SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ જમીન ઉપર પિતાને માલિકીહક સાબિત કરવા માટે પાલીતાણાના દરબારશ્રીએ જે હકીકો અને પુરાવા રજૂ કર્યા હતા તેમાં શેઠશ્રી કેશવજી નાયકે વિ.સં. ૧૯૨૧ની સાલમાં ગિરિરાજ ઉપર પિતે બંધાવેલ નવી ટ્રકની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી તે વખતે તેમની વતી તેમના પુત્ર શેઠશ્રી નરસી કેશવજીએ પાલીતાણાના દરબારશ્રીને, યતિશ્રી હીરાચંદજીની દરમિયાનગીરીથી, રૂ. ૧૬૧૨૫/- અમુક સમજૂતીથી આપ્યા હતા, તે વાતને પણ પુરાવા તરીકે પાલીતાણાના દરબારશ્રીએ રજૂ કરી હતી. પણ આ હકીકત દરબારશ્રીની રજૂઆતની પુષ્ટિ કરે એવી ન હતી તે નીચેની માહિતી ઉપરથી જાણી શકાશે– કરછ-કઠારાના વતની શેઠ કેશવજી નાયક, શેઠ વેલજી માલ તથા શા. શિવજી નેણશીએ પોતાના વતન કોઠારામાં શ્રી શાંતિનાથ ભગવાનનું આલીશાન મંદિર બંધાવીને વિ. સં. ૧૯૧૮ ની સાલમાં એમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. આ પ્રતિષ્ઠા મહત્સવની બાબતમાં આ ત્રણેય ધર્માનુરાગી અને સખી દિલ શ્રેણીઓને ઉત્સાહ એટલે બધે હતો કે શત્રુંજયનો સંઘ કાઢીને પછી આ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવા. આ વિચારણ મુજબ પ્રતિષ્ઠાના કેટલાક દિવસ અગાઉ તેઓ મુંબઈથી સંઘ કાઢીને દરિયામાર્ગે ઘેઘાબંદર ઊતર્યા અને ત્યાંથી પગરસ્તે તીર્થાધિરાજ શત્રુ જ્યની યાત્રાએ ચતુર્વિધ સંઘ સાથે ગયા આ સંઘમાં ૧૧૦૦ જેટલા યાત્રિકો હતા. જ્યારે આ સંઘ અને એના એક સંઘપતિ શેઠ કેશવજી નાયક પાલીતાણામાં હતા ત્યારે જ એમણે ગિરિરાજ શત્રુંજય ઉપર એક ટ્રક બંધાવવાને વિચાર કરીને એ માટેની જમીન પણ પસંદ કરી લીધી હતી. અને કોઠારાની પ્રતિષ્ઠાનું કામ સારી રીતે પતી ગયા પછી તરત જ ટ્રકનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ ટૂક ગિરિરાજ ઉપરના ગઢની અંદરના ભાગમાં જ કરવાની હતી એટલે એ માટેની જમીનની કિંમત રૂપે પાલીતાણાના દરબારશ્રીને નજરાણું વગેરે આપવાનો કેઈ સવાલ જ ઊભો થતો ન હતો એટલે એ અંગે દરબારશ્રીને કશી જ રકમ આપવામાં આવી ન હતી. બે-ત્રણ વર્ષની ઝડપી કામગીરીને અંતે જ્યારે આ ટ્રકનું કામ પૂરું થયું એટલે એને પ્રતિષ્ઠા મહોત્સવ પણ કોઠારાના જિનપ્રાસાદની પ્રતિષ્ઠાના મહાત્સવ જેવો, ખૂબ શાનદાર રીતે ઊજવવાનું એમણે નક્કી કર્યું અને ગામેગામના સંઘને એ માટે આમંત્રણ મોકલ્યાં. આ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ગિરિરાજની તળેટીમાં જોઈતી જમીનને, બહારગામથી હજારોની સંખ્યામાં આવનાર યાત્રિકોને ભરવી પડનાર જકાતને તેમજ રાજ્ય તરફથી રક્ષણની વ્યવસ્થા વગેરે સગવડે આગળથી વિચાર કરીને આ પ્રતિષ્ઠા નિમિત્તે પાલીતાણાના દરબારશ્રીને રૂ. ૧૬૧૨૫/- આપવાનું નકકી કરવામાં આવ્યું હતું અને એ રકમ ચૂકવી દેવામાં પણ આવી હતી. પાલીતાણાના દરબારશ્રીએ આ અંગેનો એક દસ્તાવેજ પણ શેઠ કેશવજી નાયકના નામથી કરી આપ્યો હતો. આ રકમના બદલામાં રાજ્ય જે ગોઠવણને લાભ આપવાને હવે તેની મુદત વિ. સં. ૧૯૨૧ ના કારતક વદ-૨ થી ફાગણ સુદ-૨ સુધીના સાડા ત્રણ મહિના સુધીની હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy