________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક અથડા
૪૯
ખાટકી અને કલાલા પણુ હતા. આ ખાખત અમારી તરફથી અરજી કરવામાં આવી હતી પણ તે મેડી થતાં દરમ્યાંનમાં પુરાવા ઊડી ગ અને દાઃ પાહાચી નહી છેલા મેલાના સંબંધમાં લખવાનું' કે ડુંગર ઉપર આ પ્રમાંણે બનાવ બન્યા તે ગેરવાજખી અને કાઈ દીવસના રીવાજ સીવાયના છે. ’”
જીનાં પગલાંની ચારી અને નવાં પગલાંની સ્થાપના :
ગિરિરાજ શત્રુંજય ઉપર સૂરજકુ'ડની પાસે એક નાની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં જૂના વખતથી પ્રતિષ્ઠિત કરેલ હતાં. આ પગલાં તા. ૧૮-૬-૧૮૮૫ ના રાજ રાતના કોઈક તાફાની માણસોએ ખાદી નાખીને કયાંક એવાં ઝૂમ કરી દીધેલાં કે જેથી એના પત્તો જ ન લાગે. આ બનાવની પેઢીના એજન્ટ મહેતા નવલરાય લાલજીને જાણુ થતાં તેમણે તરત જ તા. ૧૯ જૂનના રાજ પાલીતાણામાં મુકામ કરીને રહેલા ગેાહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કેપ્ટન આર ફારડાઈસને રૂબરૂ મળીને એ વાતની જાણ કરી હતી. આ ઉપરથી કેપ્ટન ફારડાઇસે તા. ૨૨ જૂનના રાજ શ્રી નવલરાય લાલજીની સાથે જ્યાંથી ચારી થઈ હતી એ સ્થાનની મુલાકાત પણ લીધી હતી. તે પછી પણ કેટલાક દિવસ સુધી આ બનાવ કેવી રીતે અન્યા તેના પત્તો લાગ્યા નહીં. એટલે તા. ૨૮-૬-૧૮૮૫ ના રાજ નગરશેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈ વગેરે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીથી કેપ્ટન ફારડાઈસને આ અંગે લેખિત અરજી માકલવામાં આવી હતી. આ અરજીના અનુસ’ધાનમાં તા. ૨-૭–૧૮૮૫ ના રાજ એમને પેઢીના પ્રતિનિધિ તરફથી મીજી અરજી માકલવામાં આવી હતી. અને તા. ૩ જુલાઈ ૧૮૮૫ ના રાજ કાર્ડિયાવાડના પાલિટીકલ એજન્ટ મિ. ઈ. ડબલ્યુ. વેસ્ટને અરજી કરીને આ વાતની જાણું કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કેપ્ટન ફારડાઈસને કરવામાં આવેલી અને અરજીઓમાં આ કૃત્ય માટે શ્રાવક કામના (પાલીતાણાના શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના) ગુમાસ્તા તથા સિપાઈએ મળીને પંદર જેટલા શખ્સાને પાલીતાણા રાજ્યે હિરાસતમાં લીધાની, એમની કનડગત થયાની અને એમને જામીન પર છેાડવાની બાબતમાં બહુ ઢીલાશભરી કામગીરી હાથ ધર્યાની ફરિયાદ કરીને એની સામે દાદ માગવામાં આવી હતી. અને પાલિટીકલ એજન્ટ મિ. વેસ્ટને કરેલી અરજીમાં મુખ્યત્વે એ માગણી કરવામાં આવી હતી કે આ બનાવમાં ગુનેગાર નક્કી કરવાની અને એમને ઘટતી નશ્યત કરવાની કામગીરી પાલીતાણા રાજ્યને બદલે એજન્સીએ પોતે જ હાથ ધરવી.
તા. ૩ જુલાઈ સને ૧૮૯૫ના રાજ મહેરખાન પાલીટીકાલ એજટ સાહેબને માલેલી યાદ ઉપર થયેલ શેરાની નકલ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org