________________
- પાક શાહી ફરમાને
ફરમાન-૩ - શાંતિદાસ શેઠની સ્થાવર-જંગમ મિલક્તની સાચવણી અંગેનું બાદશાહ
શાહજહાનું ફરમાન તુગરા :–અબુલ મુઝફર શિહાબુદ્દીન મહંમદ સાહિબ કિરાને સાની શાહજહા બાદશાહે
ગાઝીનું ફરમાન. મહેર:–અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહંમદ સાહિબ કિરાને સાની શાહજહા બાદશાહે ગાઝી.
અમદાવાદના સૂબાના હાલના તેમજ ભવિષ્યના અગત્યના કારભાર સંભાળનાર અધિકારીને કે જે શાહી કૃપાના અભિલાષીઓ છે જાણ થાય કે, શાંતિદાસ ઝવેરીએ રજૂઆત કરી કે, મંગળમય ફરમાનની રૂએ તેઓ ઉપર્યુક્ત શહેરમાં હવેલીઓ, દુકાને અને ઉદ્યાન ધરાવે છે.
આથી જગતમાન્ય આદેશ બહાર પાડવામાં આવે છે કે તેઓ એક વેપારી છે અને દરબારના એક વફાદાર ઝવેરી છે એ દરબાર કે જે જગતનું આશ્રયસ્થાન છે. તેથી તેમણે (અધિકારીઓએ) ઉપર્યુક્ત હવેલીઓમાં કાઈના ઉતરવા ઉપર પ્રતિબંધ મુકતા આદેશ બહાર પાડવો, ઈએ એમને દુકાનોનું ભાડું વસુલ કરવામાં અડચણ કરવી નહીં, તેમજ ભવ્ય અને પવિત્ર ફરમાન મુજબ એમને અપાયેલ બગીચાએમાં કોઈએ ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં.
અમે હુકમ આપીએ છીએ કે મજકૂર સુબાના કોઈ સુબેદારે કઈ યોગ્ય કે ઉચિત કારણ વગર રંજાડવા નહીં, તેમજ તેમની કે તેમના સંતાની મિલકત તરફ હાથ લંબાવવો નહીં, જેથી તેઓ અને તેમના સંતાને પિતાની જન્મભૂમિમાં સુખે પ્રગતિ કરે અને અનંત રાજ્યનું અમરત્વ પ્રાર્થતા રહે.
કેઈએ આને અનાદર કરવો નહીં.
તા. ૨. શહરીવર ઈલાહી વર્ષ ૮ વિ. સં. ૧૦૪પ. " (ઇ. સ. ૧૯૩૫).
ફરમાન-૪ નગરશેઠ શાંતિદાસ ઝવેરીને ઝવેરાતના વેપાર અંગે મળેલું બાદશાહ શાહજહાનું ફરમાન
તુગરા :–અબુલ મુઝફફર શિહાબુદ્દીન મહમદ સાહિબ કિરાને સાની શાહજંહા બાદશાહે ગાઝી. મહેર:–અબુલ મુઝફફર શિહાબુદ્દીન મેહંમદ સાહિબ કિરાને સાની શાહજંહા બાદશાહે ગાઝી
હિ. સં. ૧૦૪૬. ઈસ્લામના સન્નિષ્ઠ સેવક શાંતિદાસ ઝવેરી પિતાના કઈ એક નેકરને શાહી બંદરે ઉપર ઝવેરાત અને અન્ય વસ્તુઓ ખરીદવા નિત્ય મેકલ્યા કરે છે.
તેથી જગતમાન્ય આ આદેશ બહાર પાડવામાં આવે છે કે મજકુર વ્યક્તિના અધિકૃત માણસોનાં માર્ગમાં તેમની આ સંબંધી બંદરોની મુલાકાત દરમ્યાન હાલના તેમજ ભવિષ્યના અધિકારીઓ કોઈ આ હરકત ઊભી ન કરે, અને પોતપોતાના વહીવટ હેઠળના પ્રદેશમાંથી તેમને સલામતીથી પસાર થવાને , બંદેબસ્ત કરી આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org