SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી ૧૭૩ આની સાથે સાથે નીચેને ઠરાવ ઉપરની વાતનું વધુ સમર્થન કરે છે. જે આ પ્રમાણે છે : દાવાવાલા રૂ. ૫૪૨૨-૧૪-૯ Oા ખર્ચના રૂ. ૪૦૮-૧-૩ મળી રૂ. ૫૪પ૧-/ અકે ચોપન એકાવનની કેટેની મારફતથી રૂ. ૪૫૦ માગશર સુદ-૨ અને ૩૫૦ ચિત્ર સુદ-૨ એ રીતે સંવત ૧૯૫૧ને માગસર સુદ-૨ થી ૧૯૫૭ના ચૈત્ર સુદ-૨ ના સુધી સાત વર્ષ ભરે અને બાકીના રૂ. ૨૦૧, રહે તે સં. ૧૯૫૮ના માગસર સુદ-૨ના રોજ ભારે અને તે પ્રમાણે કાંધા બરોબર ના ભરે અને કાંધું પડે તે તમામ કાંધાના રૂપિયા પડથાના કાંધાની તારીખથી આઠ આના પ્રમાણે વ્યાજ સાથે તેમની ઘરખેડની જમીન વગેરેથી તેમની જાત મીલકતથી વસુલ કરી લેવામાં આવે એવું હુકમનામું કરાવી લેવું.” આ કિસ્સામાં સરવૈયા શ્રી રાસાભાઈ પાસે રૂ. ૧૧,૧૬-૧૧-૬ જેટલું લેણું નીકળતું હતું તેની ઉપર પ્રમાણે કુલ રૂ. ૫૪પ૧/ માં સમાધાન કરવામાં આવ્યું. આમ છતાં આવી છૂટ મૂકેલી રકમની વસૂલાત સમયસર થઈ નહિ તેથી પેઢીએ તેમની સામે દાવો કરવાને, તા. ૧૫-૧૨-૧૯૦૫ ના રોજ નીચે મુજબ ઠરાવ કર્યો? રહીશાળાના સરવૈયા મહેરૂભાઈ રામાભાઈ પાસે લેણા નીકળતા પૈસાને રૂપિયાને ચિક થાણામાં દાવો કરવાને પાદ્વીતાણવાળા જા. નં. ૭૪ના ભી ડીસેમ્બરના સને ૧૯૦૫ના પત્રથી મંજૂરી માંગે છે માટે સદરહુ સરવૈયા મહેરૂભાઈ ઉપર ચેકથાણામાં દા કરવાને પાલીતાણે લખવું.” વધુ રકમ ધીરવા બાબત – - “રા. રા. ચુનીલાલભાઈના મત અભિપ્રાયમાં જાલીયાગામ લખાવી લેવા તેમણે બલકુલ નાપસંદ કર્યું નથી પણ જ્યારે ખરી રીતે તે હાલ તેમના કબજામાં નથી. જાલીઆને બદલે લીમડા લખી આપે તેમ ગોહેલ શ્રી ભગવતસીંહજીને કહ્યું અને તેમ તેઓ કરવા ખુશી ના બતાવે તે પ્રથમના બે ગામની સાથે જાલીઆ ત્રીજુ રા. રા. હિરચંદ ભાઈના અભિપ્રાયમાં બતાવેલી શરતે પ્રમાણે શેઠજી સાહેબ તથા શેઠ આણંદજી કલ્યાણજી બંનેના નામથી ભેગે દસ્તાવેજ લખાવી ૨જીસ્ટર કરાવી લઈ રૂ. ૬૦૦૦/ સુધી તેઓને આપવા.” (આ ઠરાવ તા. ૨૪-૧-૧૮૮૯ના રોજ થયો હતે.) - તા. ૨૩-૨-૧૮૮૯ના રોજ છાપરીયાળી ગામની ભામને ઈજારે રાખનાર અંગે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતે– “છાપરીયાળી પાંજરાપોળની ભામ રાખનાર જામવાળાના ચમારે પાસે રૂપિયા ૬૦૦૦ ઉપરાંત લેણા થયા છે, તેને સારૂ યેગ્ય ઇલાજ લેવા પાલીતાણે કાગળ લખ.” મૂડી રોકાણમાં સાવચેતી : પ્રોમીસરી ને રૂપિયા દેઢ લાખની લેવા તા. ૧૬-૧૧-૧૮૮૯ના રોજ ઠરાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy