SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી ૨૭ ડેમના દેરાસરના મેનેજર શ્રી લાભશંકરભાઈ જેઠાલાલ પાઠક પાસેથી જાણવામાં આવી છે તેની અહીં સાભાર નેંધ લેવામાં આવે છે.) - દેરાસર - છાપરિયાળી ગામ પાસે આવેલી એક નાની ટેકરી ઉપર ભગવાન ઋષભદેવનું નાનું સરખું જિનાલય છે જેમાં નીચે મુજબ શિલાલેખ કરવામાં આવેલું છે? "सं. १९२१ महावदी ३, सोमवार राजनगर निवासी ओसलालझातीय वृद्ध शाखाना ફીશી (અહીં નામ વંચાતું નથી) રવચંદ્ર પર રોઢવાના પુત્ર રદ માદામના શ્રેયાર્થ vમના ઘર ઘેરીવાશે....... તિરાપ મારા શારિતસાગરસૂરિ..” વિશાળ વડલો - આ ગામથી થોડે દૂર સીમના ભાગમાં એક ખૂબ વિશાળ વડલે આવેલો છે. એને “વિઘાવડ” (વિઘા જેટલો વિશાળ વડ) નામે એની વિશાળતાને કારણે ઓળખવામાં આવે છે, જે જોવાલાયક છે. આ વડલાનો ઉપયોગ ઉનાળામાં પશુઓ છાયામાં બેસવા માટે કરે છે. ફ - આ ગામની સીમમાં એક “ધોળો કૂવો ” જેને “ન કુ” પણ કહેવામાં આવે છે, તેની જોડે બન્ને બાજુ અવેડા બનેલા છે. આ કૃ વિ. સં. ૧૯૪ની સાલમાં અમદાવાદના શેઠ માણેકલાલ ચુનીલાલ શાહે આપેલ રૂ. ૨૪૦૦/ની સખાવતથી બંધાયેલ છે એ ત્યાં લેખ છે. આ ગામમાં જે પાંજરાપોળ આવેલી છે તેમાં ઘાયલ પશુઓ અને અપંગ પશુઓ થા ઘરડાં થયેલાં જાનવરોને રાખવામાં આવે છે અને એમની પૂરેપૂરી દાકતરી સારવાર થતી રહે, તેમ જ એમને ખોરાક-પાણી બરાબર મળતાં રહે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. આથી અહીં પશુઓની સંખ્યા વધારે પ્રમાણમાં રહે અને ખર્ચમાં દર વર્ષે તાણ પડતી રહે એ સ્વાભાવિક છે. ક્યારેક તે આ ખાધ અથવા તાણ એટલા મોટા પ્રમાણમાં વધી જાય છે કે જ્યારે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને એની ચિંતા કરીને ખર્ચ પૂરું કરવાનો પ્રયત્ન કરે પડે છે. અહીં એ કહેવાની જરૂર નથી કે આ પાંજરાપોળમાં આવતાં પશુઓનું ઘાસ નિયમિત અને પ્રમાણસર મળતું રહે એ માટે ઘાસની ગાંસડીઓ સારા પ્રમાણમાં વસાવવી પડે છે. વિશાળ કારોબાર :- આ સ્થાનની રક્ષણ માટે એક ગામના વહીવટ એટલે વિશાળ કારોબાર ચલાવવું પડે છે અને એ માટે મેનેજર અર્થાત મુનીમ, હિસાબખાતાના માણસે, પિોલીસ પટેલ, જમાદાર, ઢોરના ડોકટર વગેરે માણસોને નિભાવ કરવો પડે છે, સાથે સાથે અમારે વગેરેને ભામનો ઈજારે સમયે સમયે આપે પડે છે તેમ જ વખત આવે ખેડૂતોને તગાવી પણ આપવી પડે છે. અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કેઈક વાર ભામના ઈજારદાર ચમારે પાસે રૂ. ૬૪૮૭ જેટલી મેટી રકમનું લેણું પડયું હતું. જે ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy