________________
શેઠ આ કની પેઢીના ઇતિહાસ
શ્રી વરજીવનદાસ મૂલચંદ્ર વગેરે ત્રણ જણાં, દરમારશ્રીની દખલગીરીથી, ગિરિરાજ ઉપર મૂર્તિએ ન પધરાવી શકત્યાં એ મુદ્દા અંગે શેઠ આણુદજી કલ્યાણુજીની પેઢીના પાલીતાણાના વકીલે તા. ૧-૨-૧૮૭૪ ના રાજ કાઠિયાવાડના પેલિટીકલ એજન્ટ ડબલ્યુ. ડમલ્યુ. એન્ડરસનને સેાનગઢ મુકામે એક અરજી કરીને આ અંગે દાદ માગી હતી. આવી દાદ માગવાની સાથે સાથે એમણે પેાતાની અરજીમાં પાલીતાણાના ઠાકરસાહેબે શેઠ નરસી કેશવજીના, ગિરિરાજ ઉપર બનતા, દેરાસરનુ આંધકામ અટકાવી દીધાની વાતની તેમજ સૂરજકુંડ ઉપર મૂકવામાં આવનાર પવનચક્કી (પિરિયન વ્હીલ) માટે થાંભલાએ ઊભા કરવાની મનાઈ કરી હતી તે વાતની પણ રજૂઆત કરી હતી.
૧૨
આ અરજીના અનુસંધાનમાં તા. ૪-૨-૧૮૭૪ના રાજ શ્રી મથુરભાઈ જેઠાભાઈએ શેઠ આણુજી કલ્યાણજીની વતી કનલ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનને ખીજી અરજી કરી હતી અને એમાં એમણે, જો તેઓ ઇચ્છે તેા, વરજીવન મૂલચંદ પાતાની વાત રૂબરૂ રજૂ કરવા માટે તેઓને મળવા તૈયાર છે એમ જણાવ્યુ` હતુ`. વિશેષમાં આ અરજીમાં એમણે એમ પણ સૂચવ્યું હતુ કે, પાલીતાણાના દરખારશ્રીએ શ્રાવકાની મિલકત પર પોતાને હક સાબિત કરવાને માટે ગિરિરાજ ઉપર તેમજ ગિરિરાજની નીચે મદિરા તથાધમ શાળાઓનુ કાઈ પણ જાતનું સમારકામ કરવા માટે નહિ જવાની કડિયાઓને તાકીદ કરી હતી; ફક્ત ધાળવાનું અને પ્લાસ્ટરનુ` કામ કરવા જેટલી જ એમને છૂટ આપી હતી. આવી અધી કનડગતની સામે આ અરજીમાં દાદ માગવામાં આવી હતી અને દરમિયાનગીરી કરવાનુ કહેવામાં આવ્યુ હતુ.
જ્યારે તા. ૭–૨–૧૮૭૪ના રાજ આ બાબતની વિચારણા કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસને હાથ ધરી ત્યારે એમણે જણાવ્યુ હતુ.. (ન'. ૧૬૮/૧૮૭૪) કે પાલીતાણાના દરબારશ્રી, શ્રી વરજીવન મૂલચ'દ અને બીજા આ એમનાં મદિશમાં કાઇ પણ જાતની રકમ આપ્યા વગર મૂર્તિ પધરાવે, એ માટે સ'મત થયા છે. વળી, સૂરજકુંડ ઉપર પવનચક્કી માટે થાંભલા ખાંધવાની તેમજ નરસી કેશવજીના દેરાસરનું બાંધકામ કરવા દેવાની અનુમતિ પણ દરબારશ્રી આપવા તૈયાર છે એ પણ સૂચવ્યું હતુ. આ ખાખતમાં દરબારશ્રીની માગણી એક જ હતી કે પવનચક્કીમાં નવી જમીનના ઉપયાગ ન કરવા અને કેશવજી નાયકના દેરાસરના નક્શે દરખારશ્રી સમક્ષ રજૂ કરવા, જેથી તેઓ એ વાતની ખાતરી કરી શકે કે એમાં પણ કાઈ નવી જમીનના ઉપયોગ કરવામાં નથી આવ્યેા.
પણ આમાં મૂળભૂત વાત જૈન સઘના ગિરિરાજ ઉપરની જમીન ઉપરના હકને લગતી મહત્ત્વની હતી. એટલે શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓને કલ ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનના ઉપર મુજબના ફૈસલાથી સાષ ન થયા, તેથી પેઢીની વતી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org