SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શેઠ આ કની પેઢીના ઇતિહાસ .જહાંગીરી હુકમ થયે. –મજકૂર બાર દિવસેામાં દર વર્ષે હિ`સા કરવાની જગ્યાઓમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણીઓને મારવામાં આવે નહી. અને એ કામની તૈયારી કરવામાં આવે નહીં. વળી એ સંબધી દર વર્ષના નવા હુકમ કે સનદ પણ માંગવામાં આવે નહીં. આ હુકમ મુજબ અમલ કરી ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં અને આર્ડ માગે` જવું જોઈએ નહી, એ ફરજ જાણુવી જોઈએ......... ,, તા. ૨૬ માહે ફરવરદીન સને ૫૦ (ઈ. સ. ૧૬૩૪), ફરમાન-પ ......હકને ઓળખનાર, યાગાભ્યાસ કરનાર વિજયદેવસૂરિએ અમારી ખાસ મહેરબાની મેળવીને જણાવ્યું કે–તમારી સાથે પત્તનમાં મુલાકાત થઈ હતી, તેથી ખરા મિત્ર તરીકે ઘણું કરીને હું તમારા સમાચાર પૂછતા રહું છું. મને ખાત્રી છે કે–તમે પણ અમારી સાથે ખરા મિત્ર તરીકેના સંબધ મૂકશે। નહીં. આ વખતે તમારા શિષ્ય દયાકુશલ પન્યાસ અમારી પાસે હાજર થયા છે. તમારા સમાચાર તેની દ્વારા જાણ્યા છે; તેથી અમે બહુ ખુશી થયા. તમારા ચેલે પણ બહુ અનુભવી અને તર્ક શક્તિવાળા છે. તેના ઉપર અમે સપૂર્ણ મહેરબાનીની નજર રાખીએ છીએ અને જે કંઈ તે કહે છે, તે મુજબ કરવામાં આવે છે........, 86. જહાંગીર બાદશાહે વિજયદેવસૂરિ ઉપર લખેલેા પત્ર નુરુદ્દીન મહમ્મદ જહાંગીર માદશાહ ગાજીનું ફરમાન ફરમાવવામાં આવે છે કે, માપણી કરેલી દસ વીઘા જમીન, ખંભાતની નજીકના ચારાસી પરગણાના મહમ્મદપુર ( અકબરપુર) ગામમાં નીચે લખ્યા પ્રમાણે ચંદુસ`ઘવીને માટે મહ મુશ નામની જાગીર ખરીફના પ્રારંભ નૌશકાનઈલ ( જુલાઈ) મહિનાથી કાયમને માટે આપવામાં આવે, જેથી તેની ઉપજના ઉપયાગ દરેક ફલ, દરેક સાલ પેાતાના ખર્ચને માટે તે કરે અને અનન્ત બાદશાહી અસ્ખલિત રહેવાને માટે તે પ્રાર્થના કરતા રહે, Jain Education International તા. ૧૯ મહિને શાહબાન, સને ૧૦૨૭ (ઈ. સ. ૧૬૧૭). ફરમાન-૩ હાલના અને હવે પછીના અધિકારીઓ, તલાટી, જાગીરદારા અને માલના 3ોદારાને માટે ઉચિત છે કે, તેઓ આ પવિત્ર અને ઊંચા હુકમને હંમેશા ચાલુ રાખવાના પ્રયત્ન કરે. ઉપર લખેલી જમીનના ટૂકડાની માપણી કરીને અને તેની મર્યાદા બાંધીને તે જમીન તે ચંદ્ન સ`ઘવીના તામે કર્યું, અને તેમાં કાઈ પણુ જાતને! ફેરફાર યા અદલા બદલી ન કરે, તેને તકલીફ ન આપે, તેમ તેની પાસેથી, કોઈ પણ કારણને માટે કંઈ પણ વસ્તુની માગણી ન કરે. '' 66 ...અકબરપુર ગામમાં ૧૦ વીધા જમીન, તેના સદગત ગુરૂ વિજયસેનસૂરિના મદિર, ળાગ, મેળા અને સમ્માનની યાદગીરી માટે આપવામાં આવે સૂર્યનાં કિરણેાની માફક ચળકાવવાળાં અને બધી દુનિયાને માનવા લાયક એવા હુકમ થયેા કે, ચંદુ સ`ધવીને ગામ અકબરપુર પરગણા ચેરાસી કે જે ખંભાતની નજીક છે, ત્યાં દસ વીધા ખેતરની જમીનના ટૂકડા મદ્દે મુઆશ નામની જાગીરે તરીકે આપવામાં આવે. હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું.” તા. ૨૧ માહપૂર ઈલાહી સ. ૧૦ ( ઈ. સ. ૧૫૯૪). For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy