________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
તેઓએ દરબારશ્રીને કઈ પૈસા આપ્યા હોય એવું જાણવા મળતુ નથી. પણ સને ૧૮૬૨ થી અને કદાચ તે પહેલાંનાં કેટલાંક વર્ષ દરમિયાન ગઢની બહારના ડુઇંગર ઉપરના ઘાસને ઉપયેગ કેવળ દરખારશ્રી જ કરતા હતા.”
આ મુદ્દાઓને લક્ષમાં લઈને મિ. કેન્ડીએ છેવટે આની ફલશ્રુતિ શું હોઈ શકે ? એવા સવાલ કરીને, આ બાબત સાથે સંબંધ ધરાવતા કેટલાક મુદ્દાએની વિગતે વિચારણા કરીને અંતે પેાતાની કામગીરીના ફેસલાપે નીચે મુજખ ત્રણ મુદ્દાઓ પાતાના અહેવાલના અંતે દર્શાવ્યા હતા :
“(૧) શત્રુ...જય ડુંગર ઉપર નવા દહેરાને માટે જે જગ્યા જોઈતી હોય તેના વળતર તરીકે પૈસા માગવાના દરખારશ્રીને હક નથી.
(૨) વળી, આના ઉપરથી એવું ફલિત થાય છે કે, ગઢની અંદર જે કઈ છે તે બધાં ઉપર એક માત્ર શ્રાવકોને જ અધિકાર છે. એના ઉપર કર નાખવાના અથવા ત્યાં પેાતાના સિપાઈઓને રાખવાના દરખારશ્રીને હક નથી. પણ ઠાકેારશ્રીને અને એના નાકરાને એની અંદર છૂટથી જવા-આવવાની અનુમતિ આપવી જોઈ એ.
(૩) શત્રુ ંજય ડુંગર ઉપર ગઢ બહાર દહેરાં વગેરે બાંધવા માટે નજરાણું અથવા હકશાઈ ( royalty) માગવાના દરખારશ્રીને હક છે.”
મિ. કેન્ડીએ ઉપર મુજબના નિષ્ક વાળા પાતાના વિસ્તૃત અહેવાલ, તા. ૨૮-૧૨-૧૮૭૫ના રાજ પૂરા કરીને, કાઠિના પાલિટીકલ એજન્ટ મિ. જે. બી. પીલને સુપ્રત કર્યો હતા.
આ અહેવાલ મુખઈ સરકાર ઉપર મિ. પીલે તા. ૬ જાન્યુ. ૧૮૭૬ ના માકલ્પે હતા. તેની સાથે એક કાગળમાં, શ્રાવકા અને પાલીતાણાના ઢાકાર વચ્ચેના, શત્રુજય ડુંગર સબંધી હક અંગેનાં પાતાનાં કેટલાક અવલાકનો રજૂ કર્યાં હતાં. અને છેવટે ખને પક્ષકારો વચ્ચે કાયમને માટે સુલેહ રહી શકે એ માટે નીચે મુજબ આ મુદ્દીઆના અમલ કરવાની ભલામણ કરી હતી :
‘(૧) પાલીતાણા તાલુકામાં આવેલ શત્રુ જય ડુંગર પાલીતાણા રાજ્યની હકૂમત નીચે છે.
66
“ (૨) ગઢ અને તેની અંદર આવેલી ખર્ષી જમીન ઉપર તેમજ અત્યાર અગાઉ ગઢની બહાર શ્રાવકોએ અને જૈનોએ બાંધેલ બધાં મકાના ઉપર એક ધર્માદા ટ્રસ્ટ તરીકે શ્રાવક કામને અધિકાર છે. ગઢ અને એમાંની ઈમારતમાં પહોંચવા માટે શ્રાવક અને જૈનોને અધિકાર છે. આ ફેસલાની રૂએ જે મિલક્ત ઉપર એમના અધિકાર હોવાનુ સ્વીકારવામાં આવ્યું છે એ મિલક્ત તે ખીજા કોઈ ને સેાંપી શકશે નહીં. વળી, પહાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org