________________
૧૩
'
પ્રસંગે તીર્થકર ભગવાન મહાવીરના કલ્યાણક દિવસે વયોવૃદ્ધ ધર્મપુરુષ શ્રી કુંવરજીભાઈ આણંદજીના પ્રમુખપદે એમણે “ભગવાન મહાવીર’ વિષે ભાષણ કર્યું. એમના વિચારો અને વક્તવ્યની વ્યાપક અસર તેઓ ભાવનગરના માનવંતા મહેમાન બની ગયા. એની સાથે સાથે શ્રી બેચરભાઈ શાહ અને શ્રી ભાઈચંદભાઈ શાહ જેવા મિત્રો મળ્યા.
આ પછી તેઓશ્રી મુનિસંમેલનના માસિક મુખપત્ર “જૈન સત્યપ્રકાશ'ના સંપાદનમંડળમાં જોડાયા અને તેર વર્ષ સુધી તેનું સંપાદનકાર્ય કર્યું. તે દરમિયાન પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ તેમ જ તેઓના શિષ્યોને ગાઢ સંપર્ક થયે અને તેઓ દરેક શ્રી રતિભાઈની તટસ્થતા અને કાર્યનિષ્ઠા માટે માન ધરાવતા થયા.
વિ. સં. ૨૦૦૦માં તેઓ માસિક સો રૂપિયાના પગારથી અમદાવાદ સીડઝ ટ્રેડર્સ એસોસિએશન નામની વાયદાના વેપારની સંસ્થાની ઑફિસમાં જોડાયા. અહીં તેઓ પ્રામાણિકતા અને કાર્યનિષ્ઠાથી બર્ડ ઑફ ડિરેકટર્સના પણ વિશ્વાસપાત્ર બન્યા હતા. આ સમય એમના માટે આર્થિક મુશ્કેલીને હતા છતાં ય તેઓએ સટ્ટો કરવાને વિચાર પણ ન કર્યો. મૃગજળની દુનિયા તરફ સહેજે લોભાયા નહિ. આ ભાવના અંગે તેઓ ઈશ્વરની કૃપા સમજતા. અહીં ચૌદ વર્ષ અને બે મહિના સુધી પૂરી પ્રાણિકતાથી કામ કર્યું. વિ. સં. ૨૦૧૪માં જ્ઞાનોદય ટ્રસ્ટના સેક્રેટરી તરીકે જોડાયા. અહીં એમને માસિક પગાર ત્રણસે નક્કી કરવામાં આવ્યો. પરંતુ એમણે સામે ચાલીને કહ્યું કે હું ત્રણસો રૂપિયા નહિ, અઢીસે રૂપિયા લઈશ. ટ્રસ્ટના સંચાલકોએ કહ્યું કે, “ આજે તે વધારે પગાર માગનારા ઘણુ મળે છે પણ એ પગાર માગનારા તે તમે એક જ મળ્યા !” એવી જ રીતે જ્યારે મહાવીર જૈન વિદ્યાલયના આગમ સંશોધન પ્રકાશન વિભાગના સહમંત્રી તરીકે શ્રી રતિભાઈ જોડાયા ત્યારે પણ એમણે સાડાત્રણસે રૂપિયાને બદલે ત્રણસે લેવાનું સ્વીકાર્યું હતું.
સંપત્તિ અંગેની નિ:સ્પૃહતા શ્રી રતિભાઈ દેસાઈના જીવનમાં સતત પ્રગટ થાય છે. . જયતવિજયજી મહારાજે તેઓના કામના મહેનતાણા ઉપરાંત વિશેષ એક રૂપિયા બક્ષિસરૂપે આપવાનું સૂચન કર્યું પણ તેઓએ પળના ય વિલંબ વિના આજથી ચાલીસ વર્ષ પહેલાં બક્ષિસરૂપે અપાયેલા એ સે રૂપિયા પાછા આપ્યા.
દસેક વર્ષ અગાઉ પૂ. દેવેન્દ્રસાગરજી મહારાજે એમની સંઘની પેઢીમાંથી “જૈન” સાપ્તાહિકના માર્મિક અને નિર્ભીક અગ્રલેખ માટે પાંચ રૂ.મોકલાવ્યા ત્યારે શ્રી રતિભાઈએ એ પૈસા પાછા મો લાવ્યા અને ઉત્તરમાં લખ્યું કે પેઢીને મારે મદદ કરવી જોઈએ; એની પાસેથી કઈ રકમ લેવાની ન હેય. શ્રી રતિભાઈના જીવનમાં સતત આવી નિઃસ્પૃહતા પ્રગટ થતી.
વિ. સં. ૨૦૦૩માં પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજીને શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્યચંદ્રક એનાયત કરવાના અવસર પર ભાવનગર ગયા હતા. અહીં સુપ્રસિદ્ધ લેખક શ્રી “સુશીલ’ના સહવાસમાં આવ્યા. શ્રી સુશીલસુપ્રસિદ્ધ જૈન' સાપ્તાહિકમાં અગ્રલેખો લખતા અને સાહિત્યસાધના પણ કરતા પરંતુ પોતાની નાદુરસ્ત તબિયત અને હાથના દુખાવાને લીધે લખી શકવા અશક્ત બન્યા હતા. તબીબેએ છ મહિના સુધી લેખન–વાંચન પ્રવૃત્તિથી દૂર રહેવા જણાવ્યું હતું. સાચે પત્રકાર આંગળી ખરી પડે કે આખો બિડાઈ જાય તોપણ તે પોતાની લેખનપ્રવૃત્તિને વળગી જ રહે ! શ્રી “સુશીલ’ને પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org