________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૧૫
રાજ મારખી મુકામેથી પેાતાના ઉપરીક્ત ફેસલામાંના કેટલાક શબ્દોની મામતમાં એવા ખુલાસા કર્યા હતા કે જે પાલીતાણા દરોરની જ તરફેણ કરતા હાય અને એમના લાભના હોય (અહી' એ વાતની નાંધ લેવી જોઈ એ કે જ્યારે એમણે પોતાના ફેંસલામાં ફેરફાર કર્યો ત્યારે તેઓ ભારતમાંથી વિદાય થવાની તૈયારી કરતા હતા.) એમણે પોતાના તા. ૨૩-૧૨-૧૯૭૪ના નં. ૧૫૭૨/૧૮૭૪ ના ઓર્ડરથી પાતાના જૂના ઓર્ડરમાં જે ફેરફાર કર્યાં તે આ પ્રમાણે હતેા.
- ૧. છેલ્રા એપ્રિલ મહિનાની ૨૩મી તારીખના (ખરી રીતે ૨૮ મી તારીખ જોઈ એ) હુકમમાં જે વડી કરી લેવામાં આવેલ વિસ્તાર્ (enclosure) ના જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેના અથ વડીમાંના બધા જ વિસ્તાર અથવા ટ્રક અથવા કેપ્ટન રસેલે કહ્યુ છે તેમ ગઢ ન સમજવા, પણ કેવળ દરેક મંદિરને અનુલક્ષીને જ કરવામાં આવ્યા હતા.
“ ૨. પાલીતાણા ઠાકારસાહેબે એ પુરવાર કરી બતાવ્યું છે કે શત્રુ ંજય પર્વત ઉપરની ટૂક અથવા વડીમાં આવેલ જમીન ઉપર તેમના અધિકાર છે. અને કૅપ્ટન રસેલે દર્શાવ્યુ છે તેમ શ્રાવકોના અધિકાર તા માત્ર એમનાં રિા ઉપર જ છે.
“ ૩. એટલા માટે ૨૩ એપ્રિલ (૨૮ મી એપ્રિલ) ૧૮૭૪ના શેરા પાછે ખેંચી લેવામાં આવે છે. અને એના અનુસંધાનમાં આ પ્રમાણે હુકમ કરવ માં આવે છે કે પહાડ ઉપર શ્રાવકોના હક માત્ર મંદિર ઉપર જ છે અને ગઢ અને વડામાં નવાં મંદિર ખાંધવાં હોય તા એના અધિકાર દરખારના છે, અને નવા મદિર બાંધવા માટે અગાઉથી એમની મંજૂરી મેળવવી જરૂરી છે.”
પેાતાના દેશભણી વિદાય થતાં થતાં પોતાના જૂના એર્ડરમાં આવા વિચિત્ર ફેરફાર કરીને કલ એન્ડરસને પાલીતાણા દરબાર તરફ્ કેવળ પક્ષપાત જ ખતાબ્યા હતા એ દેખીતું છે. પણ જો કર્નલ એન્ડરસનના આ ફેસલાને સ્વીકારી લેવામાં આવે તે જૈન સુધના આ તીર્થ ઉપરના અને વિશેષે કરીને ગઢની અંદરના પશપૂર્વથી ચાલ્યા આવતા અધિકારને જાણી જોઈને ખાઈ મેસવા જેવી જ ભૂલ થઈ ગણાય, અને આવી ભૂલ જૈન સઘના તેમજ પેઢીના તીર્થં ભક્તિપરાય, ખાલેશ અને વિચક્ષણુ આગેવાનોના હાથે થવા પામે એ કઈ રીતે ખનવાલેગ ન હતું.
તેથી જ આ પરિસ્થિતિ તથા પાલીતાણા રાજ્ય સાથે અવારનવાર એક યા બીજા કારણે ઊભી થતી નાનીમેાટી અથડામણેાને ધ્યાનમાં લઈને તીર્થ ઉપરના જૈન સંઘના છેક પ્રાચીનકાળથી ચાલ્યા આવતા હકાનું રક્ષણ કરવાના આશયથી તેમજ એન્ડરસને ફેરવી તેાળેલ પાતાના ઓર્ડરના લાલ લઈને પાલીતણાના દરમારશ્રી શત્રુંજય ગિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org