________________
કેટલાંક બાદશાહી ફરમાને
૧૬૩ શાહજંહાએ તેથી આદેશ બહાર પાડયો કે ઉપર્યુક્ત જમીન કબજા હક્ક અને ભેગવટાના અધિકારો સાથે અગાઉની જેમ જ રાબેતા મુજબ એ જ લોકે તેમજ એમનાં સંતાનોના હિસ્સામાં આવેલ ઇનામ તરીકે માન્ય રાખવા.
ફરમાનઔરંગઝેબે તોડલ ચિંતામણિનું દેરું પાછું સોંપવા અંગે બાદશાહ શાહજંહાએ
કરેલ ફરમાન શાહજંહા, શાયરૂાખાનને લખે છે કે શાંતિદાસના દેવસ્થાનની જગ્યામાં, રાજકુમાર ઔરંગઝેબે બંધાવેલ મહેરાબને મજીદનું નામ આપવામાં આવ્યું હોવાનું જ્યારે અબ્દુલ હકીમે તેને જણાવ્યું અને કહ્યું કે એ સ્થાન અન્યની માલિકીનું હોવાથી શરીઅનની રુએ ત્યાં મજિદ બંધાઈ શકે નહીં. તેથી અમે તમને અગાઉ એવો આદેશ આપ્યો હતો કે મહેરાબ ત્યાંથી ખસેડવામાં આવે કેમ કે એ સ્થાન શાંતિદાસની માલિકીનું છે અને એમને હવાલે કરવું.
હવે એવો આદેશ આપવામાં આવે છે કે શાહઝાદાએ બંધાવેલ મહેરાબ જેમ છે તેમ રહેવા દઈ, મહેરાબ અને દેવસ્થાન વચ્ચે એક દિવાલ ચણી લેવી. આલા હઝરતે એ દેવસ્થાન શાંતિદાસને અર્પણ કર્યું છે. તેથી રાબેતા મુજબ એમના કબજામાં રહેવું જોઈએ. તેઓ પિતાને મન ફાવે તેમ પિતાના ધર્મ પ્રમાણે ત્યાં પૂજા અર્ચના કરી શકે છે, તેમને એમ કરતાં કોઈએ રેકવા નહીં, કે અડચણ ઊભી કરવી નહીં.
ત્યાં અમુક ફકીરોએ પડાવ નાખે હેવાનું કહેવાય છે, એ ફકીરને ત્યાંથી હાંકી કાઢવામાં આવે, એમને હાંકવાના ઝઘડા અને માથાકૂટમાં શાંતિદાસને નાખવાની જરુર નથી, તમે જ એ કામ સંભાળા.
એવું સાંભળ્યું છે કે કેટલાક વેહરાઓ દેવસ્થાનની બાંધકામ માટેની સાધન સામગ્રી ઉપાડી ગયા છે. શક્ય હોય ત્યાં સુધી એમની પાસેથી એ વસ્તુઓ પાછી મેળવી શાંતિદાસને આપવી, અને જ્યાં શકય ન હોય ત્યાં હરાઓ પાસેથી એની કિંમત વસુલ કરી શાંતિદાસને આપવી.
આ આદેશ તાકીદને છે, એનું ઉલ્લંઘન કરવું નહીં. ૨૧ જમાદિયુસ સાની હિ. સં. ૧૦૫૮ (ઇ. સ. ૧૬૪૮) તુગર –શાહજંહાને. મહેર –દારાની.
ફરમાન-૧
પાટવીકુંવર દારા શુકરનું ફરમાન શાહઝાદા અને પાટવીકુંવર દારા શુંકારે શાંતિદાસને ૧૦ માહે ઝીલકાદા વિ. સં. ૧૦૬૫ (ઈ. સ. ૧૬૫૫)માં આ પત્ર લખીને જણાવ્યું કે શાંતિદાસ અમારા કેટલા પ્રિતીપાત્ર છે એ તે જગજાહેર વાત છે. એમણે આ અમદષ્ટિના બદલામાં દરબારમાં અવનવી અને અદ્ભુત ભેટ સોગાદ મોકલતા રહેવી જોઈએ, પણ છેલ્લા કેટલાક સમયથી એમણે કોઈ પ્રશંસનીય સેવા કરી નથી તેમજ ગમે એવી ભેટ મોકલી નથી જે કે એવું સાંભળવામાં આવ્યું છે કે હમણાં હમણાં એમણે સારી સારી વસ્તુઓ અન્ય સ્થળે મોકલી આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org