SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક બાદશાહી ફરમાન સનદ થાય તેમ તેઓ પિતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહીં અને ઈશ્વર ભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધની દખલ થવા દેવી નહીં, ઇલાહી સંવત ૩૫ ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. “મુતાબિક ૨૮ માહે મુહરમ સને. ૯૯૯ હીજરી...” (ઈ. સ. ૧૫૮૦). ફરમાન-૨ અકબરે બાદશાહનું ફરમાન (આ ફરમાન લગભગ પહેલા ફરમાનને મળતું છે.) .......હાલના અને ભવિષ્યનાં હાકેમો વગેરેએ સેવડા (જૈન સાધુ) લકે પાસે ગાય અને આખલાને તથા ભેંસ અને પાડાને કોઈ પણ વખતે મારવાની તથા તેના ચામડાં ઉતારવાની મનાઈ સંબંધી શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે “ દર મહિનામાં કેટલાંક દિવસ એ ખાવાને ઈરછવું નહી, એ ફરજ અને વ્યાજબી જાણવું તથા જે પ્રાણુઓએ ધરમાં કે ઝાડ ઉપર માળા નાખ્યાં હેય, તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી દૂર રહેવામાં પૂરી કાળજી રાખવી.” વળી એ માનવા લાયક ફરમાનમાં લખ્યું છે કે “યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા, અને તેના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેરછુએ છે તેમના યોગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી કે-એમના દેવલ કે ઉપાશ્રયમાં કોઈએ ઉતારે લેવો નહીં. અને એમને તુચ્છકારવા નહીં. તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારે છે તેને પાયે નાખે, તે કઈ ઉપલકીયા જ્ઞાનવાળાએ કે ધર્માધે તેને અટકાવ કરવો નહીં...” - તા. ૧ લી શહર મહીનો ઇલાહી સને ૪૬, મુબાફિક તા. ૨૫, મહિને અફર ૧૦૧૦ હીજરી (ઇ. સ. ૧૬૦૧) ફરમાન-૩. જહાંગીર બાદશાહનું ફરમાન “............તમામ રાજ્યાધિકારીઓએ જાણવું કે-દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારે ઈન્સાફી ઈરાદો પરમેશ્વરને રાજી કરવામાં રોકાયેલા છે અને અમારા અભિપ્રાયને પૂરે હેતુ, તમામ દુનિયા, કે જેને પરમેશ્વરે બનાવી છે, તેને ખુશ કરવા તરફ રજૂ થયેલ છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાઓ અને મેક્ષ ધર્મવાળા, કે જેમને હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાને છે. તેઓને રાજી કરવા તરફ અમે ધ્યાન દઈએ છીએ તેથી આ વખતે વિવેકહષ, પરમાન, મહાનંદ અને ઉદયહર્ષ, કે જેઓ તપાયતિ (તપગચ્છના સાધુ) વિજયસેનસૂરિ અને નંદ વિજયજી કે જેઓ “ખુશફહમ'ના ખિતાબવાળા છે. તેમને ચેલાઓ છે; તેઓ આ વખતે અમારી હજાર હતા, અને તેમણે દરખાસ્ત અને વિનંતી કરી કે, “ જે સમગ્ર રક્ષણ કરેલા રાજયમાં અમારા બાર દિવસે–જે ભાદરવા પજાસણના દિવસો છે–તેમાં હિંસા કરવાની જગ્યાઓમાં કોઈ પણ જાતના છની હિંસા કરવામાં નહીં આવે. તે અમને માન મળવાનું કારણ થશે અને ઘણા છો આપના ઊંચા અને પવિત્ર હુકમથી બચી જશે. તેમ તેને સારે બદલ આપના પવિત્ર-શ્રેષ્ઠ અને મુબારક રાજ્યને મળશે .....” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy