________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
૧૩
મથુરભાઈ એ તા. ૧૦-૨-૧૮૭૪ના રાજ કલ એન્ડરસન જોગ બીજી એક અરજી માકલી. અને એમણે સ્પષ્ટપણે કહ્યુ દરખારશ્રી પેાતાના નવા હકા ઊભા કરવા માગે છે તે વાતને આપના ફૈ'સલાથી સમર્થન મળે છે. પણ એમના આવા નવા હકા ઊભા કરવાના પ્રયત્ન આધારહીન છે. એટલે અમારી અરજ છે કે આપ આ સમગ્ર ખાખત અંગે ફરીથી વિચારણા કરવા મહેરખાની કરશેા, અને આપે આપેલ ફૈસલામાં ને ખાસ કરીને એના છેલ્લા ફકરામાં ફેરફાર કરશેા.
શેઠ આણંદજી કલ્યાણજીની વતી શ્રી મથુરભાઈ તરફથી ઉપર મુજબની રજૂઆત કરતી અરજી પેાતાને મળ્યા પછો એમ લાગે છે કે, કર્નલ એન્ડરસને ગેહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પેાલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલને આ અરજીની નકલ સાથે એવી નાંધ માકલી હતી કે ગિરિરાજ ઉપરની ટ્રુકોની અંદરની બધી જમીન ઉપર દરખારશ્રી શેા હક ધરાવે છે, અને એ મિલકત શ્રાવકોની ગણાય કે કેમ ? તેની ખાતરી કરીને તેના અહેવાલ પેાતાને લખી જણાવવા.
પેાલિટીકલ એજન્ટ તરફથી પેાતાને આ પ્રમાણેની નેાંધ મળ્યાની જાણુ તા. ૨૭-૨-૧૮૭૪ ના રાજ પાલીતાણાના દરખારશ્રીને આસિસ્ટન્ટ પોલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલ તરફથી કરવામાં આવી અને વધુમાં એમાં ફરમાવવામાં આવ્યું કે આ અંગે તમારે જે કઈ જવાબ આપવા હોય તે એક અઠવાડિયામાં મેાઢી આપવે.
દરખારશ્રી વતી આ અંગેના કેસની રજૂઆત શ્રી કેશવલાલ નાનાભાઈ એ એક અઠવાડિયાને બદલે વધુ સમય મેળવીને તા. ૨૧-૩-૧૮૭૪ ના રાજ આસિસ્ટન્ટ પેાલિટીકલ એજન્ટ કેપ્ટન એલ. રસેલ સમક્ષ વિસ્તારથી કરી અને તેમાં એમણે એવી માગણી કરી કે તા. ૭-૨-૧૮૭૪ ના રાજ પોલિટિકલ એજન્ટ કલ એન્ડરસને જે ફે'સલા આપ્યા છે એમાં ફેરફાર કરવાની જરૂર નથી. (કર્નલ એન્ડરસને ગઢની અંદર પણ જો દેરાસર વગેરે માટે જમીનના ઉપયોગ કરવા હાય તા તે માટે દરખારશ્રીની મંજૂરી મેળવવાની જરૂર સબંધી ઉલ્લેખ કર્યાં હતા. )
મા ઉપરથી આ અંગેની તપાસ કર્યા બાદ આસિસ્ટન્ટ પાલિટીકલ કેપ્ટન રસેલે પેાતાના અહેવાલ પેોલિટિકલ એજન્ટ એન્ડરસનને માકલતાં તા. ૨૪-૩-૧૮૯૪ના રાજ (પત્ર નં. ૧૧૭/૧૮૭૪ થી) જણાવ્યુ કે શ્રાવકોએ પાતાનાં દેરાસરા માટે જે જમીનના ખરેખરો ઉપયાગ કર્યો હાય તે સિવાયની બાકીની જમીન ઉપર ગઢની અંદર કે ટ્રકની અંદરની જમીન ઉપર શ્રાવકાના કોઈ હક હોય એમ મને નથી લાગતું, ઉપરાંત જે મ‘ક્રિશ કે પવિત્ર સ્થાના શ્રાવકાનાં નથી તેની જમીન ઉપર પણ તેમના હક નથી. વળી, ગઢ અને સિપાઈ એ માટેની આરડીઓ વગેરે ઠાકારસાહેબનાં જ છે. એ જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org