________________
શેઠ આ૦ ૦૦ની પેઢીને ઇતિહાસ આની સામે પેઢીના દફતરમાં (દફતર નં-૫, ફાઈલ નં. ૪૭) દરબારશ્રીએ પાલીતાણાના પોલીટીકલ એજન્ટ મિ. એસ આસ્કીનને તા. ૧૩-૧-૧૮૩૮ ના રોજ એક યાદ મોકલી હતી જે આ પ્રમાણે હતીઃ “મી. સરકાર જેમસ આસકીન સાહેબ ઈસ્કવાયર પોલિટીકલ એજન્ટ પ્રાંત કાઠિયાવાડની ખીજમતમાં-પાલીતાણેથી ગેહીલ નેધણજી તા. કુંવર પ્રતાપસીંગની અરજી આપી, કલમ ૧૧ વાલી અરજી આપેલ છે તે બદલહાથી આપેલ છે, માટે રદ સમાજસે.”
આ ઉપરથી જોઈ શકાય છે કે પાલિતાણાના દરબારશ્રીએ સને ૧૮૭૬ની સાલમાં જમીનના હક બાબત આપેલ અરજી અંગે બેમત પ્રવર્તતા હતા. મિ. કેડીના મતે આ અરજી ન તો રદ થઈ હતી કે ન તે દરબારશ્રીએ પાછી ખેંચી લીધી હતી; જ્યારે શ્રાવકેએ કરેલ રજૂઆત પ્રમાણે તેમજ પાલીતાણા દરબારશ્રીની સને ૧૮૩૮ ની ઉપર આપેલી યાદના આધારે એ સ્પષ્ટ થાય છે કે દરબારે આ અરજી પાછી ખેંચી લીધી હતી. આમાં વાસ્તવિક સ્થિતિ શી હતી તેની વધારે તપાસ કરવાની જરૂર એટલા માટે નથી કે આ અરજીના આધારે તે વખતે એજન્સીએ કેઈપણ જાતનાં પગલાં લીધાં હોય અથવા એ અરજી કાઢી નાખી હોય એવી કશી માહિતી જાણવા મળતી નથી. આ વાતની અહી આ રૂપમાં રજૂઆત કરવાને મુખ્ય હેતુ એ જ છે કે ગિરિરાજ ઉપરની ગઢની અંદરની તેમજ ગઢની બહારની જમીન ઉપર પિતાનો માલિકી હક હોવાની વાતની નજ આત દરબારશ્રીએ સૌથી પહેલાં સને ૧૮૩૬ ની આ યાદથી જ કરી હતી.
આ પછી આ પ્રશ્ન દરબારશ્રી તરફથી પાંત્રીસેક વર્ષ સુધી ઊભું કરવામાં આવ્યે હોય અને એને જવાબ આપવાની જરૂર જૈન સંઘને અથવા પેઢીને પડી હોય તેમજ એજન્સીને એ બાબતમાં કઈ પણ જાતનાં પગલાં ભરવાં પડ્યાં હોય એવી કશી માહિતી ઉપલબ્ધ થઈ શકતી નથી. પાલીતાણાના દરબારશ્રીએ ગિરિરાજ ઉપર ગઢની બહાર કે ગઢની અંદર નાનું કે મોટું દેવસ્થાન બનાવવા અંગે અથવા તો પ્રતિમા પધરાવવાના કામ નિમિત્ત પૈસા લેવાને પિતાને હક હોવાની વાત પહેલીવહેલી કરી તેની વિગત આ પ્રમાણે છે
વિ. સં. ૧૯૩૦ ના માગસર મહિનામાં અમદાવાદના શ્રી વિરજીવનદાસ મૂલચંદ,
મગનભાઈ કરમચંદની પેઢીના શ્રી મંગળદાસ પુંજાભાઈ તથા શેઠ જેઠાચંદનાં વિધવા આઈ કુંવર ગિરિરાજ ઉપર કોઈ એક જિનમંદિરમાં જિનપ્રતિમા પધરાવવા માટે પાલીતાણા ગયાં હતાં. એ વખતે પાલીતાણાના દરબારશ્રી તરફથી પ્રતિમા પધરાવવા માટે અમુક રકમની માગણી કરવામાં આવી હતી. પણ શ્રી હરજીવનભાઈએ એને ઇન્કાર કર્યો તે એટલા માટે કે જે પિતે આ રીતે રકમ આપે તે પ્રતિમા પધરાવવા માટે પૈસા લેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org