SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શેઠ આ૦ ૪૦ની પેઢીના ઇતિહાસ તાડી નાખે છે તેમ કાટથી ફૂલેલા આ ખૂટામેએ મદિરનાં પથ્થરોના તાળવાં તાડી બહાર નીકળવા માંડયું, અને ઠેર ઠેર ગાબડાં પડયાં. ઘુંમટા અને છતાનાં ધાબાંએમાંથી અનેક જગ્યાએ પાણી પડવા લાગ્યું. જમીન ઉપરની લાદી ઊખડીને ઊંચીનીચી થઈ ગઈ. કાઈ કાઈ સ્તભા અને પાટડામાં ચિરાડા પડી અને નલિનીગુવિમાનને આધાર ખળભળવા લાગ્યા. નવ્વાણુ લખપતિઓ ધરાવતા સાદડીના સધ હવે જાગ્યા હતા. પરંતુ એને મા સૂઝતા ન હેાતા. કામ શક્તિ બહારનું લાગવા માંડયું હતુ; ધનથી તા કદાચ પહેાંચી શકાય પરંતુ આવા મહાન કાર્ય માટે જોઈત્તી સૂઝ કાંથી લાવી ? બહુ વિચારને અ ંતે જાણે મદિરના અધિષ્ઠાયક શાસન દેવતાએ માગ સુઝાડયો. હાય તવે! પ્રકાશ પચાના હૃદયમાં પડયો. અને ક્ષેત્રિય સ’કુચિતતા છે!ડીને ભારતના સમસ્ત શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધની પ્રતિનિધિ એવી શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી તરફ તેમણે દિષ્ટ દાડાવી, પછી તા સાદડી સઘ અને શેઠ આણુંજી કલ્યાણજીની પેઢી વચ્ચે વાટાધાટા ચાલી. શેઠ આણુ છ કલ્યાણુજીની પેઢી માટે પણ આ કાંઈ નાનુંસૂનું કામ ન હતું, પરંતુ તેની પાસે સમ નેતૃત્વ હતું : ગમે તે કાર્ય પ્રત્યે મૂલગામી પક્કડ ધરાવતી દૃષ્ટિવાળા પ્રમુખ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની સબળ રાહબરી તેને સાંપડેલી હતી. ધરણાશાની ધગશના શેઠે કસ્તૂરભાઈમાં આવિર્ભાવ થયા અને શેઠ આણંદજી કલ્યાણુજીએ રાણકપુરનાં 'ાિનેા વહીવટ સભાળી લીધા, પરંતુ કા ભગીરથ હતું. ધનની નિહ પણ મનની દૃષ્ટિએ શું કરવુ. અને કેમ કરવું ? આ મહાન મદિરની દુરવસ્થા દૂર કરી તેના કાયાકલ્પ કરે તેવા વૈદ્યો કયાં શેાધવા ? પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈના મનમાં તેને એક આખા નકશા હતા. મહાન પ્રભાવક શાસનસમ્રાટ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજીની સલાહ અને આજ્ઞા લઈને આ ધકાની શરૂઆત તેમણે કરી; એ સમયના ઉત્તમ શક્તિ ધરાવતા શિલ્પીઓની સલાહ લેવા માંડી, અને આધુનિક સ્થાપત્યવિજ્ઞાનના ઉત્તમ જાણકારની બુદ્ધિના લાભ લેવાનું નહિ ચૂકવાનું પણ નક્કી કરવામાં આવ્યું. અને તે મુજબ શિલ્પી ભાઈશ કર ગૌરીશંકર, પ્રભાશ કર આઘડભાઈ, જગન્નાથ અંબારામ અને દલછારામ ખુશાલદાસ એમ ચાર શિલ્પીઆના જૂથને જીર્ણોદ્ધારના અહેવાલ આપવાનું સાંપાયું. ખીજી બાજુ આધુનિક સ્થાપત્યવિજ્ઞાનના નિષ્ણાત ગ્રેગસન મેટલી ઍન્ડ કીંગને પણ તે કામ સોંપવામાં આવ્યુ'. અને વિક્રમ સંવત ૧૯૮૯ માં શ્રી એટલી અને શિલ્પીઓના અહેવાલ મળી ગયા. ઉપરીક્ત ચાર શિલ્પીઓ પૈકીના ધ્રાંગધ્રાના વતની શ્રી દલારામ ખુશાલદાસને આ ભગીરથ કાર્યની જવાબદારી સોંપવામાં આવી. જે ખાણાના પથ્થરથી મંદિર બંધાવ્યું હતું, તે સેાનારાની ખાણેાના પથ્થરા આવવા લાગ્યા અને ખસેા કારીગરાનાં ટાંકણાંની સરગમ ગૂ‘જવા લાગી. અનેક મારવાડી સામપુરા કલાકારા પણુ તેમના પૂર્વજોએ રચેલા આ અપૂર્વ સ્થાપત્યના ઉદ્ઘારમાં લાગી ગયા. આજુબાજુનાં ગામડાંઓના સેંકડા મજૂરા ઊતરી પડયા અને જૉંગલમાં મંગલ બની રહ્યું. મનુષ્યા હાય ત્યાં કૂતરાંઓ પણ આવે જ. આ કૂતરાની લાલચે વાઘ અને દીપડા કાટ ટેકીને ધર્મશાળાના ચોકમાં પડવા લાગ્યા. શરૂ શરૂમાં ભયભીત બનતા માનવીએ ધીમે ધીમે જ*ગલી જનાવરાથી ટેવાઈ ગયા અને કામ ધમધેાકાર ચાલવા લાગ્યું”. શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢી સાદડીમાં અને શિલ્પીના પડાવ રાણકપુરમાં રાખવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy