SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથે કેટલાક ઝઘડા તેમાં આપ વિશે કેટલાક અઘટીત શબ્દો વાપરા હતા. આ લખાણ કંઈપણ સાબેતી વીના ઠાકોર સાહેબે કરૂં એમ સરકારે તા. ૫ સપટેમ્બર સને ૧૮૭૬ ના નંબર ૫૦૯૨ રહ્યુસનમાં કરાવી હુકમ કરો હવે કે “ઠાકોર સાહેબે આવી ભુલ કરી તેટલા માટે તેમણે પોલીટીકલ એજન્ટ સાહેબ મારફત શેઠ પ્રેમાભાઈને દીલગીરી જાહેર કરવી” આ ઉપરથી ઠાકોર સાહેબે પિતાની તા. ૫ જાનેવારી સને ૧૮૭૭ની યાદમાં અમારી મારફત પોતાની દિલગીરી આપને જાહેર કરવા લખ્યું છે, તે આપને જાણવા લખ્યું છે. “તા. ૮મી જાનેવારી ૧૮૭૭ રાજકોટ, sd/જે. ડબલ્યુ. ટસના ઓફી. પિ. એજટ”૨૩ આ રીતે ચેરીના વળતર પ્રકરણને દરેક રીતે જૈનોના લાભમાં અંત આવ્યું હતું, તે પિતાના હકની સાચવણી માટે શેઠ આણંદજી કલ્યાણની પેઢી તથા જૈન સંઘ તરફથી જે જાગૃતિ બતાવવામાં આવતી હતી તેના કારણે જ. એ કહેવાની જરૂર નથી કે આ પ્રકરણના આવા આવકારદાયક અંતને કારણે નગરશેઠશ્રી પ્રેમાભાઈ હિમાભાઈ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તથા જૈન સંઘની પ્રતિષ્ઠામાં વધારો થવા પામ્યો હતે. નજરાણુની રકમ મજરે લેવા બાબત - કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ મેજર કીટિંજ તા. ૫-૧૨-૧૮૬૩ના રોજ પાલીતાણાના ઠાકારશ્રી તથા શ્રાવક કેમ વચ્ચે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની રકમને રખેપાને ત્રીજે કરાર કરાવી આપ્યું હતું. તેની ૧૬ મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું હતું કે, “તા. ૧-૧-૧૮૬૪ થી શ્રાવક કેમે (પાલીતાણાના) દરબારશ્રીને યાત્રાવેરા અર્થાત કર તરીકે વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ આપવા. આ રકમમાં મલનું નજરાણું અને વળાવ જેવા બીજા બધા નાના કરેનો સમાવેશ થઈ જાય છે.” સને ૧૮૬૯ની સાલમાં ક્યારેક મુંબઈને શેઠશ્રી કેશવજી નાયક સંઘ લઈને પાલીતાણા ગયા તે વખતે તેમણે રૂ. ૧૦૦/- તથા શ્રી ખેતસી અવિચલે રૂ. ૨/- એમ કુલ રૂ. ૧૦૨/- પાલીતાણાના દરબારશ્રીને નજરાણુ તરીકે આપ્યા હતા. આ વાતની શેઠ આણંદજી કલ્યાણજીને ખબર પડતાં એને લાગ્યું કે દરબારશ્રીએ નજરાણું તરીકે આ રકમને સ્વીકાર કરીને મેજર કીટિંજે કરી આપેલ રખપાના કરારમાંની (ઉપર નેધેલી) ૧૭મી કલમને ભંગ કર્યો છે. એટલે પેઢી તરફથી એ રકમ રખેપાની રકમમાં મજરે મળવી જોઈએ એવી રજૂઆતની પહેલી અરજી તા. ૧૯ માર્ચ ૧૮૭૧ ના રોજ કાઠિયાવાડના એકિંટગ આસિસ્ટન્ટ પિલિટીકલ એજન્ટ જેમ્સ ક્રાઉલી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ અરજી કર્યા પછી પણ પેઢીએ પિતાની આ માગણી ચાલુ રાખવા માટે બીજી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy