________________
શેઠ આવકની પેઢીને ઇતિહાસ રાજ ઉપર પિતાનો ગેરકાયદે કબજો જમાવવાની હિલચાલ કરતા અટકે, વગેરે અનેક મુદ્દા એને ધ્યાનમાં લઈને પેઢીના પ્રમુખ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ વગેરેને મુંબઈના નામદાર ગવર્નર સર ફિલિપ એડમંડ વુડહાઉસને તા. ૧૩-૧-૧૮૭૫ ના રોજ એક સવિસ્તર અરજ કરવાની ફરજ પડી હતી. (આ અરજીમાં પેઢીને તે વખતના આઠેય વહીવટદાર પ્રતિનિધિઓએ સહી કરી હતી, જેમનાં નામ આ પ્રમાણે છે : શેઠશ્રી પ્રેમાભાઈ હેમાભાઈ, શેઠશ્રી જેસીંગભાઈ હઠીસીંગ, શેઠશ્રી હઠીસીંગ કેસરીસીંગ, શેઠશ્રી કરમચંદ પ્રેમચંદ, શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ, શેઠશ્રી ભગુભાઈ પ્રેમચંદ, શેઠશ્રી મંછારામ ગોકળદાસ અને શેઠશ્રી પુરુષોત્તમ પુંજાશા.) - શેઠ પ્રેમાભાઈ હેમાભાઈની આ અરજી મળ્યા પછી, મુંબઈના નામદાર ગવર્નરશ્રીને એ અરજીમાં રજૂ થયેલ બાબતે અંગે ને ખાસ કરીને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ગઢની અંદર તથા ગઢની બહાર નાનું-મોટું દેવસ્થાન બનાવવા માટે, તેમજ કેઈ પણ દેરા કે દેરીમાં મૂર્તિ પધરાવવા માટે, પાલીતાણાના દરબારશ્રીની અનુમતિ મેળવવાની અથવા એમને એ માટે કોઈ પણ રકમ આપવાની જરૂર ન લેવા સંબંધી પરાપૂર્વથી ચાલ્યા આવતા હક અંગે ગંભીરપણે અને વિગતવાર તપાસ કરવાની જરૂર લાગી એટલે એમણે મુંબઈ સરકારના તા. ૨૪-૨-૧૯૭૫ના નં. ૧૩૦૮ ના ઠરાવથી આવી તપાસ કરવાનું કામ તે વખતના કાઠિયાવાડના પિલિટીકલ એજન્ટ મિ. જે. બી. પીલને સેપ્યું. આ કામ બહુ જ ઊંડી તપાસ માગી લે એવું હોવાથી એમણે એ કામની જવાબદારી પિતાના એકિંટગ યુડીશીયલ આસિસ્ટન્ટ મિ. ઈ. ટી. કેન્ડીને હૈયું : આની સાથે સાથે
એમણે તા. ૧-૩-૧૮૭૫ ના રોજ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈને સંબોધીને એક પત્ર પણ લગે જે આ પ્રમાણે હતું :
“આજમ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ
અમદાવાદ “આપ તરફ જે. બી. પીલ સાહેબ એકવાયર પિલિટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ દીગર શેત્રુજા ડુંગર ઉપર થતી હત બાબત આપના તરફથી મુંબઈ સરકારમાં તા. ૧૩ જાનેવારી સને ૧૮૭૫ ની અરજી કરેલી તે બાબત સરકારના ઠરાવ ઉપરથી જે હુકમ અહીથી કરવામાં આવ્યા છે તેની એક નકલ આ જે મેકલી લખવાનું કે તે પ્રમાણે આપના તરફથી અમલ થવો જોઈએ તારીખ ૧ માર્ચ સને ૧૮૭૫ ઉપલેટા
(જે. બી. પીલ)
પોલીટીકલ એજંટ (દફતર ન. ૧પ, ચેપડા ફાઈલ નં. ૧૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org