________________
૪
૧૯૮
શેઠ આ કરની પેઢીને ઇતિહાસ ફેરફાર કરે નહિ. તેમણે તેમના એક ટ્રસ્ટને આપણી સાથે રાખી કામ કરાવવું એમ સૂચવ્યું. આપણે ના પાડી. છેવટે તેઓએ આપણી શરત કબૂલી.
દેલવાડાનાં દેરાસરોના જીર્ણોદ્ધારનું જે કામ કરાવવાનું હતું તેમાં પ્રથમ આપણે એમ નક્કી કર્યું કે દસમા સૈકામાં કે બારમા સિકામાં જે ખાણને આરસ વાપર્યો હોય તે જ ખાણમાંથી આરસ કઢાવી જીર્ણોદ્ધાર કરાવ. તે ખાણ ધી કાઢવા આપણું બે મિસ્ત્રીઓને છ મહિના સુધી રોક્યા. તેઓ ત્યાંના આસપાસના પહાડોમાં ફર્યા. છ મહિનાને અંતે તેઓએ શોધી કાઢયું કે અંબાજી પાસેની ખાણમાંથી આરસ કાઢી દેલવાડાનાં મંદિરો બંધાવવામાં આવ્યાં છે. એ ખાણમાંથી પથ્થર મેળવવા અમે એક મિસ્ત્રી પાસે, દાંતા દરબારને અરજી કરાવી. દાંતા દરબારે તે ખાણમાંથી આરસ કાઢવાની ના પાડી. તેથી હું તે વખતના ચીફ મિનિસ્ટર શ્રી મોરારજીભાઈને મળે અને તેમને જણાવ્યું કે જગવિખ્યાત દેલવાડાનાં જૈન મંદિરને અમારે જીર્ણોદ્ધાર કરાવે છે અને તેના આરસની ખાણ અંબાજીના મંદિરની પાસે છે, પણ દાંતા દરબાર તેમાંથી આરસ લેવા દેવાની ના પાડે છે. મેરારજીભાઈએ કહ્યું કે હું આઠ દિવસ પછી અંબાજી જવાને છું. તમારા મેનેજરને તે દિવસે ત્યાં મોકલે. પેઢીના મેનેજર નાગરદાસને અમે ત્યાં મોકલ્યા. દાંતાના દરબાર સાહેબ ત્યાં હાજર હતા. મોરારજીભાઈ એ તેમને પૂછ્યું કે આરસ લેવા દેવા કેમ ના પાડે છે? દરબારે કહ્યું કે તે મારી પર્સનલ મિલક્ત છે. મોરારજીભાઈએ નાગરદાસને, તેમના દેખતાં જ કહ્યું કે તમે આરસ કઢાવવા માંડે. હું જોઉં છું કે તમને કેણ રેકે છે?
એ રીતે અમે અંબાજી નજીકના પહાડમાંથી આરસ કઢાવી દેલવાડાનાં મંદિરને જીર્ણોદ્ધાર કરાવવા નકકી કર્યું. અને નક્કી કરતાં પહેલાં જીર્ણોદ્ધારમાં કેટલો ખર્ચ થશે તેને એસ્ટીમેટ બે મિસ્ત્રીઓ પાસે તૈયાર કરાવ્યું. મિસ્ત્રીઓએ ત્રણ મહિનામાં એસ્ટીમેટ તૈયાર કર્યો. તે એસ્ટીમેટ રૂ. ૨૩ લાખને હતે. અમારી સમિતિમાં મંજૂરી માટે તે રજૂ કર્યો. તે વખતના હિસાબે એસ્ટીમેટની રકમ ઘણું મટી હતી. પણ મંદિરે જગવિખ્યાત હોઈ તેમ જ તેમાં કારીગરી ઘણી જ સુંદર હાઈ અમારી સમિતિએ તે મંજૂર કરી કામ કરવાનું અમૃતલાલ મિસ્ત્રીને સેપ્યું. કામ શરૂ થયા બાદ બેએક મહિના પછી હું આબુ ગયો. તેમણે જે કામ ત્યાં સુધીમાં કર્યું હતું તે જોઈ મેં મિસ્ત્રીને કહ્યું કે કામ ઘણું સંતોષકારક છે, મિસ્ત્રી કહે, સાહેબ! કામ તે સારું છે, પણ અમે જે એસ્ટીમેટ તમેને આપ્યું છે તેમાં અમે ઘનફૂટે રૂ. પ૦-૦૦ ખર્ચ આવશે એમ ગણી એસ્ટીમેટ આપે છે, જ્યારે આ કામ રૂ. ૨૦૦-૦૦ (બસે રૂપિયે) ઘનફૂટ પડવા જાય છે, એટલે ચારગણું ખર્ચ આવે છે, મેં કીધું કે ફિકર નહિ, પણ કામ તે આવા ઊંચા પ્રકારનું જ થવું જોઈએ. તે પ્રમાણે અમે આબુનાં મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org