________________
૧૬
પેઢીએ કરાવેલ છદ્વારા
જૈન પરપરામાં છેક પ્રાચીન કાળથી જિનાલયેા તથા તીર્થધામાના મહિમા મુખ્ય સ્થાને રહ્યો છે. અને તેથી દેશભરમાં જુદા જુદા પ્રદેશે અને શહેરા, ગામામાં એક કે તેથી વધુ જિનાલયેા અસ્તિત્વમાં આવ્યાં છે, કદાચ એકદર રીતે વિચારીએ તા ભારતીય સસ્કૃતિની સ્થિતિ માટે પણુ આમ કહી શકાય તેમ હિંદુ ધર્મનાં સૌંખ્યાબંધ તીસ્થાના અને મુખ્ય દેવસ્થાના સાક્ષી પૂરે છે.
પ્રાચીન જિનાલયેા તથા તીર્થ સ્થાનાને આક્રમકાનાં આક્રમણને કારણે, કાળના ધસારાને કારણે અથવા એવા જ કાઈ કારણસર જીણુ તાના ભાગ થવું પડે છે અને જ્યારે આમ બને છે ત્યારે એની મરામત કરાવીને એને ટકાવી રાખવાં એ જે તે સમાજનુ ધર્માંક વ્યૂ બની રહે છે. આથી જ એમ કહેવામાં આવ્યુ' છે કે નવું મ'દિર બાંધવામાં જે પુણ્ય મળે છે તેના કરતાં આઠગણું પુણ્ય જીણુ થતા જતા મંદિરના જીર્ણોદ્ધાર કરાવવામાં મળે છે.
શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી છે એના સ્થાપનાકાળથી જીર્ણોદ્ધારનું કાર્ય કરતી આવી છે અને એ માટે ખર્ચની રકમના આંક જોયા વગર ઉદાર દિલે ખર્ચ કરતી રહી છે. આના કેટલાક દાખલા અહી' રજૂ કરવા ઉચિત લાગે છે, (૧) શ્રી રાણકપુર તીથ :—
રાણકપુર તીથ પેઢી હસ્તક આવી ગયુ' તે પછી તેના જીર્ણોદ્ધારની વ્યવસ્થા કેવી રીતે આગળ વધી રહી હતી તેનુ' સુરેખ શબ્દચિત્ર શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ એ તેમના તા. ૭-૩-૧૯૭૬ના નિવેનમાં (પૃ. ૧૧ થી ૧૩ માં ) આપ્યું હતું જે અહી રજૂ કરવું ઈષ્ટ લાગે છે. તેઓએ કહ્યુ હતુ કે—
“રાણકપુરના વહીવટ જ્યારે લીધા ત્યારે ત્યાંનાં મંદિરોની આસપાસની જગ્યા બિસ્માર હાલતમાં હતી. ઝેરી જનાવરા તથા ૫'ખીઓના માળા પણ દિશમાં નજરે પડતાં હતાં. આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવવાનુ` તા. ૧૬-૧-૩૬ની મીટિંગમાં નક્કી થયું. આ માટે સ્થાપત્યના વિદ્વાન અને નિષ્ણાત શિલ્પી ગ્રેગસન એટલી તથા પેઢીના શિલ્પીઓ (૧) શ્રી ભાઈશંકર, (૨) શ્રી પ્રભાશ ́કર, (૩) શ્રીજગન્નાથભાઈ અને (૪) શ્રી દલછારામને લઈ હું. તા. ૧૩-૩-૩૭ના રાજ રાણકપુર ગયા. તે વખતે ત્યાંની ધર્મશાળા કાંઈ પણ સગવડ વિનાની અને માત્ર પડાળીઓની જ હતી. અમે ખુલ્લામાં ચાર દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org