર વિશેષ ભાર આપે છે અને બાહ્ય પ્રવૃત્તિને તેમાં સહાયક કે ગૌણ માને છે. અને તેમની ધાર્મિક કોઈ પણ પ્રવૃત્તિનો ઉદ્દેશ આધ્યાત્મિક ઉન્નતિ હોય છે. આથી તીર્થસ્થાને જઈ સ્નાનાદિથી બાહ્ય મલની શુદ્ધિ કરી અને શરીરની ગરમી દૂર કરી માનસિક શીતલતા અનુભવવા પ્રયત્નશીલ બને છે. શરીરમાં જ મન છે, આથી શરીરની શીતલતા માનસિક સંતાપને સર્વથા દૂર ન પણ કરતી હોય તો પણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy