________________
૨૨૪
શેઠ આ૦ કoની પેઢીને ઇતિહાસ – સને ૧૯૧૦માં આ ઈજારો રૂ. ૩૫૫૫ માં ગારિયાધારવાળા સમજી મુસાજીને
આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૨ની સાલને ભામનો ઈજારે રૂ. ૧૧૫૦૧ માં ખેજા હસનઅલી વગેરેને
આપવાનું કરાવ્યું. ભામના ઈજારાના બાકી રહેતા રૂ. ૧૫૦૦ માંડી વાળવાનું
ઠરાવ્યું અને ઈજારદારને છૂટા કરવામાં આવ્યા. – સને ૧૯૭૧ની સાલને ઈજારે ઘેટી ગામવાળા ચમાર ઉગા જેઠા વગેરેને આપવામાં આવ્યું.
આ ઉપર આપ્યા દાખલા ઉપરથી જોઈ શકાય છે કે ભામના ઈજારાની રકમમાં વર્ષોવર્ષ સંજોગ પ્રમાણે ફેરફાર થતો રહ્યો છે અને એ ફેરફાર કેવા પ્રકારનો હતે તે બતાવવા માટે ઉપર આપેલી માહિતી પૂરતી લાગે છે.
વધારાના ખર્ચને પહોંચી વળવાના ઉપાયો - આ વાતને ચિતાર તા. ૩-૧૨-૧૮૮૮ ની વહીવટદાર પ્રતિનિધિઓની મીટિંગના નીચે મુજબ લખાણ ઉપરથી સ્પષ્ટરૂપે આવી શકે છેઃ
“છાપરિયાળી ખાતે ખડાં ઢોરનું જે કારખાનું ઉઘાડવામાં આવેલું છે તેના ખરચને સારુ મદદ તરીકે કાઠિયાવાડનાં તમામ ગામનાં મહાજને તરફથી ઉમરા દીઠ અમુક રકમ આપવા કબુલ કરેલી તે ઉઘરાવવા ખાસ માણસ રાખે. તે ઉપર મુજબ નાણા ઉઘરાવવા ઠેકાણે ઠેકાણે ગયા હતા. છતાં મહાજન તરફથી મદદ મળતી નથી બલકે રાખેલ ગુમાસ્તાના પગાર વગેરે ખરચ જેટલાં પણ વખતે નાણું ભેગાં થતાં નથી. એટલું જ નહીં પણ ભાવનગર મધેના સંઘ તરફથી સં. ૧૯૨૬ની સાલથી ખેડા ઢોર ખાતે ચોથ આપવા કરાર લખી આપ્યા છતાં તે પ્રમાણે હજુ સુધી તેમની તરફથી વરતવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. આ અને બીજા કારણોને લીધે છાપરિયાળીનાં ખોડા ઢેર ખાતે ખરચ કરતાં દર વરસે ઉપજમાં સુમારે રૂપિયા આઠ-દસ હજારનો તેટો પડે છે અને તે કારણથી જીવદયા ખાતે સુમારે બે લાખ રૂપિઆનું કરજ થઈ ગયેલું છે. માટે ઉપજ કરજને સુમાર સરો લાવવાના હેતુથી એવો ઠરાવ કરવામાં આવે છે કે કાઠિયાવાડના દરેક ઠેકાણે ઠેકાણેના મહાજન તરફથી હવે પછી જે ઢોર મોકલવામાં આવશે તે બાબત નીચે પ્રમાણેના દ્વારા દીઠ રકમ લેવામાં આવશે.
રૂ. ૨, દરેક મોટા ઢોરના, ૧/ રૂ. દરેક નાના ઢોરને ત્યા રૂ. દરેક મોટા બોકડા Oા ઘેટાને.
ઉપર પ્રમાણે ઢાર દીઠ રકમ ગણું મહાજનો તરફથી ઢેર ઉપર બતાવેલ દર પ્રમાણેની રકમ સાથે મોકલવામાં આવશે તે ઢોરોને જ ફક્ત દાખલ કરવામાં આવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org