SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ વસૂલ કરવા માટે એમને રજીસ્ટર નોટીસ આપવી પડી હતી. આ બનાવ ઈ. સ. ૧૮૮૯ની આસપાસ બન્યા હતા. છાપરિયાળી ગામ પાસે ફૂલવાડી છે. એને વાર્ષિક રૂ. ૭૫/ થી ઈજારે આપવાનું નકકી થયું હતું. તેમ જ તે ફૂલવાડીની સાચવણી માટે ગઢ ચણવા માટે રૂ. ૩૭૫) નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. કેટલીક જાણવા જેવી કામગીરી - એક વાર ગઢડાના ઠાકરે એ પ્રમાણે લખ્યું હતું કે દર વર્ષે અમુક રકમ લઈને એમનાં દ્વાર છાપરિયાળીમાં રાખવાં, આ કામ ખાસ જીવદયાનું હેવાથી પેઢીએ આ વાત મંજૂર રાખી હતી. ક્યારેક એ નિર્ણય પણ લેવામાં આવ્યું હતું કે શ્રી સંઘને છાપરિયાળી પાંજરાપોળના જીવદયા ખાતાના હિસાબને ખ્યાલ આવે એટલા માટે એનો રિપોર્ટ છપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ક્યારેક લીમડીના મહાજને પોતાની પાંજરાપોળમાંનાં ત્રણસે ઢાર પોતાની પાસે આર્થિક સગવડ ન હોવાથી, વગર ફીએ છાપરિયાળીમાં રાખવાની માંગણી કરી હતી જે જીવરક્ષાની દષ્ટિએ મંજૂર રાખવામાં આવી હતી. પાલીતાણા પાસે આવેલ ભંડારિયા ગામમાં ઘાસની ગંજી હતી, તે ઘાસ સારું હોય તો છાપરિયાળીથી છ-સાતસો ઢેરને લઈ જઈને તે ખવરાવી દેવું અને હેરને રાખવા અંગેની વ્યવસ્થા માટે રૂ. ૨૦૦/ આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. છાપરિયાળીમાં ખર્ચની હમેશાં તંગી રહેતી હતી. તે પૂરી કરવા પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ સદા ચિંતિત અને જાગૃત રહેતા હતા તે નીચેના દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે. – ઈ. સ. ૧૮૯૨ ની સાલમાં છાપરિયાળીનાં ઢોરોને રાખવાનું છાપરું દુરસ્ત કરવા માટે રૂ. ૨૨૨૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – એક વાર ધોરાજીના મહાજનને એમ લખવાની ફરજ પડી હતી કે ફી લીધા વગર છાપરિયાળીમાં ઢોર રાખી શકાશે નહિ. છાપરિયાળીમાં અપંગ કૂતરાં વગેરેની સાચ વણું બરાબર થઈ શકે તે માટે જેટલા કરનારી બે બહેનેને રાખવામાં આવી હતી. -- ક્યારેક છાપરિયાળી પાંજરાપોળમાં ઢોરોને ભરાવો થઈ જવાથી વધુ ઢર ન મોકલાવવાની છાપરિયાળીથી માંગણી કરવામાં આવી હતી જેને જીવદયાની દષ્ટિએ ઈન્કાર કરવામાં આવ્યું હતું. – ક્યારેક એવું પણ બન્યું કે છાપરિયાળીના ખેડૂતે પોતાની જમીન મૂકીને ભાગી ગયા એટલે સીમમાંની ખેતીલાયક જમીન નિયમિત ખેડાતી રહે એટલા માટે તગાવી આપીને પણ બીજા ખેડૂતોને વસાવવાની ફરજ ઊભી થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy