________________
૨૦
રોડ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ
એમ જાહેર કર્યું' અને આ સબધે ગવર્નામેન્ટમાં મજૂરી માટે માંગણી કરી છે, તે માંગણી મંજૂર થયેથી ઉપરની રકમ ત્થા તે સિવાય વકીલ વગેરે ખીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂ. ૧૫,૦૦૦/ પંદર હજાર સુધી જરૂર પડે તેમ છે એમ જાહેર કર્યું”. આ હકીકત ઉપરથી મિ. માણેકલાલ ઘેલાભાઈએ દરખાસ્ત કરી ત્યા મિ. અંબાલાલ બાપુભાઈ એ ટેકા આપ્યા કે આ કામ ઘણુ' જ સારું છે અને ઉપર જે રકમ જણાવી છે. તે રકમ શેઠ આણુંદજી કલ્યાણજીએ સમ્મેતશિખરના તીથ ખાતે લખીને આપવી અને તે ખાખત જે જે જરૂર અને યાગ્ય કામ લાગે તે સર્વે કરવા વહીવટ કરનાર પ્રતિનિધિઓને સત્તા આપવી અને આ કામ બદલ રાયદ્રીદાસજી મહાદુરને ધન્યવાદ આપવા.
ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટિંગમાં ઠરાવ થયેલ છે તે મંજૂર કરવામાં આવે છે અને ઠરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતામાં અથવા રકમમાં કાંઈ ઓછું વધતું કરવાનું અગર ફેરફાર કરવાનુ` વહીવટ કરનાર પ્રતિનિધિઓને ચેગ્ય લાગે તો તેમ પણ કરવાની તેમને સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. સદરહુ ઠરાવને વીજાપુરવાળા શાહ મગનલાલ કંકુચઢે ટેકો આપતાં તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યે.”
આ રીતે સમ્મેતશિખરજીના પહાડ ખરીદ્રી લેવા અગેના આ ઠરાવના બંધારણમાં સુધારા-વધારા કરવા માટે મળેલ તા. ૨૮-૨-૩૦ ૧૯૧૨ની મીટિંગમાં બહાલી આપ વામાં આવી હતી.
આ પછી પહાડ ખરીદવા અંગે કાયદાની સલાહ લેવામાં પહાડની ખરીદી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની વતી કોના નામે કરવી તે અંગે નિર્ણય કરવા માટે ત્યા કેટલાંક જરૂરી કામકાજમાં કલકત્તા સાથેના પત્રવ્યવહારમાં આશરે છએક વર્ષ જેટલા સમય વીતી ગયા અને છેવટે નક્કી થયા મુજબ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સઘની વતી શેઠ શ્રી આણુંદજી કલ્યાણુજીના નામે તેના પ્રમુખ નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈના નામથી આ પહાડ સને ૧૯૧૮માં ખરીદી લેવાના દસ્તાવેજ કરવામાં આવ્યેા.
પહાડના માલિકીહક્ક ૨૬ :—સમ્મેતશિખરના પવિત્ર પહાડ બિહાર રાજ્યમાં આવેલ છે. સને ૧૯૫૦ની આખરમાં બિહાર રાજ્યે ખિહાર લેન્ડ રિફ્રેશમ્સ એકટ નામે કાયદાના અમલ કરતાં આ પહાડના માલિકીહક્ક રદ થઈ ગયા હતા. આ પછી બિહાર રાજ્યમાં ચીફ મિનીસ્ટર કે. બી. સહાય સાથે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સĆઘના પ્રતિનિધિ મંડળે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની આગેવાની નીચે મુલાકાત લીધા પછી ત્યા વાટાઘાટો કર્યા પછી ચીફ મિનીસ્ટરે બિહાર રાજ્યની વતી એક દસ્તાવેજ આપણી પેઢીને તા. ૫-૨-૬૫ના રાજ કરી આપ્યા. નવાઈની વાત તા એ છે કે એમણે જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org