________________
પર
શેઠ આ૦ ૩૦ની પેઢીના ઇતિહાસ આથી ઊલટુ' તા. ૨૩ જુલાઈના રાજ એમણે જ્યારે આ તપાસ હાથ ધરી તે વખતે પાલીતાણાના દરખારશ્રી એમના કુવર તથા દીવાન ત્યાં હાજર હતા, જ્યારે શ્રાવક કામના કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર ન હતા. આ વાતની જાણ થતાં આ તપાસ કેવળ એકતરફી અને તે પણ દરબારની તરફદારી કરતી હાવાનુ જાણીને શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી તરફથી તા. ૨૪–૭–૧૮૭૭ ના રાજ કાઠિયાવાડના આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ મિ. ફારડાઈસ ઉપર તથા પેાલિટીકલ એજન્ટ મિ. ઇ. ડબલ્યુ. વેસ્ટ ઉપ૨ તા. ૨૪–૭–૧૮૮૫ ના રાજ અરજી કરીને આ તપાસ કેવળ એકતરફી હોવાથી તેને રદ કરવાની માગણી કરવામાં આવી હતી. સાથે સાથે એ જ તારીખે આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ ફારડાઇસ ઉપર તાર કરીને આ તપાસ સાનગઢ મુકામે રાખવાની માગણી કરવામાં આવી હતી. તેમજ એ જ તારીખે મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી તથા નામ, ગવનરના પ્રાઈવેટ સેક્રેટરી ઉપર તાર કરીને એમને પણ આ પરિસ્થિતિની અને પોતાના વાંધાની જાણ કરવામાં આવી હતી. વળી, મુખઈની જાણીતી સસ્થા ધી જૈન એસેાસીએશન ઓફ ઇન્ડિયાએ પશુ તા. ૨૫-૭-૧૮૮૫ ના રાજ મુંબઈના નામદાર ગવર્નરના ખાનગી મત્રી ઉપર પત્ર લખીને મિ. ક્ારડાઇસની તપાસ એકતરફી હાવાથી તેને રદ કરવાની અને બંને પક્ષ પાતાની વાત રજૂ કરી શકે એવી સતાષકારક ગઠવણુ કરવાની વિનંતી કરી હતી. જેમ જેમ સમય વીતતા ગયે તેમ તેમ આ બનાવ પ્રત્યે જૈન સઘની નારાજી વધતી ગઈ અને પાલીતાણા રાજ્યે અપનાવેલ અન્યાયી વલણની સામે જૈન સ`ધની વાત ભારપૂર્વક અને પૂરેપૂરી માહિતી સાથે કરવાની લાગણી પણ જોર પકડતી ગઈ. આને લીધે મુખઈના શ્રી જૈન એસેસ. આફ ઇન્ડિયાએ તથા જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીએ, જ્યારે જે કઇ પગલાં ભરવાં જરૂરી લાગે તે પગલાં ભરવામાં લેશ પશુ વિલ`ખ કે ઢીલાશ દાખવ્યા વગર આ પ્રકરણમાં જૈન સંઘને ન્યાય મળે એ માટે પેાતાની કામગીરી સતત ચાલુ રાખી હતી.
આ માટે મુ`બઈના ધી જૈન એસે. આફ ઇન્ડિયાએ મુંબઈના નામ, ગવનર, કાઠિ ગ્રાવાડના પાલિટીકલ એજન્ટ તથા કાઠિયાવાડના આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ એ ત્રણેય ઉપર મળીને નાનીમાટી કુલ દસ જેટલી અરજીઓ કરી હતી. અને તા. ૨૦-૭–૧૮૮૫ ની અરજીમાં તા તીની મિલકત તથા યાત્રિકાના જાનમાલના રક્ષણુ માટે એજન્સીના દસથી તેર જેટલા સિપાઈ એ ગિરિરાજ ઉપર રાખવાની માગણી પણ કરી હતી. આ અરજીએ મુખઈના જાણીતા શાહસાદાગર અને એસો.ના પ્રમુખ શેઠશ્રી પ્રેમચંદ રાયચંદ તથા જાણીતા વિદ્વાન શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની સહીથી કરવામાં આવી હતી.
શેઠ આણુદજી કલ્યાણજી તરફથી આ પ્રકરણને લઈને ત્રીસેક જેટલી અરજી કરવામાં આવી હતી. તેમાં મુંબઈના નામદાર ગવનર ઉપરની એ અરજી, કાઠિયાવાડના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org