SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ હાવા છતાં તે આજીવન સાધક રહ્યા. એમના પ્રત્યેક સતમાં સત્યદર્શન અને જ્ઞાનદર્શીનનેા સુમેળ સધાયેલા છે. શ્રો મહાવીર જૈન વિદ્યાલયના આગમસ`શાધન પ્રકાશન, ધાર્મિક શિક્ષણપ્રવૃત્તિ સાથે ખાર વ સંકળાઈ સને ૧૯૭૨માં નિવૃત્તિ લીધી ત્યારે તેઓએ જણાવ્યુ કે “ મને સાંપવામાં આવેલાં કામેાને માટે જે રીતે ન્યાય આપવે જોઈએ અને એને વખતસર સારી રીતે નિકાલ કરવા જોઈએ એ મારાથી થઈ શકેલ નથી, તેથી સંસ્થાની નાકરીમાં વધુ વખત રહેવું એ મારે માટે ઉચિત નથી ” કેટલી નમ્રતા, નિષ્ઠા અને સત્યપ્રિયતા ! આ રાજીનામાને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સખેદ સ્વીકાર કરતાં ઠરાવ કર્યા હતા કે ઃ ‘(તેએ) જિનાગમ અને સાહિત્ય-પ્રકાશન, ધાર્મિક શિક્ષણની પ્રવૃત્તિઓમાં આતાત થઈ ગયા હતા. તે ઉપરાંત વિદ્યાલય તરફથી અન્ય જે કાર્યં તેઓશ્રીને સાંપવામાં આવતું તે ઉલ્લાસપૂર્વક કરી, પૂરા ન્યાય આપી, સંસ્થાની પ્રતિભા સમાજમાં વધારવામાં સારા એવા ફાળા આપેલ છે. સ`સ્થા સાથેના સંબંધ દરમિયાન તેઓએ સતત પ્રયત્નશીલ રહી સસ્થા પ્રત્યેની ભક્તિનાં દર્શન કરાવ્યાં છે.” " શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી નિવૃત્ત થયા બાદ વિદ્યાલય હસ્તકના શ્રી મેાતીચંદ કાપડિયા ગ્રંથમાળામાં યાગસાધનાને સક્રિય રાખવા માટે ઉપયેગી એવા જૈન દૃષ્ટિએ યાગ ’ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવામાં સહાયરૂપ બન્યા હતા. તેઓ હસ્તક પૂ. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયના શાંતસુધારસ 'ના ભાષાંતરની ત્રીજી આવૃત્તિ છપાઈ છે. ' શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણાપાસ શ્રી સંધ સંમેલન (અમદાવાદ), ભાવનગરની શ્રી યશવિજયજી જૈન ગ્રંથમાળા, શ્રી જૈન આત્માનંદ સભા વગેરે અનેક સસ્થા સાથે વિના વ્રતને સંકળાયેલ રહી મહત્ત્વની કામગીરી બજાવેલ છે. શ્રી વનમણિ સાચનમાળા ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ ગુરુ ગૌતમસ્વામી ’ ( ચરિત્રકથા ) અત્યાર સુધીમાં એમનાં પ્રગટ થયેલ સાહિત્યસર્જનમાં સૌથી શ્રેષ્ઠ કીતિ પ્રેરક સર્જન બની રહ્યું છે. આ સંશોધનાત્મક કથાએ સમગ્ર ગુજરાતી જીવનચરિત્રસાહિત્યને વધુ ઉજ્વલ બનાવ્યુ છે. શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ ( મુંબઈ ) આ પ્રકાશનથી પ્રભાવિત થઈ કયાગી સાહિત્યકાર અને સેવાભાવી શ્રી રતિભાઈને સુવર્ણચંદ્રક આપીને બહુમાન કર્યુ હતુ. શ્રી રતિભાઈની આ અને અન્ય સાહિત્યિક કૃતિમાં ભાષાની સરળતા, શૈલીની પ્રાસાદિકતા અને વસ્તુ-નિરૂપણુની કલાત્મકતા માણવા મળે છે; તે તેમના જીવનનું જ પ્રતિબિંબ છે. એમનું જીવન સાદું અને સરળ હતું. ન કાઈ ખાદ્ય ઠાઠ કે દમામ. ઝભ્ભા, ધાતિયું અને ટાપી, તે પણુ ખાદીનાં જાડાં અને બરછટ – આ તેમનું નિત્ય પરિધાન. તદ્ન નિર્વ્યસની જીવન અને સંગ હંમેશાં પુસ્તકાને. વધુ પરિચય સંતા અને સાહિત્યકારોનેા. ટૂંકમાં કહી શકાય કે શ્રી રતિભાઈનુ જીવન એક સશોધક, સાધક અને કર્મનિષ્ઠ ચેાગીનું જીવન હતું. એમની સાહિત્યસાધનાએ જૈન સાહિત્યની વિપુલતામાં ખૂબ મહત્ત્વના કાળા આપ્યા. તેઓશ્રીની કલમ કાઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં, સાહિત્યનાં બધાં જ ક્ષેત્રને આવરી લેતી હતી. તેમણે ચરિત્રો લખ્યાં, વાર્તાઓના સંપાદનનુ ક્ષેત્ર ખેડયું, વળી પત્રકાર, સશાધનકાર, વાર્તાકાર તરીકે સારી નામના મેળવી હતી. શ્રી આણુંજી કલ્યાણુજીની પેઢીના ઈતિહાસ લખવા માટે શેઠ શ્રી કસ્તૂરભાઈએ શ્રી રતિભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy