SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શેઠ આઠ કની પેઢીને ઇતિહાસ અમને આધારભૂત માહિતી મળી છે કે જગતની એ સન્માન્ય વ્યક્તિ પાસે ૪૪ રતી વજનને એક હરે છે. ઉપર્યુક્ત હીરો અમારા દરબારમાં મેકલી આપીને એમણે પિતાના ભૂતકાળના તમામ કસૂરને બદલે ચૂકવી આપ. જે મજકુર હીરે મોકલવામાં ઢીલ થશે તે બાદશાહ શાહજહા મારફત તમને અહીં હાજર થવાનું કહેવાશે કે મારા ભાઈ શાહજાદા મુરાદબશને તમને ચેતવણી આપવાનું જણાવાશે તેની નોંધ લેશે. તુગરા અને મહેર : શાંતિદાસ ઝુબદતુલ અમસાલ અને ઝુબકુલ અકરા જેવા માનદર્શક ઉદગારથી નવાજાય છે. (શેઠ શાંતિદાસ માટેનાં બિરુદે કે જે બન્નેને અર્થ “પિતાના સમકાલીને અને સમોવડિયાઓમાં શ્રેષ્ઠ' એવો થાય છે.) ફરમાન-૧૧ ઔરંગઝેબનું ફરમાન ઔરંગઝેબે શાંતિદાસને લખી જણાવ્યું છે કે શાંતિદાસે પિતાના ગુમાસ્તા મારફતે દરબારમાં મોકલેલ રતનજડિત વાસણે બાદશાહને ખાસ પસંદ પડ્યાં નહીં તેમ છતાં શાંતિદાસે કંઈક આશા સાથે મોકલેલ હોવાથી એમાંથી અમુક વસ્તુઓ ખરીદી લીધી છે, એની કિંમત અને બાકીની વસ્તુઓ એમના ગુમાસ્તા મારફતે એમને પાછી મોકલી છે. હવે પછી એમણે એવાં રત્નજડિત સાધને અને ઉમદા હીરામોતી દરબારમાં મોકલવા કે જે બાદશાહને ગમે. તે સાથે તેઓશ્રીના બહુમાન ખાતર એક કિંમતી ખિલઅન પણ મોકલવામાં આવે છે. ૧૮ માહે રબીઉસ સાની રાજ્યાભિષેકનું ૩૦ મું વર્ષ. હિ. સં. ૧૦૬૬ (ઈ. સ. ૧૬૫૬). ફરમાન-૧૨ નગરશેઠ શાંતિદાસને બેલાવવા અંગે બાદશાહ શાહજહાનું ફરમાન પિતાના શહેરમાં દશહરાની ઉજવણી પતાવ્યા પછી, વર્ષાઋતુના અંત પછી તરત શાહજંહાએ શેઠશ્રી શાંતિદાસને, જરુરી કામ લેવાથી દરબારમાં અચુક હાજર થવા આદેશ આપે છે અને આ કહેણને તાકીદનું ગણવા જણાવ્યું છે. ૨૧ માહે શવ્વાલ હિ. સં. ૧૦૬૬ (ઈ. સ. ૧૬૫૬). ફરમાન–૧૩ શ્રી શંખેશ્વર તીથના ઈજારા અંગેનું બાદશાહી ફરમાન અગાઉની શાહી સનદ અને ભૂતપૂર્વ હાકેમ મુજબ મૂજ પૂર પરગનામાં આવેલ મેજે શંખેશ્વર શાંતિદાસ શાહને રૂ. ૧૦૫૦માં પટે આપવામાં આવેલ છે. તેઓશ્રી મજકૂર રકમ ઉપરાંત બધાં જ સરકારી લેણા (ધાન વગેરે) જાગીરદારને પહોંચતા કરે છે. તેથી હાલના તેમજ ભવિષ્યના જાગીરદારોને જણાવવાનું કે મજકુર ગામને મજકૂર વ્યક્તિના પટામાં રાબેતા મુજબ રહેવા દે અને એની શરતોમાં કોઈ ફેરફાર કરવો નહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy