SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ མ། ཡ་ པའི ་ས་ ནི་ མས་ ལ་ ་ ས་ શેઠ આ૦ કની પહીને ઈતિહાસ સાહેબ અટકશે અને પિતાનાં માણસોને અટકાવશે તયાં સુધી તે માણસ તયાં રહેવું જોઈએ. “ખરી નકલ “મેહેરબાન પીલ સાહેબની ઇંગરેજીમાં સહી મહેરબાન પીલ સાહેબની ઇગરેજીમાં સહી પિોલીટીકલ એજન્ટ” પિોલીટીકલ એજન્ટ ઉપરના હુકમમાં પાલીતાણા દરબારશ્રીના ખર્ચે બ્રિટિશ સરકારના અમલદારને રાખે વાની અને દરબારશ્રી તરફથી સંપૂર્ણ ખાતરી ન મળે ત્યાં સુધી એ અમલદારને ઉઠાવી ન લેવાની જે વાત કહેવામાં આવી છે એ ઉપરથી એ સમજી શકાય છે કે આ ઝઘડો અંગ્રેજી સરકારને ચિંતાકારક લાગ્યો હશે ! બીજા બે મેળા : એજન્સી સાથેના શેઠ આણંદજી કલ્યાણજીના વહેવારનો એક શિરસ્તો એવો પણ હતો કે પેઢીની વતી એક વકીલ ગોહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટની જ્યાં ઓફિસ આવેલી હતી તે સોનગઢ મુકામે કાયમને માટે રહેતા હતા, જેથી પેઢીની વાત કે ફરિયાદ વેળાસર એજન્સીમાં મોકલી શકાતી હતી ને એજન્સીની સૂચના અથવા તે હુકમની જાણ પેઢીને તરત જ કરી શકાતી હતી પણ કઈ કારણસર આ શિરસ્તે તા. ૨૯ જાન્યુઆરી ૧૮૭૯ ના સરકારના ઓર્ડર નં. ૭૪ થી રદ કરવામાં આવ્યું હતું. તેથી તેને ફરી ચાલુ કરવા માટે તા. ૨૧-૨-૧૮૮૩ના રોજ એક અરજી કાઠિયાવાડના ઓફિસિયેટીંગ પોલિટીકલ એજન્ટ મેજર જે. ડબલ્યુ. વોટસનને કરવામાં આવી હતી. આ અરજીમાં આ માગણીની દાખલા-દલીલો સાથે રજૂઆત કરવા ઉપરાંત ગિરિરાજ શત્રુંજય ઉપર, ઉપર સૂચવેલ ઢેડેના મેળા ઉપરાંત બીજા મેળા ભરાયાની અને એ રીતે જૈન સંઘની ધાર્મિક લાગણી દુભાયાની હકીકત પણ નોંધવામાં આવી છે જે આ પ્રમાણે છે: ઉપર કહેલા મેલાના જેવા બે મેલા ડુંગર ઉપર ભરખ્યામાં આવા હતા (એક સવત ૧૯૩૬ ના સરાવણ વદ ૦)) (ભરમાસામાં) ને દીવસે અને બીજે સ્વત ૧૯૩૭ના ચઈતર સુદ-૧૫ ને દિવસે સાવણ વદ ૦)) એટલે તા. ૪ સ્વેટેબર સને ૧૮૮૦ ને રોજ જે મેલ ભરાયલ તે વખતે કોઈપણ સાવક જાત્રાલને ડુંગર ઉપર જવું ચોમાસુ ચાલુ હોવાને કારણે એ ધર્મ વિરૂધ છે એ મેલામાં રાજગોર બ્રામણ વિગરે બીજા લોકો હતા જેમાંના ઘણા ખરા પાલીતાણાની રઈઅત હતી આ નવીન મેલો અંમારા સાવક લેકનાં મન દુખાવવાને માટે કરેલ હતો. બીજે ચઈતર સુદ ૧૫ એટલે તા. ૧૫ અપ્રેલ સને ૧૮૮૧ ને રાંજ જે મેલો ભરેલ હતું તેમાં શેત્રુજા ડુંગરે સ્રાવકેની જાત્રાની ત્વારીખમાં કઈ વખત બનેલ નહી એ બનાવ કરો તે ખરેખરા સ્ત્રાવક જાત્રાલ સીવાએ આ વખતે જુદી જુદી જાતના થા ધંધાનાં માણસો આસરે એક હજાર ભેલા થયા હતા તેમાંના આસરે ૮૦૦ તો પાલીતાણાની રઈઅત હતા ને તે મધે કેટલાક ખાવાની ચીજે બીડીઓ તથા બીજી પરચુરણ ચીજે વગરે વેચવાની દુકાને કાઢી બેઠા હતા. કેટલાક સવવાની દુકાને માંડી બેઠા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy