________________
જ ચિંતા હતી કે તે લખવાનું છોડી દે તે “જેન’નું શું થાય? પરંતુ શ્રી “સુશીલ” પ્રત્યેના અગાધ આદરને કારણે હેય, કોઈ અંતઃ પ્રેરણા હોય કે ભવિતવ્યતા હોય એમ શ્રી રતિભાઈ બોલી ગયા કે છ મહિના સુધી “જૈન”માં અગ્રલેખ લખવાનું કામ સંભાળી લઈશ. શ્રી રતિભાઈએ ચાર વર્ષ અગાઉ કહેલું કે આજે અઠ્ઠાવીસ–ગણત્રીસ વર્ષ થઈ જવા છતાં પણ એ છ મહિના હજી પૂરા થયા નથી, કેમ કે શ્રી સુશીલભાઈની તબિયત ઉત્તરોત્તર બગડતી ગઈ. શ્રી રતિભાઈને કલમ સોંપી તે સોંપી અને તેઓ કયારે ય કલમ ઉપાડી શક્ય જ નહિ. અને શ્રી રતિભાઈની કલમ આજથી ચારેક વર્ષ પહેલાં જ અટકી. શરૂઆતમાં તે ઘણી મથામણ કરવી પડતી. ક્યારેક રાત્રે બે વાગ્યે ઊંઘ ઊડી જતી અને કયા વિષય પર લખવું એની ભારે ગડમથલ ચાલતી. પણ ધીરે ધીરે વિચારોની સ્પષ્ટતા અને રજૂઆતની કુનેહ સાંપડતાં એ કામ આસાન બની ગયું.
- શ્રી રતિભાઈના સાધકજીવનનાં અનેકવિધ પાસાં છે. એમનું વ્યક્તિત્વ, એમની પ્રતિભા અને એમની કર્તવ્યપરાયણતામાં એક કર્તવ્યનિષ્ઠ કર્મ યેગીના જીવનની સૌરભ છે. તેઓ પત્રકાર હતી, સાહિત્યકાર હતા, સંશોધક હતા. પત્રકાર તરીકે એમની કલમમાં સમાજજીવનના સંવેદનનું દર્શન થાય છે. સર્જક અને સાહિત્યકાર તરીકે તેઓની કલમમાં સર્જકની અનુભૂતિ અને પ્રાચીનતા પ્રત્યેના ઊંડા આદરને સ્પર્શ થાય છે,
શ્રી રતિભાઈના જીવન પર શિવપુરીના ન્યાયના અધ્યાપક શ્રી રામગોપાલાચાર્ય, પંડિત શ્રી જગજીવનદાસભ ઈ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી નાગરદાસ કસ્તુરચંદ શાહ, પંડિતવર્ય શ્રી સુખલાલજી, પં. શ્રી બેચરદાસજી, પ્રોફે. ફિરોજ કાવસજી દાવર, પં. શ્રી દલસુખભાઈ, કાશીવાળા વિજયધર્મ સૂરીશ્વરજી, પૂ. શ્રી દર્શનવિજયજી મહારાજ ઉપરાંત પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનાં સંસ્કાર, શિક્ષણ અને સાધના સિંચાયેલ છે. તેમાં ય પૂ. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ પ્રત્યેની તેમની ભક્તિ અને શ્રદ્ધાનું આલેખન શક્ય નથી. તેની પ્રતીતિ તે વિ. સં. ૧૯૭૪માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રગટ કરેલ મુનિશ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં “જ્ઞાનજ્યોતિની જીવનરેખા”ના વાચન પરથી સાંપડી રહે છે. શ્રી રતિભાઈનું જીવન સમસ્ત એક સાધના છે. તેઓ સત્યને આગ્રહી હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા પણ હતા. તેઓશ્રીએ પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજની દીક્ષા પર્યાય ષષ્ટિપૂર્તિ નિમિત્તે અપેલ અભિવાદન પ્રસંગે કહેલું :
“અંતરમાં સત્યની ચાહના જાગે તે જીવનવિકાસનું પહેલું પગથિયું સાંપડે. સાચું વિચારવું, સાચું બોલવું અને સાચું આચરવું એ જ ધર્મને માર્ગ અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનને મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપંચ, દંભ અને અહંકારથી અળગો રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે...
..પિતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાને મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના દયેયને વરેલ સાધકના જીવનમાં કંઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના એકરૂપ બની જઈને સાધકને અવર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે.”
આ એમના શબ્દોનું પ્રતિબિંબ એમના જીવનમાં કાર્યાન્વિત રૂપમાં તાદશ જોવા મળે છે. સંસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org