________________
૧૬ માં પ્રકરણની પાને ૧. આ માટે એક પ્રાચીન ગ્લૅકમાં કહ્યું છે કે. . નવી કિર ઇશ્વ, વિષાને જ મત . તમારદg guj, કાયતે | - ૨. શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈને અમૃત મહોત્સવ અમદાવાદમાં તા. ૧૦-૫-૧૯૭૦ના રોજ
અખિલ ભારતીય ધરણે ઉજવવામાં આવ્યું તે પ્રસંગે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય મિસ્ત્રી સોમપુરાથી અમૃતલાલ મૂળશંકર ત્રિવેદીએ લખેલ અને શ્રી અમૃત મહત્સવ સમિતિ તરફથી પ્રગટ કરવામાં આવેલ “શત્રુજ્ય-રાણકપુર-દેલવાડા” નામે પુરિતકામાં (પૃ. ૩૭ થી ૩૮માં) શ્રી રાણકપુર તીર્થના જીર્ણોદ્ધારને લગતી જે આધારભૂત માહિતી રજૂ કરવામાં આવી છે તે અહીં આપવી ઉચિત લાગે છે જે આ પ્રમાણે છે–
પુરાણે તે કહે છે કે, દેવી સરવે પર દાનવીય તર વિજય મેળવે ત્યારે સ્વર્ગનું પણ પતન થાય છે. પૃથ્વી પરના આ સ્વર્ગનું પણ એક કાળે એમ જ બન્યું. આ નલિનગુલ્મવિમાન તથા શ્રી નેમિનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનનાં મંદિરો તથા જગતને જીવન બક્ષી રહેલા પ્રકાશના દેવ ભગવાન સૂર્યનારાયણના મંદિર સિવાયનું સારુંયે રાણકપુર ગામ ઉજ્જડ બની ગયું છે. - રાજકીય અસ્થિરતા અને અંધાધૂધીના જમાનામાં સહુ પોતપોતાની સલામતીની ચિંતામાં પડયા હોય ત્યાં એકલા-અટૂલા પડી ગયેલાં અને નિર્જન સ્થાનમાં રહેલાં દેવસ્થાનોની સંભાળ લેવાનું કેને સૂઝે ? છતાં આવું સ્વર્ગીય સ્થાન તદ્દન વિમૃત તે કેમ જ થાય ? તેના સૌંદર્યું તેને તીર્થ બનાવી દીધું. સાદડી ગામના સંઘે તેની સારસંભાળ લેવા માંડી. પરંતુ વ્યવસાયી શ્રેણીઓ ધંધામાં એટલા ગળાબૂડ બન્યા હતા કે મંદિર દિવસે દિવસે દુરવસ્થાને પ્રાપ્ત કરતું ગયું. - - સમય પલટા, શ્રેષ્ઠીઓમાં કળિયુગ પેઠે, અને ધર્મનું સ્થાન અંગત મહત્ત્વાકાંક્ષાઓએ લીધું. ધર્મમાં વાડા પડ્યાં. તેમાં પેટા પડયાં અને સમાજ ખંડ ખંડ થઈ ગયો. સમાજમાં પડેલા આ તડાઓએ અંગત મહત્ત્વ અને માનાપમાનની આગળ ધર્મની સેવાઓને ગૌણ ગણી, અને મંદિરની દુરવસ્થા વધતી ચાલી. દુંદુભિઓ અને મંત્રોચ્ચારેથી ગુંજતું આ સ્થાન ચામાચીડિયાં અને કબુતરોનું નિવાસસ્થાન બન્યું છે જ્યાં ધૂપ, કેસર અને પુષ્પોની સુગંધ આજુબાજુના વાતાવરણને ભરી દેતી હતી, ત્યાં ચામાચીડિયાં અને કબૂતરની હગારની દુર્ગધ ફેલાવા લાગી. નકશીદાર સ્તંભે, ધારે અને પાટડાઓ એટલા મેલા થઈ ગયા કે તે સફેદ આરસની છે, તેમ માનવું મુશ્કેલ પડવા લાગ્યું.
સેંકડો કલાત્મક પથ્થરના સાંધાઓમાં મજબૂતી માટે જડેલા લેખંડના ખૂટાઓનું આયુષ્ય પૂરું થયું હતું. દેહમાંથી બહાર નીકળવા ઇચ્છતા યોગીના પ્રાણ જેમ બ્રહ્મરંધ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org