SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી – તા. ૬-૧૧-૧૮૯૨ ના રોજ જામવાળીના ચમાર જગા જેઠા વગેરેને રૂ. ૧૫૨૫ માં છાપરિયાળી ભામનો ઈજારો આપવાનું કરાવવામાં આવ્યું અને એ પેટે રૂ. ૫૦૦/ લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. -- સને ૧૮૯૪ની સાલમાં ભામને ઈજારે જામવાળીના ચમાર જગા જેઠા વગેરેને રૂ. ૩૧૦૧/માં અને રૂ. ૭૭૫/ ડીપોઝીટ તરીકે લેવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૨૦-૧-૧૮૫ ના રોજ છાપરિયાળી ભામના ઈજારદારને રહેવા માટે મકાન કરાવી આપવા માટે રૂ. ૧૦૦/ મંજૂર કરવામાં આવ્યા. – તા. ૭-૧૦-૧૮૯૭ ના રેજ છાપરિયાળી ભામને ઈજારે જામવાળીના ચમાર જગા જેઠા થા કરસન હરજી વગેરેને આપવાનું ઠરાવવામાં આવ્યું. – તા. ૨૨-૧૦-૧૮૯૯ના રોજ છાપરિયાળી ભામને ઈજારો જામવાળીના ઉપર જણાવેલ શાને રૂ. ૭૦૦ માં આપવાનું ઠરાવ્યું અને વધારામાં એમની પાસેથી કેસ માટે ચામડાં નંગ ૨૦ વગર કિંમતે લેવાનું ઠરાવવામાં આવ્યું. – ઈ. સ. ૧૯૦૦માં ભામનો ઇજારે પાલીતાણાવાળાએ જેસરના ચમાર બુધા લાખા વગેરેને આપ્યો તે મંજુર કરવામાં આવ્યો. – તા. ૧૯-૧૨-૧૯૦૦ના રોજ ઉપર આપેલા રૂ. ૯૦૧ નાં ઈજારામાંથી રૂ. ૩૨૧/ એાછા આવ્યા તે માંડી વાળવાનું અને સંવત ૧૯૫૮નો ઈજારો એમને રૂ. ૩૫૦/ થી આપવાનું ઠરાવવામાં આવ્યું. – તા. ૯-૧૧-૧૯૦૨ ના રોજ ભામને ઈજા સંદરણ ગામના ચમાર વિર કાંધા વગેરેને રૂ. ૧૧૫૧/થી પાલીતાણાએ આપવો એવું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૨-૧૦-૧૯૦૩ના રોજ ભામને ઈજારે જેસરના વેરા અબદુલ કરીમ મહુવાના મેમણ સુલેમાન ઈસ્માઈલને રૂ. ૧૭૫૧ થી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૧૩-૧૨-૧૯૦૪ના રોજ ભામને ઈજાર રૂ. ૫૪૦૧/ થી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૩૧-૧-૧૯૦૬ના ઠરાવ મુજબ ભામને ઈજારો રૂ. ૩૮૦૦/ માં જામવાળીના ચમાર લુણ જગા થા મોરસણ ગામના ચમાર ભેજા મેઘાને આપવાનું ઠરાવ્યું પણ તેઓએ રકમ ન ભરતાં બીજા કોઈને રૂ. ૩૬૦૦ થી માગણી કરનારને તે આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૦૭નો ભામને ઈજાર રૂ. ૬૦૦૧/ માં મહુવાના બેજા પીરભાઈ કુરજી Oા ખેજા નજરઅલી નાનજીને આપવામાં આવ્યો હતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy