________________
પાલીતાણું રાજ્ય સાથેના કેટલાક ઝઘડા દરબારશ્રીના હકની સાબિતી કરતે એક દાખલો બની જાય, જે જૈન સંઘના આ તીર્થ અગેના હક માટે બાધારૂપ બની રહે
આ કિસાની વિશેષ વિગત શ્રી વિરજીવન મૂલચંદ તા. ૨૨-૭-૧૮૭૫ ના રોજ કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટના એકિંટગ યુડિશીયલ આસિસ્ટન્ટ શ્રી ઈ. ટી. કેન્ડી સમક્ષ આપેલ જુબાનીમાંથી જાણવા મળે છે.
આ જુબાનીમાં શ્રી વિરજીવનદાસે જણાવ્યું હતું કે, વિ. સં. ૧૯૨૮ માં એમણે એમના સસરા શ્રી કિશોરદાસની વતી શ્રી સાંકળચંદની ટ્રકમાં રૂ. ૬૫૦/-ના ખર્ચે એક દેરું બંધાવ્યું હતું અને સં. ૧૯૩૦ માં હું એમાં જિનપ્રતિમા પધરાવવા પાલીતાણું ગયો હતો. આ કામ માટે પબાસન બનાવવા માટે છગન નામના કડિયાને બોલાવ્યો, પણ છગને ઠાકર સાહેબની પરવાનગી વગર એ કામ કરવાનો ઈન્કાર કરી દીધું. તેથી અમે બંને જણા ઠાકરસાહેબ પાસે ગયા. એ વખતે ઠાકરસાહેબે આવી મંજુરી આપવા માટે મારી પાસે રૂ. ૨૦૦૦/- ની માગણી કરી. મેં ના કહી. ઠાકરસાહેબે આવી માગણી કયારેય કરી હોય એવું મારા જાણવામાં આવ્યું ન હતું. આ માટે આણંદજી કલ્યાણજીની રજા મેળવવી જરૂરી હતી. બીજે દિવસે અનુપરામે મને બેલા. એણે મને રૂ. ૨૦૦૦/- થી ઓછા રૂ. ૧૨૦૦/- થી રૂ. ૧૪૦૦/- આપવા સૂચવ્યું. અને પછી મને ઠાકરસાહેબ પાસે લઈ ગયા. ઠાકરસાહેબે મને છેવટે રૂ. ૨૦/- આપવા કહ્યું; એ પછી એમણે એમ કહ્યું કે જે હું લેખિત અરજી આપું તે મારી પાસેથી કશું નહિ લે. એને પણ મેં ઈન્કાર કર્યો અને હું ચાલતે થયો. આમ થવાને લીધે મૂર્તિઓની પ્રતિષ્ઠા ન થઈ શકી. આ વાત એક સોનગઢ ખાતે કર્નલ એન્ડરસન સાહેબને જણાવી. એ વખતે મકરસાહેબે પિતે કંઈ માગણી કર્યાનો ઈન્કાર કર્યો. પરિણામે મને એન્ડરસન સાહેબે કહ્યું કે કેઈપણ જાતની માગણી પૂરી કર્યા સિવાય હું મૂર્તિ પધરાવી શકું છું, પણ પ્રતિષ્ઠાના શુભમૂહુર્ત દિવસ વીતી ગયા હોવાથી મેં મૂર્તિઓ પધરાવી ન હતી. (દફતર નં. ૧૩, ફાઈલ નં. ૧૧૪, પૃ. ૩૩૮, ૩૫૪-૫૫ Printed.)
| દરબારશ્રીએ દેરાસરમાં મૂર્તિ પધરાવવા અંગે આ રીતે રકમની માગણી કરી તેના ઉપરથી શત્રુંજય પહાડ ઉપર ગઢની અંદર કે ગઢની બહારની જમીનમાં દેરાસર કે દેરી બનાવવાં હોય તે તે માટેની જમીનને ઉપયોગ કરવામાં તેમજ જિનમંદિરમાં મૂતિ પધરાવવી હોય તે તે માટે પાલીતાણાના દરબારશ્રી કેઈ પણ રકમની માગણી કરીને દખલગીરી કરી શકે કે કેમ એ વિવાદ ખડો થયો. અને વરજીવનદાસ મૂલચંદ પામે મૂર્તિ પધરાવવા માટે રૂ. ૨૦૦૦/-ની માગણું શરૂ કરીને છેવટે લેખિત અનુમતિ માગવાનું પાલીતાણા દરબારશ્રીએ કહ્યું તેની પાછળ મુખ્ય મુદ્દા અમુક રકમ લેવાને નહીં, પણ ગિરિરાજ ઉપર પોતાને માલિકીહક સાબિત કરવાનો હતો એ સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org